Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

FIRE : અમદાવાદના દાણીલીમડામાં કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ

11:29 AM Jun 14, 2024 | Vipul Pandya

FIRE : અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં ઢોર બજાર પાસે કાપડની ફેક્ટરીમાં આગ (FIRE ) લાગી છે. આગ એટલી વિકરાળ છે કે આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 18 ગાડીઓ હાલ સ્થળ પર છે અને આગ બુઝાવાના પ્રયાસો કરાઇ રહ્યા છે.

આગે ભયંકર રુપ લેતાં આગને બુઝાવવા માટે વધુ ગાડીઓ બોલાવામાં આવી

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ઢોરબજાર પાસે કાપડની ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી છે. કાપડની ફેક્ટરી હોવાથી આગે વિકરાળ રુપ ધારણ કર્યું છે. આગની જાણ થતાં શરુઆતમાં ફાયર બ્રિગેડની 11 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને આગ બુઝાવાના પ્રયાસો શરુ કર્યા હતા. જો કે આગે ભયંકર રુપ લેતાં આગને બુઝાવવા માટે વધુ ગાડીઓ બોલાવામાં આવી છે.

70 ફાયર જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્ન

ફાયર વિભાગની ટીમો હાલ ઘટના સ્થળ પર હાજર છે અને આગ બુઝાવી રહી છે. જો કે હજું આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. ફાયર બ્રિગેડના અધિકારી ઓમ જાડેજાએ કહ્યું કે 70 ફાયર જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્ન કરાયો છે. આ સ્થળ પાસે 10 થી વધુ ગોડાઉન આવેલા છે.

પતરાના શેડ હોવાથી આગ વધુ વકરી

ફાયર અધિકારીએ કહ્યું કે પતરાના શેડ હોવાથી આગ વધુ વકરી છે અને સાંકડા રસ્તા તથા પતરાના શેડના કારણે આગ પર કાબુ મેળવવાનું અઘરુ બન્યું છે છતાં આગ બુઝાવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. તેમણે કહ્યું કે ફાયર સેફ્ટીનો અભાવ છે કે કેમ તેની પણ તપાસ કરાશે.

આ પણ વાંચો—- Rajkot : ગોંડલમાં દારૂની 110 બોટલ સાથે કારમાં નીકળેલા બે ઝબ્બે, 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો—- Suratની સ્મીમેર હોસ્પિટલનો વધુ એક વિવાદ

આ પણ વાંચો— MLA Amul Bhatt : શું ખરેખર અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત નથી ? દિગ્ગજ નેતાના પત્રથી ખળભળાટ