Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AHMEDABAD: મિત્રના નામે ફોન કરીને રાયપુરના યુવક પાસેથી 3.90 લાખ ખંખેરી લીધા, નોંધાઈ ફરિયાદ

09:57 AM May 31, 2024 | VIMAL PRAJAPATI

AHMEDABAD: અમદાવાદ શહેરના રાયપુર વિસ્તારમાં સોનાના દાગીના બનાવનાર વિરેન્દ્ર સોની સાથે છેતરપિંડી થઇ હોવાનું ખાડિયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાયપુર ખાતે વિરેન્દ્ર સોની ઓમ ઓર્નામેન્ટ નામની દુકાન ચાલવી રહ્યા છે. જ્યાં તેઓ અન્ય રાજ્યના વેપારીઓના પણ દાગીના બનાવી આપી તેમને વેચાણ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા વિરેન્દ્રભાઈ સોની સોનાના દાગીના આપવા માટે બેંગ્લોર તેમના ગ્રાહક લક્ષ્મીનારાયણ કલમી પાસે ગયા હતા.

મિત્રને મદદ કરવા જતા લાખો રૂપિયાના ઠગાયા

દાગીના આપવા માટે નીક્યાં હતા ત્યારે વિરેન્દ્રના ફોનમાં ફોન આવ્યો કે, ‘હું શર્માજી બોલું છુ. હું અત્યારે અમદાવાદ આવ્યો હતો પરંતુ તાત્કાલિક રાજસ્થાન જવું પડશે. કેમ કે, ત્યાં મારા ભાઈનું અકસમાત થયું છે અને તેની સાથે મારી પત્ની એકલી છે. ડોક્ટર કહી રહ્યા છે જો તેને બચાવવો હોય તો એક પગ કાપવો પડશે અને 8 લાખ રૂપિયાનો ખર્ચ થશે તમે સગવડ કરી રાખો’ ફોન પર આ તમામ વાત મારવાડી અને હિન્દી ભાષામાં ચાલી હતી. જયારે વિરેન્દ્ર સોનીનો એક મિત્ર નરેન્દ્ર શર્મા છે કે, જે મુળ રાજસ્થાનનો છે અને તે બેંગ્લોર ખાતે રહીને કામ કરી રહયો છે. આ સમગ્ર ઘટના બની તેના એક દિવસ પહેલા વિરેન્દ્ર સોનીના ફોન પર નરેન્દ્ર શર્માનો કોલ આવ્યો હતો અને તે ત્યારે તેને રૂપિયાની માંગણી કરી હતી. જેથી ત્યારે વિરેન્દ્ર સોનીને પણ એવું લાગ્યું કે શર્માજી બોલી રહ્યા છે અને તેનો ભાઈ હોસ્પિટલમાં સિરિયસ હશે જેથી તેને મદદ માટે હા કહી હતી.

ભાઈ હોસ્પિટલમાં સિરિયસ હશે જેથી તેને મદદ માટે હા કહી

ફોનમાં બોલેલો શર્મા તેની પત્નીનો નંબર આપ્યો હતો અને તેમાં ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. ગઠીયાએ વિરેન્દ્ર ભાઈને કહ્યુ હતું કે મારો મિત્ર અજય તમને જે રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરે તે તરત જ મારી પત્નીને ફોન પે મારફતે ટ્રાન્સફર કરી દેજો. વિરેન્દ્ર ભાઈના મોબાઈલમાં અજય અલગ અલગ રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાના મેસેજ આવ્યા હતા. મેસેજના આધારે વિરેન્દ્રભાઇએ ગઠીયાના સાગરીતને રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. વિરેન્દ્રભાઇના ખાતા માંથી ટ્રાન્સફર કરવાની લિમિટ પૂરી થઈ જતા તેણે પોતાની દીકરી અને વેપારી લક્ષ્મીનારાયણના ખાતામાંથી ઓનલાઇન ટ્રાન્સફર કરાવી દીધા હતા.

ગઠીયાઓ ફોન ઉપાડવાનું બંધ કરી દીધો હતો છેતરપિંડીની શંકા ગઇ

વિરેન્દ્રભાઇના મોબાઇલમાં રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનો મેસેજ આવતા જ તે ગઠીયાઓને રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા. વિરેન્દ્રભાઈએ કુલ 3.90 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ગઠીયાએ વિરેન્દ્ર ભાઈને ફોન કરીને કહ્યું હતું કે મારા મિત્રએ તમને 4 લાખ 70 હજાર રૂપિયા મોકલ્યા છે, જેમાંથી હવે તમારે 80 હજાર રૂપિયા મોકલવાના રહેશે. ગઠીયાની વાત સાંભળીને વિરેન્દ્રભાઇએ કહ્યું હતું કે, મારા બેંક એકાઉન્ટમાં કોઈ રૂપિયા આવ્યા નથી માત્ર રૂપિયા જમા થયા હોવાના મેસેજ આવ્યા છે. વિરેન્દ્રભાઇની વાત સાંભળીને ગઠીયાએ જવાબ આપ્યો હતો કે બેંકનું સર્વર ડાઉન હશે એટલે રૂપિયા જમા થયા નહીં હોય થોડા સમયમાં જમા થઈ જશે. વિરેન્દ્રભાઇના ખાતામાં રૂપિયા જમા નથી થતા તેમને શંકા ગઇ હતી અને શર્માજીના નામ પર ફોન કરનાર ગઠીયાઓને ફોન કર્યો હતો. ગઠીયાઓ ફોન ઉપાડવાનું બંધ કરી દીધો હતો જેથી વિરેન્દ્રભાઇને છેતરપિંડી થઈ હોવાની શંકા ગઇ હતી. વિરેન્દ્રભાઇએ આ મામલે ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

અહેવાલ: પ્રદિપ કચિયા, અમદાવાદ

આ પણ વાંચો: AMIT SHAH: આજે કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહ આવશે રાજકોટ, અધિકારીઓ સાથે કરશે ટૂંકી બેઠક

આ પણ વાંચો: BHARUCH: લ્યો બોલો! ભરૂચની સરકારી કચેરીઓમાં ફાયર એક્સટિંગ્યુશર બોટલો રીન્યુ જ નથી કરાઈ

આ પણ વાંચો: GUJARAT: રાજ્યમાં 25 થી 30 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુકાશે, ગરમીથી મળશે આંશિક રાહત