Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

The Kerala Story : Propaganda કે Politics ? રાજકારણીઓ ફિલ્મનો ભરપુર ઉપયોગ કરી રહ્યાં છે

05:40 PM May 08, 2023 | Viral Joshi

કેરળમાં હિંદુ યુવતીઓના કથિત ધર્માંતરણ અને ઈસ્લામની કટ્ટરતાની કહાની દર્શાવતી ફિલ્મ The Kerala Story માં પ્રોપેગેંડા ફેલાવવામાં આવ્યો હોવાના આરોપો થયાં બાદ આ ફિલ્મ પર ભારે વિવાદ થયો છે. વિવાદો અને સ્પષ્ટતા વચ્ચે આ ફિલ્મ તા. 5 મેના રોજ રિલિઝ થઈ હતી. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ આ ફિલ્મનો ભરપુર ઉપયોગ કર્યો અને દરેક લોકોને આ ફિલ્મ જોવા કહ્યું છે.

જુનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયા અને સાંસદ રાજેશ ચુડાસમાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટી જાહેરાત કરી છે. તેમણે તા. 11 થી 19 મે સુધી દરરોજ બપોરે 13 થી 3 સુધી મહિલાઓને ફ્રીમાં બતાવવાની જાહેરાત કરી છે.

જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, તા. 11 મે 2023 થી 19 મે 2023 સુધી દરરોજ બપોરે 12 થી 3 વાગ્યા સુધી આંતકવાદના ભયાનક સત્યને ઉજાગર કરતી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ જૂનાગઢની માતાઓને બહેનોને સૂરજ મલ્ટીપ્લેક્સમાં નિ:શુલ્ક બતાવવામાં આવશે.

જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, જૂનાગઢના સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા દ્વારા તારીખ 11 મે 2023 થી 19 મે 2023 સુધી દરરોજ બપોરે 12 થી 3 વાગ્યા સુધી આતંકવાદના ભયાનક સત્યને ઉજાગર કરતી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ જૂનાગઢની માતાઓને બહેનોને સૂરજ મલ્ટીપ્લેક્સમાં નિ:શુલ્ક બતાવવામાં આવશે.

બોલીવુડ ફિલ્મ The Kerala Story ને લઈને દેશમાં ભારે વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મ પર પ્રોપેગેંડા ફેલાવવામાં આવ્યો હોવાના આરોપો થયાં છે તો બીજી તરફ આ ફિલ્મને લઈને રાજનીતિ પણ થઈ રહી છે. કર્ણાટક ચુંટણી પ્રચાર દરમિયાન પર આ ફિલ્મ ભારે ચર્ચામાં રહી છે ત્યારે હવે આ ફિલ્મને ગુજરાતમાં જુનાગઢના ભાજપના સાંસદ અને ધારાસભ્ય દ્વારા ફ્રીમાં બતાવવાની જાહેરાત કરી છે.

જણાવી દઈએ કે, ગઈકાલે ધારાસભ્ય સંજય કોરડીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી The Kerala Story ફીલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરવા રજૂઆત કરી હતી.

આ પણ વાંચો : THE KERALA STORY થી કર્ણાટક ચૂંટણીની વૈતરણી પાર કરવાની તૈયારી ?