Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat: ગરમીથી રાહતને લઈને હવામાન વિભાગે આપ્યા મોટા સમાચાર, આ વર્ષે 106% વરસાદની આગાહી

02:21 PM May 30, 2024 | VIMAL PRAJAPATI

Meteorological Department, Gujarat: રાજ્યમાં ગરમીથી રાહત મળવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હાલ ગરમીને લઇ કોઈ અલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું નથી. રાજ્ય તરફ ભારે પવનો આવતા તાપમાન ઘટશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમથી પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થશે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે તેવી સંભાવના હવામાન વિભાગ એ વ્યક્તિ કરી છે. ભારે પવન ફૂંકાવવાના કારણે માછીમારોને દરોયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

આજે અમદાવાદમાં 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું જયારે ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ઉપરાંત 25 – 30 km ની ઝડપે પવન ફૂંકાશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાથે સાથે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયામાં ડીપ સ્ટીપ પ્રેસર ગ્રેડિયન્ટ બનતા દરિયામાં પવનની ગતિવિધિ વધી છે તેને લઈને દરિયામાટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યો છે.

ચોમાસા અંગે હવામાન વિભાગનું પૂર્વાનુમાન

આ વર્ષે દેશમાં 106 ટકા વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ એ વ્યક્ત કરી છે. ગુજરાત (Gujarat)માં પણ સામાન્ય કરતા વધુ વરસાદ થશે અને ગુજરાત (Gujarat)માં પણ 106 ટકા જેટલો વરસાદ પડી શકે છે કેવું હવામાન વિભાગે જણાવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી હિટ વેબનું ગુજરાતવાસીઓ સામનો કરી રહ્યા હતા ત્યારે તેમાં મહદંશે રાહત મળી છે અને હજુ પણ ગરમીમાં ઘટાડો થઈ શકે છે સાથે સાથે આવડશે વરસાદ પણ સારો રહેશે સો ટકા ઉપરાંત 106 ટકા સુધી રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તેથી ખેડૂતો માટે પણ સારા સમાચાર કહી શકાય.

દરિયા કિનારા સહિતના પર્યટન સ્થળોને બંધ કરવાનો આદેશ

હવામાન વિભાગ દ્વારા દરિયા કિનારે ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવનાને પગલે નવસારી જિલ્લા કલેકટર દ્વારા દાંડી અને ઉભરાટના દરિયો સહિતના પર્યટન સ્થળોને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. જેથી સાવચેતીના ભાગરૂપે નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે.

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો: અગ્નિકાંડ અંગે ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટા સમાચાર, SITએ કર્યા 3 મહત્વના અવલોકન

આ પણ વાંચો:  Rajkot TRP Gamezone : દૂર્ઘટનાના 27 મૃતકની DNAના આધારે ઓળખ કરાઇ

આ પણ વાંચો:  Amreli: તપાસે ખોલી તંત્રની પોલ, એક પણ સરકારી કચેરીઓમાં નથી ફાયર સેફ્ટીની સુવિધા