+

Junagadh: ‘મને લાગી ગયું હતું કે હું જુનાગઢ પાછો નહીં આવું’ સંજય સોલંકીએ શેર કર્યો વીડિયો

Sanjay Solanki: થોડા સમય પહેલા કોંગ્રેસના નેતાનું અપહરણ કરીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનું નામ સામે…

Sanjay Solanki: થોડા સમય પહેલા કોંગ્રેસના નેતાનું અપહરણ કરીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનું નામ સામે આવ્યું છે. મળતી જાણાકારી પ્રમામે ગણેશ જાડેજાએ એક કોંગ્રેસના નેતાનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. નોંધનીય છે કે, સમગ્ર મામલે એટ્રોસિટી (Atrocities Act) હેઠળ જૂનાગઢ (Junagadh) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઇ છે. હાલ કોંગ્રેસ નેતા (Congress) સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હોવાનું સામે આવ્યું છે.

અપહરણ કરીને માર માર્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી

મળતી જાણકારી પ્રમાણે કોંગ્રેસ નેતા (Sanjay Solanki)નું કહેવું છે કે, ગણેશ જાડેજા દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મને ગાડીમાં બેસાડીને બઉ માર્યો હતો. ત્યારે ગાડીમાં કોઈએ ગણેશને ફોન કર્યો અને પછી ગણેશ જાડેજા મારી જ્ઞાતિ વિશે બઉ બોલ્યો અને બાબા સાહેબ વિશે પણ બઉ બોલ્યા હતા. પછી મને આ લોકો તેમની વાડીએ લઈ ગયા અને ગાળો આપી માર્યો હતો. અહીં મારા કપડા ઉતારીને આ લોકોએ માર્યો હતો.

મને લાગી આવ્યું હતું કે, હું જુનાગઢ પાછો નહીં આવુંઃ સંજય સોલંકી

સંજય સોલંકીએ આ બાબતે એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેમણે કહ્યું કે, ‘મને લાગી આવ્યું હતું કે, હું જુનાગઢ પાછો નહીં આવું.’ વધુમાં કહ્યું કે, ‘આ લોકોએ મને બઉ માર માર્યો છે. લોંખડ અને લાકડીઓ વડે માર માર્યો હતો.’ સંજય સોલંકીએ કહ્યું કે, ‘અત્યારે આખા ગુજરાતનો દલિત સમાજ મારી સાથે છે.’

આખા ગુજરાતનો દલિત સમાજ મારી સાથે છેઃ સંજય સોલંકી

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સંજય રાજુભાઇ સોલંકી (ઉ.વ 26) જૂનાગઢના દાદાર રોડ પર રહે છે. કોરિયોગ્રાફીનો ધંધો કરે છે અને કોંગ્રેસની યુવાપાંખ NSUI સાથે પણ જોડાયેલો છે. તે જૂનાગઢમાં રાત્રે પોતાના પુત્ર સાથે પસાર થઇ રહ્યો હતો ત્યારે એક ફોર વ્હીલ અચાનક ખુબ જ જોખમી રીતે તેની પાસે આવીને ઉભી રહી હતી.

આ પણ વાંચો: જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાએ કોંગ્રેસ નેતાનું અપહરણ કરી ઢોર માર માર્યો, એટ્રોસિટી હેઠળ કેસ દાખલ

આ પણ વાંચો: CHEMICAL MANGO: કેરી એટલે મોત! રાત્રે આંબેથી ઉતરે, સવારે પાકી જાય અને બપોરે તમારા ઘરે પણ પહોંચી જાય!

આ પણ વાંચો: BHARUCH: લાખો લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી જર્જરિત, હોનારત થાય તો જવાબદાર કોણ?

Whatsapp share
facebook twitter