Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad: ‘પાણી તો દુબઈ અને અમેરિકામાં પણ…’ Pre-Monsoon કામગીરીમાં તંત્ર નિષ્ફળ કે, માત્ર લૂલો બચાવ?

03:57 PM Jun 25, 2024 | VIMAL PRAJAPATI

Ahmedabad: વરસાદને લઈને અત્યારે અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હોવાની વિગતો સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં વરસાદ મુદ્દે વોટર કમિટી ચેરમેનની પ્રતિક્રિયા સામે આવી છે. નોંધનીય છે કે, વરસાદ આવતાની સાથે અનેક જગ્યાઓ પાણી પાણી થઈ હતી. જેથી તંત્રીની પ્રિ-મોન્સૂન (Pre-Monsoon) કામગીરી પર પણ સવાલો થયા હતા. જો કે, પાણી ભરાવાના ઘટનાને લઈને વોટર કમિટીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમને જણાવ્યા પ્રમાણે અમદાવાદ શહેરના મુખ્ય માર્ગ પર પાણી નિકાલ થઈ ગયો છે. આ સાથે સાથે મોટાભાગના વિસ્તારમાં પાણી નિકાલ કરવામાં આવ્યો છે.

આયોજન પ્રમાણે શહેરમાં ક્યાંય પાણી ભરાયું નથીઃ તંત્ર

વોટર કમિટીએ કહ્યું કે, પાણી ભરવાના સ્પોટ પર નક્કી કરવામાં આવ્યા હતા તે મુજબ આયોજન થયું હતું. વધુમાં કમિટીએ કહ્યું કે, ‘દુબઈ અને અમેરિકા જેવા વિસ્તારમાં પણ પાણી ભરાય છે.’ તંત્રએ કહ્યું કે, માણેકબાગ જે રોડ બેસી ગયો તેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્રનું કહેવું છે કે, આયોજન પ્રમાણે શહેરમાં ક્યાંય પાણી ભરાયું નથી. જોકે વાસ્તવિકતા આનાથી સાવ અલગ જ છે. કારણ કે, અમદાવાદમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. જો કે, તંત્રનું કહેવું છે કે, ખંભાતી કુવા બનાવ્યા હતા ત્યાં સારૂ પરિણામ મળ્યું છે. કેટલીક જગ્યાએ જ્યાં મેન હોલ સાફ ન હોય ત્યાં પાણી ભરાયાની નાની સમસ્યા હશે.

ભૂવા પડ્યાની કોઇ ફરિયાદ એઅમસીને મળી નથી

વોટર કમિટી દ્વારા વિગતો આપવમાં આવી છે કે, તંત્ર ખડેપગે છે તમામ અધિકારીઓને સ્પષ્ટ સુચનાઓ અપાઇ છે. ગટર લાઇન નંખાઈ હોય ત્યાં ડ્રાફ્ટીંગ કરાવામાં આવ્યુ છે. આ સાથે શહેરના તમામ રોડ મોટરેબલ હોવાથી કોઇ રોડનું બેરીકેટીંગ કરવામાં આવ્યું નથી. નોંધનીય છે કે, અમદાવાદમાં રોડ સેટલમેન્ટની બે થી ત્રણ ફરીયાદ મળી હતી. જો કે, ભૂવા પડ્યાની કોઇ ફરિયાદ એઅમસીને મળી નથી.

આ પણ વાંચો: Rajpipla: ખેતરમાંથી જથ્થાબંધ પાકીટ મળી આવતાં સર્જાયું કુતૂહલ, ખેડૂતો પોલીસને કરી જાણ

આ પણ વાંચો: Rain Forecast: ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ, વડોદરાથી NDRFની 7 ટીમ કરાઈ રવાના

આ પણ વાંચો: Ahmedabad: ત્રણ ઈલેક્ટ્રીક BRTS બસમાં લાગી આગ, વસ્ત્રાલના જાડેશ્વર બસ ડેપોમાં બની ઘટના