Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Junagadh: ઓઝત ડેમ-2 માંથી સિંહનો મૃતદેહ મળ્યો, શોર્ટ આપી હત્યા કરાઈ હોવાની આશંકા

09:15 AM Jun 17, 2024 | VIMAL PRAJAPATI

Junagadh: એકબાજુ રાજ્યમાં સિંહોની સંખ્યા ઘટી રહીં તો અત્યારે શંકાસ્પદમાં હાલતમાં સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે ઓઝત – 2 ડેમમાંથી સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, શોર્ટ આપી હત્યા કરવામાં આવી હોવાની આશંકા વર્તાઈ રહીં છે. નોંધનીય છે મૃતદેહને પીએમ માટે Junagadh સક્કરબાગ ઝૂ (Sakkarbagh Zoo)માં મોકલાયો છે.

ગીર પશ્ચિમ વનવિભાગનું આરોપીને પકડવા કવાયાત

મળતી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો, જૂનાગઢ નોર્મલ ડિવિઝન (Junagadh Normal Division) અને ગીર પશ્ચિમ વનવિભાગનું આરોપીને પકડવા સંયુક્ત કોમ્બીગ શરૂ થઈ ગયું છે. નોંધનીય છે કે, વિસાવદરના ઘંટીયાણ અને થુબાળાની સીમમાં તપાસ ચાલી રહી છે. આ સાથે નાની મોણપરીના યુવાન ખેડૂત મોહનીશ રવૈયાની શંકાનાં આધારે ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વનવિભાગે કોર્ટમાં રજૂ કરતા વિસાવદર કોર્ટ યુવાન ખેડૂતના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે.

સિંહના મૃતદેહને ઢસડયો હોવાનાં નિશાન પણ મળ્યા

ઉલ્લેખનીય છે કે, મોહનીશ રવૈયાની ઘંટીયાણની સીમમાં ડેમના કાંઠે જમીન આવેલી છે. જમીનના શેઢા પરથી સિંહના મૃતદેહને ઢસડયો હોવાનાં નિશાન પણ મળી આવ્યા છે. પ્રાથમિક વિગતો એવી પણ સામે આવી રહીં છે કે, અન્ય સ્થળે શોર્ટ આપી સિંહની હત્યા કરી મૃતદેહને મોહનીશના ખેતરે નાખી ગયા હોવાની આશંકા છે. હજુ મુખ્ય આરોપી સહિતનાઓને પકડવા વનવિભાગે ક્વાયત હાથ ધરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સિંહનાં શંકાસ્પદ મોતથી સિંહ પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે. નોંધનીય છે કે, એશિયામાં અત્યારે સૌથી વધારે સિંહોની સંખ્યા ગુજરાતમાં આવેલી છે. પરંતુ અત્યારે જુનાગઢમાં એક સિંહની હત્યા થઈ હોવાનું બહાર આવ્યો છે. જેથી વનપ્રેમીઓ અને વન સાથે સંકળાયેલા સિંહ પ્રેમી લોકોમાં ભારે ચિંતા વ્યાપેલી જોવા મળી રહીં છે.

આ પણ વાંચો: Rain Update: રાજ્યમાં મેઘરાજાનું આગમન, 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ

આ પણ વાંચો: Manjusar GIDC: 20 કામદારોની આંગળાઓ કપાઈ છતાં કંપની વળતર આપવા તૈયાર નથી! મામલો પોલીસ મથકે

આ પણ વાંચો: Gujarat First reality check: બાળકોને ભણવું છે પરંતુ શિક્ષકો સમયસર આવવા તૈયાર નથી! ભારતનું ભાવિ કોના ભરોસે?