+

Sports Club of Gujarat માં 10 કરોડનું કૌંભાંડ! સાત વર્ષે પણ પૈસા પરત નથી અપાયા

Sports Club of Gujarat: અમદાવાદના સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત નવરંગપુરા ખાતે આવેલા સ્પોર્ટ્સ ક્લબનો વિવાદ સામે આવ્યો છે. સ્પોર્ટ્સ ક્લબના મેમ્બરો દ્વારા ક્લબ સામે હિત રક્ષક સમિતિ બનાવી વિરોધ કરવામાં…

Sports Club of Gujarat: અમદાવાદના સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત નવરંગપુરા ખાતે આવેલા સ્પોર્ટ્સ ક્લબનો વિવાદ સામે આવ્યો છે. સ્પોર્ટ્સ ક્લબના મેમ્બરો દ્વારા ક્લબ સામે હિત રક્ષક સમિતિ બનાવી વિરોધ કરવામાં આવ્યો. 8500 સભ્યો ધરાવતી આ ક્લબમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ સર્વિસ ટેક્સ રાજ્ય સરકારે તમામ કલબને પરત કરવાનો રહેશે તેવો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. તેને લઈને સરકારે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાતને આશરે 10 કરોડ જેટલી રકમ પરત આપી હતી.

ક્લબની મેમ્બરશીપમાંથી કાઢી મુકવાની પણ ધમકી

નોંધનીય છે કે, આદેશ બાદ આ ક્લબના વહીવટ કર્તાઓ દ્વારા સાત વર્ષ વિત્યાં છતાં હજુ સુધી કોઈપણ મેમ્બરને પૈસા પરત આપવામાં આવ્યા નથી. કોઈપણ જાતનો પ્રશ્ન વહીવટ કર્તાને પૂછવામાં આવે તો તેને ક્લબની મેમ્બરશીપમાંથી કાઢી મુકવાની પણ ધમકી આપવામાં આવે છે. નોંધનીય છે કે, આ વહીવટ કર્તાઓની ખુલ્લી દાદાગીરી છે. કારણ કે,પૈસા પર કરવા મામે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે અને વહીવટ કર્તાઓ સુપ્રીમ કોર્ટના આદેશનું પણ ઉલંઘન કર્યું છે.

તમામ મેમ્બરોને પોતાના પૈસા પરત મળે તેવી માગ કરવામાં આવી

સમગ્ર મુદ્દે હિત રક્ષક સમિતિનાં સભ્ય રાજેશ બ્રહ્મભટ્ટ જણાવ્યું હતું કે, ‘અમે ક્લબ મેમ્બર હિત રક્ષક સમિતિનું ગઠન કરીને તમામ મેમ્બરોને પોતાના પૈસા પરત મળે તેવી માંગ કરીએ છીએ. આ સમગ્ર બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ઘટના અંગે પણ જાણ કરવામાં આવી.’ હિત રક્ષક સમિતિ આરોપ લગાવે છે કે, જે ક્લબના હોદ્દેદારો છે તેમના દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. જો તે પૈસા મેમ્બરોને આપવામાં ના આવે તો સરકારમાં પરત જમા કરાવવાની પણ માંગ હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવી છે. આ ગામમાં દિવસોમાં પૈસા પરતની આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અને કાયદાકીય લડત લડવા તેઓએ તૈયારી દર્શાવવી છે.

અહેવાલઃ કલ્પીન ત્રિવેદી – અમદાવાદ

આ પણ વાંચો: આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફંકાશે, હવામાન વિભાગે કરી આગાહી

આ પણ વાંચો: Ahmedabad: ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા, મે મહિનામાં ઇમરજન્સી 108 કેસમાં 130% નો વધારો

આ પણ વાંચો:  અગ્નિકાંડ અંગે ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટા સમાચાર, SITએ કર્યા 3 મહત્વના અવલોકન

Whatsapp share
facebook twitter