Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat Farmers News: 50 મોટર ચોરનારા તસ્કરોને પકડવા ખેડૂતોએ બનાવ્યો આ પ્લાન

12:06 AM Jun 19, 2024 | Aviraj Bagda

Surat Farmers News: હાલ, સુરત જિલ્લામાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઓલપાડ તાલુકામાં તસ્કરોએ Farmers ને હેરાન પરેશાન કરી નાખ્યાં છે. ઓલપાડ તાલુકાના સાંધીયેર ગામે Farmers ના Farm માંથી મોટરોની ચોરી થઈ રહી છે. ત્યારે મોટરોની ચોરી થતાં જગતનો તાત મુશ્કેલીમાં મૂકયો છે.

  • મોટા ભાગના Farm સુધી કેનાલનું પાણી પહોચતું નથી

  • ગામની સીમમાં ઘણા સમયથી મોટર ચોરીની ઘટનાઓ બની

  • મોટર ચોરીને લઈ Farmers એ ભારે નુકશાની વેઠવી પડે છે

તો સાંધિયેર ગામે એક નહીં બે નહીં પરંતુ 50 થી વધુ મોટરોની ચોરી થતાં Farmers ની હાલત કફોડી બની છે. મહત્વનું છે કે સાંધીયેર ગામે મોટા ભાગના Farm સુધી કેનાલનું પાણી પહોચતું નથી. જેથી Farmers બોર મારફતે ચિંચાઈનું પાણી મેળવતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સાંધિયેર ગામની સીમમાં તસ્કરો દ્વારા મોટરોની ચોરી કરવામાં આવી રહી છે. જેને કારણે Farmers એ ભારે હાલાકીનો સામનો કરવાનો કરવો પડી રહ્યો છે.

Surat Farmers News

ગામની સીમમાં ઘણા સમયથી મોટર ચોરીની ઘટનાઓ બની રહી

પહેલેથી જ સાંધિયેલ ગામના Farmers અનેક મુશ્કેલીનો સામનો કરતા આવ્યા છે. ત્યારે તસ્કરોએ પણ Farmers ની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સાંધીયેર ગામની સીમમાં ઘણા સમયથી મોટર ચોરીની ઘટનાઓ બની રહી છે. જેને કારણે Farmers પણ ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઊઠયા છે. તસ્કરો Farm માંથી ફરી મોટરો નહીં ચોરી જાય તે માટે Farmers દિવસે અને રાતે ઉજાગરા કરી ફેરી ફરી રહ્યા છે.

મોટર ચોરીને લઈ Farmers એ ભારે નુકશાની વેઠવી પડે છે

વારંવાર થતી મોટર ચોરીને લઈ Farmers એ ભારે નુકશાની વેઠવી પડે છે. સમગ્ર ઘટનાને લઈ Farmers દ્વારા ઓલપાડ પોલીસ મથકે લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી તસ્કરો પોલીસ પકડથી દૂર છે, Farmers ની માંગ છે કે વહેલી તકે Farmers ની મોટર ચોરી કરતા તસ્કરોને પકડવામાં આવે જેથી કરી Farmers શાંતિપૂર્વક ખેતી કરી શકે. તો હવે જોવું એ રહ્યું કે પોલીસ તસ્કરોને પકડવામાં કેટલી સફળ રહે છે.

અહેવાલ ઉદય જાદવ

આ પણ વાંચો: Surat Municipality News: સુરતમાં પાલિકના સફાઈ કામદારોએ પાલિકાની કરી તાળાબંધી