Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad: સાયબર ફ્રોડ આચરતી 13 લોકોની ટોળકી ઝડપાઈ, સાયબર ક્રાઈમને મળી સફળતા

11:17 PM Jul 12, 2024 | VIMAL PRAJAPATI

Ahmedabad: અલગ અલગ લોકો ના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરી તેમને કમિશનની લાલચ આપી અને તે એકાઉન્ટનો સાઇબર ક્રાઇમ માટે ઉપયોગ કરતી ગેંગ નો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમે 13 લોકોની ગેંગને ઝડપી પાડી સમગ્ર રેકેટનો પરદા ફાસ કર્યો છે. સાયબર ક્રાઇમ કરતા ગઠીયાઓને આરોપીઓ એકાઉન્ટ આપતા હતા અને તેઓ તેનો સાયબર ફ્રોડ માટે ઉપયોગ કરતા હતા.

અમદાવાદ (Ahmedabad) સાયબર ક્રાઇમ ને બાતમી મળી હતી કે શહેર ના કૃષ્ણ નગર વિસ્તાર માં આવેલ મારુતિ પ્લાઝા માં આ પ્રકાર ની કામગીરી ચાલી રહી છે અને બાદમીને આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી જેમાં દીપક રાદડીયા અને દિલીપ જાગણી નામનો યુવક દુકાન ભાડે રાખીને પગારદાર મળતિયા સાથે મળીને લોકોને કમિશન આપવાની લાલચ આપીને બેંક એકાઉન્ટ મેળવતો હતો. આ બેંક એકાઉન્ટ સાયબર ક્રાઇમ કરતા ગઠીયાઓને આપીને કમિશન મેળવતો હતો. જેના આધારે સાયબર ક્રાઇમે રેડ કરી હતી અને 13 આરોપીઓને ઝડપી લીઇ સમગ્ર કૌભાંડ એક્સપોઝ કર્યું છે. આરોપીઓ પાસેથી સાયબર ક્રાઈમે અલગ અલગ બેંક ની 30 પાસબુક, 39 ચેકબુક, 59 ATM કાર્ડ, 30 મોબાઈલ, રૂપિયા ગણવાનું મશીન, ફિંગર પ્રિન્ટ સ્કેનર મશીન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ક્રિપ્ટો કરન્સી ચાઇના ખાતે મોકલી આપતો

Ahmedabad સાયબર ક્રાઇમના ડીસીપી લવીના સિંહાએ જણાવ્યું હતું કે, આ ગેંગના મુખ્ય આરોપી એવા દિપક રાદડિયા અને દિલીપ જાગાણી નામના આરોપીઓ બેંક એકાઉન્ટની વિગત લઈને કેતન પટેલ નામના આરોપીને આપતા હતા અને કેતન પટેલ બેંક એકાઉન્ટઓને ચાઈનીઝ વ્યક્તિઓના વોટ્સઅપ અને ટેલિગ્રામ પર થકી મોકલી આપતો હતો. ચાઈનીઝ વ્યક્તિઓ સાયબર ક્રાઇમ કરીને તે રૂપિયા જમા કરાવવા માટે આ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. જે બેંક એકાઉન્ટમાં જમા થયેલ રૂપિયા દિલીપ અને દીપક તેમના વ્યક્તિઓ મારફતે સેલ્ફ ચેકથી ઉપાડીને આંગડિયા મારફતે આરોપી દર્શિલ શાહને મોકલી આપતા હતા. દર્શીલ શાહ આ રકમને ક્રીપ્ટો કરન્સીમાં રૂપાંતર કરીને ક્રિપ્ટો કરન્સી ચાઇના ખાતે મોકલી આપતો હતો.

દિપક રાદડીયાએ 200થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા

ડીસીપી લવિના સિંહાએ વધુમાં જણાવ્યું હતું કે, દિપક રાદડીયાએ 200થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. જ્યારે દિલીપ દ્વારા 3 મહિનાની અંદર 150 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવીને 8 કરોડનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું છે. જેમાં 30 લાખનું કમિશન મળ્યું હતું. આરોપી કેતન પટેલ એ BBA સુધીનો અભ્યાસ કર્યો છે. પહેલા એપ્લિકેશન બનાવવાનું કામ કરતો હતો. જેના મારફતે તે એક કેન્યાના વ્યક્તિ સાથે સંપર્ક માં આવ્યો હતો. જેણે તેનો સંપર્ક ચાઈનીઝ વ્યક્તિ ઓ સાથે કરાવ્યો હતો. પછી એક પછી એક ટોળકી ભેગી થતી ગઈ અને આ સમગ્ર કૌભાંડને અંજામ આપતી ગઈ આ ગેંગમાં સામેલ તમામ શખ્સોનો પોલીસે હાલ કસ્ટડીમાં લઈ લીધા છે.

વધુ તપાસનું દોર આરંભ થયો છે આ ટોળકીમાં હાલમાં પોલીસે ફેઝાન શેખ, રાજુ પરમાર, અમિત પટેલ, રાજુ સાંખટ, દર્શન સેંજલીયા, રાજેશ જાસોલિયા, વિકી પટેલ, દિલીપ જાગાણી, કિશોર પટેલ, અલ્કેશ પટેલ, દિપક રાદડિયા, દર્શિલ શાહ અને કેતન પટેલની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે. દર્શિલ શાહ પ્રાથમિક તપાસમાં ફિલ્મોના પ્રોડ્યુસર તરીકેની ભૂમિકા ભજવી હોવાનું પણ સામે આવ્યું છે.

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો: Dahod: સરકારી અધિકારીને શું ઓછું પડ્યું? ખાનગી રિવોલ્વરથી કરી લીધી આત્મહત્યા

આ પણ વાંચો: Gujarat છે કંઈ પણ થઈ શકે! દહેગામનું આખેઆખું એક ગામ બારોબાર વેચી દેવાયું

આ પણ વાંચો: Gondal: દર્દીઓની સારવાર રામ ભરોસે! સિવિલમાં છે માત્ર એક જ ડોક્ટર?