Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Vadodara Airport ને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી

03:12 PM Jun 18, 2024 | Vipul Pandya

Vadodara Airport : વડોદરાથી ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. વડોદરા એરપોર્ટ (Vadodara Airport ) ઓથોરિટીને ધમકીભર્યો ઇમેઇલ મળતાં ખળભળાટ મચી ગયો છે. એરપોર્ટ ઓથોરિટીને બોમ્બથી એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી મળી છે. ઘટનાના પગલે વડોદરા પોલીસ અને CISFની ટીમે ચકાસણી શરુ કરી છે.

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. સુત્રોના જણાવ્યા મુજબ વડોદરા એરપોર્ટ ઓથોરિટીને આવો ધમકી ભર્યો મેઇલ મળ્યો છે જેથી વડોદરા એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરતાં તાબડતોબ પોલીસની ટીમો એરપોર્ટ પર પહોંચી છે અને ડોગસ્કવોર્ડ અને બોમ્બ સ્ક્વોર્ડની મદદથી સમગ્ર એરપોર્ટ સંકુલની ચકાસણી શરુ કરી છે. પોલીસની સાથે CISFની ટીમ પણ તપાસમાં જોડાઇ છે. વડોદરા એરપોર્ટને મળેલા ધમકી ભર્યા ઇ-મેઇલમાં, વડોદરા એરપોર્ટ પર બોમ્બ છે, તમે બધા મરી જવાના છો.. તેવો અંગ્રેજીમાં ઇ-મેઇલ મોકલવામાં આવ્યો છે.

સાયબર ક્રાઇમની તપાસ

હાલ સમગ્ર એરપોર્ટ સંકુલમાં ઉંડી ચકાસણી થઇ રહી છે. આ પ્રકારનો ધમકીભર્યો ઇમેઇલ કોણે મોકલ્યો છે તેની માહિતી હજું મળી નથી. ઉલ્લેખનિય છે કે અગાઉ દિલ્હી અને અમદાવાદમાં શાળાઓ અને મ્યુઝિયમને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકી આપનારા તત્વો અંગે પણ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરુ કરાઇ છે.

આ પણ વાંચો— વડોદરામાં પ્રવેશના મુદ્દે શરું થયું Fight for MSU આંદોલન

આ પણ વાંચો– MS University: આખરે VC પડ્યા ઘૂંટણિયે…લેવાયો આ નિર્ણય

આ પણ વાંચો— VADODARA : ટ્રાફીક પોલીસ અને RTO ની કામગીરીથી પરેશાન સ્કુલ વાન ચાલકો એકત્ર

આ પણ વાંચો– VADODARA : પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થતા આક્રોશ, ત્રણ દિવસનું અલ્ટીમેટમ