Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat: શહેરના 41 PI ની આંતરિક બદલી, રાંદેર PIની અશ્રુભીની આંખે વિદાય

08:11 AM Jun 20, 2024 | VIMAL PRAJAPATI

Surat: સુરત પોલીસ કમિશ્નરે શહેરના 41 PIની કરી આંતરિક બદલીઓ કરી દેવામાં આવી છે. જેથી સુરતના રાંદેર PIની અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી. રાંદેર પોલીસ મથકના PI અતુલ સોનારાની SOG માં બદલી કરાઈ છે. SOGનો ચાર્જ સંભાળેતે પહેલા રાંદેર પોલીસ સ્ટાફ અને સ્થાનિક લોકો, સામાજિક આગેવાનો દ્વારા ખાસ વિદાય આપવામાં આવી હતી. નોંધનીય છે કે, રાંદેર વિસ્તારમાં રહેતો ડાન્સર PI ની વિદાય સાથે ભેટીને રડી પડ્યો હતો. એક યુવક તો ડાન્સ કરી PI ને વિદાય આપતા આપતા પગ પકડી રડી પડયો હતો.

પોલીસ સ્ટેશન ખાતે PI ની વિદાયથી ભારે ભાવુક દ્રશ્યો સર્જાયા

નોંધનીય છે કે, પોલીસ સ્ટેશન ખાતે PI ની વિદાયથી ભારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ઢોલ નગારા સાથે PIને પુષ્પ વર્ષા કરી વિદાય આપી હતી. રાંદેર પોલીસ મથકના PI બન્યા બાદ સોનારાએ સ્થાનિક પ્રજામાં ખુબ જ માન સન્માન મેળવ્યું હતું. પોલીસ કામગીરી સાથે સામાજિક અને માનવતા ભર્યા અનેક કર્યો કર્યા હતા. અઢી વર્ષના સમય કાળ દરમિયાન ગુનેગારોમાં સિંઘમ અને સ્થાનિક લોકોમાં મસિહા જેવી છાપ ઉભી કરી હતી.

અઢી વર્ષના કાર્યકાળમાં ગુનેગારો માટે હતા સિંઘમ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ PI પોલીસે અનેક દુઃખી અને મુસીબતોનો સામનો કરનારની પોલીસ તરફથી મદદ કરાવી હતી. ડ્રગ્સનું એપી સેન્ટર બની રહેલા રાંદેરમાં મજબૂત ડ્રગ્સ વિરોધી મુહિમ છેડી ઉપાડી હતી. આ સાથે સાથે ડ્રગ્સ વેચનાર અને શિકાર બનનારને છોડાવી આ મુહિમમાં જોડાયા હતા. નોંધનીય છે કે, તેમની વિદાયમાં અનેક લોકો આવ્યા હતા અને ભીનિ આંખે PIને વિદાય આપી હતી. આ PI ને વિદાય આપવા માટે સ્થાનિકો મોટી સંખ્યામાં આવ્યા હત. આ PI ને આ વિસ્તારના સિંઘમ કહેવામાં આવે છે.

આ પણ વાંચો: AHMEDABAD: ક્રાઇમ બ્રાન્ચે PG અને ડોર્મેટરીનું રજીસ્ટ્રેશ શરૂ કર્યું, શહેરમાંથી 5 PG ના રજીસ્ટ્રેશન થયા

આ પણ વાંચો: Maharaj : ગુજરાત હાઈકોર્ટ ફિલ્મ નિહાળી આપશે ચુકાદો, યશરાજ ફિલ્મ-નેટફિલક્સને કરી ટકોર

આ પણ વાંચો: Idar News: ઇડર પાંજરાપોળની જમીનના ગણોતિયાઓને પુરાવા રજૂ કરવા અપાયું અલ્ટીમેટમ