Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat Exit Poll: એક્ઝિટ પોલ ગુજરાતના સમીકરણ બદલશે કે યથાવત રાખશે?

10:52 PM Jun 01, 2024 | VIMAL PRAJAPATI

Gujarat Exit Poll: લોકસભા ચૂંટણીમાં તમામ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાને અત્યારે એક્ઝિટ પોલ પણ સામે આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લી બે ટર્મથી પોતાની જીત યથાવત રાખી શકી છે. પરંતુ શું આ વખતે ભારતીય જનતા પાર્ટી ત્રીજી વખત જીતીને હેટ્રિક મારી શકશે? ગુજરાતમં અત્યારે પ્રમાણે જે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે, તેમાં જોવા જઈએ તો ગુજરાત ભાજપ ત્રીજી વખત રાજ્યની દરેક 26 બેઠકો પર કબજો કરશે તેવું એક્ઝિટ પોલના આકડા કહી રહ્યા છે.

મોટા ભાગના એક્ઝિટ પોલ બીજેપીને 26માંથી 26 બેઠકો!

નોંધનીય છે કે, રાજ્યમાં અનેક એવી ઘટનાઓ બની હતી, જેના કારણે મતદાનમાં ફેરબદર થઈ હોવાના સંભાવનાઓ થઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ક્ષત્રિય આંદોલનમાં પણ ભારતીય જનતા પાર્ટીને થોડું નુકાસાન થઈ શકે તેમ હતું પરંતુ પછી મામલે થાળે પડી જવાથી સારો એવી વાપસી કરી હતી. તમને જણાવી દઇએ કે, આ વખતે ગુજરાતમાં જે આંકડા સામે આવી રહ્યા છે. જેમાં ભાજપને એકાદ બેઠક ગુમાવી પડે તેવું લાગી રહ્યું છે. જોકે, આવું દરેક એક્ઝિટ પોલમાં નથી. કારણ કે, મોટા ભાગના એક્ઝિટ પોલ બીજેપીને 26માંથી 26 બેઠકો આપી રહીં છે.

સુરત લોકસભા બેઠક તો ચૂંટણી લડ્યા વિના જ જીતી લીધી

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બીજેપીએ સુરત લોકસભા બેઠક તો ચૂંટણી લડ્યા વિના જ જીતી લીધી હતી. જેથી સુરતમાં ભાજપના ઉમેદવાદ મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ હતી. જેથી ભાજપે ગુજરાતમાં 25 બેઠકો જ જીતવાની હતી. તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં ભાજતીય જનતા પાર્ટી એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે હેટ્રિક મારી શકે છે. નોંધનીય છે કે, ભાજપને 62 ટકા મત મળવાનું અને INDIA ગઠબંધનને 30 ટકા મત મળવાની અને અન્યને 8 ટકા મત મળવાની સંભાવનાઓ એક્ઝિટ પોલમાં વ્યક્ત કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ ઉત્સાહમાં રહીં છે. આ સાથે સાથે લોકોમાં પણ મતદાનને લઈને ભારે જોશ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીને લઈને સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થયું હતું. આ સાથે સાથે લોકસભાની ચૂંટણીને લઈને 4 જૂને મતગણતરી થશે. આ દિવસે નક્કી થશે કે દેશમાં કઈ પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે?

આ પણ વાંચો: RAJASTHAN EXIT POLL: એક્ઝિટ પોલ પ્રમાણે રાજસ્થાનમાં કાયમ રહેશે ભાજપનો પરચમ

આ પણ વાંચો: Tamil Nadu Exit Poll: DMK-કોંગ્રેસનું વર્ચસ્વ ચાલુ રહેશે કે પછી NDA મારશે બાજી? જાણો શું કહે છે એક્ઝિટ પોલ…

આ પણ વાંચો:  Exit Polls: એકબાજું 400 પારનો નારો તો સામે I.N.D.I.A ને ગઢબંધનનો સહારો, જાણો કોનું શું દાવ પર લાગ્યું?