Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ganesh Gondal ને હવે જેલમાં જ રહેવું પડશે, હાઇકોર્ટે જામીનની સુનાવણી ટાળી

07:57 PM Jul 16, 2024 | KRUTARTH JOSHI

અમદાવાદ : તારીખ 30 મેના રોજ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા (Geetaba Jadeja) અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના (Jayrajsinh Jadeja) પુત્ર ગણેશ જાડેજા (Ganesh Gondal)દ્વારા પોતાના 10 જેટલા સાગરીતો સાથે સંજય સોલંકીનું (Sanjay Solanki) અપહરણ કરીને તેને ઢોર માર માર્યાના આક્ષેપ થયા હતા. ત્યાર બાદ પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી હતી.

ગણેશ ગોંડલને હજી લાંબો સમય જેલમાં જ રહેવું પડશે

સમગ્ર મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ થયો છે. આ મામલે જામીન માટે ગણેશ ગોંડલ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જો કે હાઇકોર્ટ દ્વારા આ સુનાવણી ટાળવામાં આવતા હવે ગણેશ ગોંડલને જેલવાસ વધારે લાંબો સમય સુધી ચાલશે. હવે હાઇકોર્ટ દ્વારા સુનાવણી 7 ઓગસ્ટ બાદ હાથ ધરવામાં આવશે. ત્યાં સુધી ગણેશે જેલમાં જ રહેવાનો વારો આવ્યો છે.

જૂનાગઢનો હાઇપ્રોફાઇલ મામલો સરકાર માટે માથાનો દુખાવો

અત્રે ઉલ્લેખનીય છે કે, ગણેશ ગોંડલ દ્વારા જે સંજય સોલંકીનું અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો તેના પિતા દલિત સમાજના અગ્રણી છે. તેઓ પણ સરકાર પર દબાણ બનાવી રહ્યા છે કે, સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત ગીતાબા જાડેજાનું રાજીનામું પણ માંગી લેવામાં આવે. જો તેવું નહીં કરવામાં આવે તો તેઓ સેંકડો દલિત પરિવારો સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે તેવી પણ જાહેરાત કરી છે. જેના કારણે આ કેસ હાઇપ્રોફાઇલ હોવાની સાથે હવે સરકાર માટે ગળાના હાડકા જેવો બની ગયો છે.