Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GPSC: વર્ગ – 1/2 ની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશ ખબર, મુખ્ય લેખિત પરીક્ષાની તારીખો જાહેર

07:31 PM Jul 08, 2024 | VIMAL PRAJAPATI

GPSC: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (Gujarat Public Service Commission) દ્વારા મુખ્ય લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો અગત્યની જાહેરાત કરવામાં આવી છે. વિભાગ દ્વારા એક જાહેરાત બહાર પાડવામાં આવી છે. તેમાં મુખ્ય લેખિત પરીક્ષાની સુચિત તારીખો જાહેર કરવામાં આવી છે.

આ સમયગાળા દરમિયાન લેવાશે મુખ્ય લેખિત પરીક્ષાઓ

નોંધનીય છે કે, ગુજરાત જાહેર સેવા આયોગ (Gujarat Public Service Commission) દ્વારા જાહેરાત ક્રમાંક 47/2023-24 પ્રમાણે ગુજારત વહીવટી સેવા વર્ગ – 1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ – 1/2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ – 2 ની મુખ્ય લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરાત પ્રમાણે મુખ્ય લેખિત પરીક્ષા તારીખ 20 ઓક્ટોબર, 2024 થી લઈને તારીખ 25 ઓક્ટોબર, 2024 ના સમયગાળા દરમિયાન લેવામાં આવશે.

તૈયારી કરતા ઉમેદવારો માટે હવે માત્ર ત્રણ મહિનાનો સમય બાકી

તૈયારી કરતા ઉમેદવારો માટે હવે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વર્ગ – 1/2 ની જગ્યા માટે તૈયારી કરતા ઉમેદવારોએ હવે પોતાની તૈયારી વધારી દેવાનો સમય આવી ગયો છે. આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી તારીખો પ્રમાણે તેમની પાસે હવે તૈયારી કરવા માટે માત્ર ત્રણ મહિનાનો સમય રહ્યો છે. ત્રણ મહિના બાદ તેમની તૈયારીઓની પરીક્ષા થવાની છે.

આ પણ વાંચો: Gandhinagar: ‘…પણ અમને રજૂઆત કરવા તો અંદર જવા દો!’ TET-TAT પાસ ઉમેદવારોનો સચિવાલય સામે દેખાવો

આ પણ વાંચો: Ahmedabad : ‘જનેતાને શર્મસાર કરે તેવી ઘટના’ અંગત સ્વાર્થ માટે પોતાની જ દીકરીનું ગળું કાપી નાખ્યું

આ પણ વાંચો: Agriculture: ‘ખેતી છે તો જગતનું સંચાલન છે’ દેશમાં ખરીફ પાકના વાવેતરમાં 14.10 ટકાનો વધારો