Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rahul Gandhi ના ગુજરાત પ્રવાસ પર ઋષિકેશ પટેલે આપી ખાસ પ્રતિક્રિયા

05:44 PM Jul 06, 2024 | VIMAL PRAJAPATI

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંઘી અત્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે ગુજરતામાં રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના દિગ્ગજ નેતાઓ અત્યારે આ મામલો પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. વિગતે વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel)નું નિવેદન સામે આવ્યું છે. નોંધનીય છે કે, મંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel)એ રાહુલ ગાંધી (Rahul Gandhi )ના ગુજરાત પ્રવાસ પર પોતાનું નિવેદન આપ્યું છે.

રાહુલ અને કોંગ્રેસ રાજનીતિ કરે છે અને અમે વિકાસ

મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાહુલે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવાના સ્વપ્ન જોવે છે. પરંતુ કોંગ્રેસની સરકાર બનવાના રાહુલના દાવા પોકળ સાબિત થયાના છે. આ સાથે રાહુલ ગાંધી પર નિવેદન આપતા ઋષિકેશ પટેલે કહ્યું કે, રાહુલ અને કોંગ્રેસ રાજનીતિ કરે છે અમે વિકાસ કરીએ છીએ. ઋષિકેશ પટેલે મંદિરને લઈને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરી મજાક ઉડાવી હતી કે, ‘રાહુલ ગાંધી (Rahul Gandhi )ને એ બાબત નો પણ ખ્યાલ નથી કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય નહી કે ઇનોગ્રેશન’

દિલીપ સંઘાણીએ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે પ્રતિક્રિયા

આ સાથે સાથે દિલીપ સંઘાણી (Dilip Sanghani)એ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી (Rahul Gandhi) નો હેતું યોગ્ય નથી. તેમણે દેશની સંસદમાં હિન્દુત્વ વિરુદ્ધ નિવેદન આપ્યું છે. દિલીપ સંધાણીએ આરોપ લગાવતા આગળ કહ્યું કે, તેમની માનસિકતા દેશ વિરોધી છે. તેમની હિંદુ વિરોધી માનસિકતાને દેશ ક્યારેય સ્વીકારશે નહીં. હિંદુ સૌને સાથે લઈને ચાલનારો ધર્મ છે.

આ પણ વાંચો: Surat: સુરતમાં 6 માળની બિલ્ડીંગ થઈ ધરાશાયી, 7 વર્ષ પહેલાં બની હતી આ ઇમારત

આ પણ વાંચો: Gandhinagar : રાહુલ ગાંધીના પ્રવાસ સાથે રાજકીય ગરમાવો! હવે દિલીપ સંઘાણીએ આપી પ્રતિક્રિયા

આ પણ વાંચો: રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર Harsh Sanghvi ની પ્રતિક્રિયા, રથયાત્રામાં સુરક્ષા અંગે આપી માહિતી