Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gamezone fire incident : આજે 4 IPS અને IAS ની ઉંડી પુછપરછ થશે

08:18 AM May 30, 2024 | Vipul Pandya

Gamezone fire incident : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Gamezone fire incident) માં તપાસ તેજ બની છે. હવે રાજકોટના અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવા સંકેત મળી રહ્યા છે. આગની ઘટના સમયે રાજકોટ શહેરમાં ફરજ બજાવતાં 3 IPS અને 1 IAS અધિકારીઓની આજે પૂછપરછ થશે. રાજ્યના પોલીસવડાએ આજે આ અધિકારીઓને ગાંધીનગર બોલાવ્યા છે. ઉપરાંત રાજ્યની સીઆઇડી ક્રાઇમ દ્વારા પણ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને સીઆઇડી ક્રાઇમ દ્વારા રાજકોટ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરને પણ ગાંધીનગર બોલાવ્યા છે.

ટ્રાન્સફર અધિકારીઓને DGPનું તેડું

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ટ્રાન્સફર કરાયેલા અધિકારીઓને હવે DGPનું તેડું આવ્યું છે. બદલી કરાયેલા IAS આનંદ પટેલ અને ત્રણ IPS રાજુ ભાર્ગવ, વિધિ ચૌધરી અને સુધીરકુમાર દેસાઈની આજે પૂછપરછ કરાશે. રાજ્યના DGP વિકાસ સહાય આ ચારેય અધિકારીઓની પૂછપરછ કરશે. પૂછપરછ માટે ખાસ પ્રશ્નો પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ અધિકારીઓ ઘટના સમયે રાજકોટ શહેરમાં ફરજ બજાવતાં હતા. ગેમઝોનને મંજૂરી આપવાના મુદ્દે તેમની પૂછપરછ થઇ શકે છે.

ફાયર ઓફિસર આઈ.વી.ખેરને સમન્સ મોકલાયું

ઉપરાંત રાજકોટ TRP અગ્નિકાંડમાં CID ક્રાઈમ દ્વારા પણ ઉંડી તપાસ શરુ કરી દેવાઇ છે. CID ક્રાઈમ દ્વારા રાજકોટ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેરને સમન્સ મોકલાયું છે. ખેરને સવારે 10.30 કલાકે ગાંધીનગર CID ક્રાઈમ ઓફિસે હાજર રહેવા સમન્સ આપવામાં આવ્યું છે. ફાયર એનઓસી મુદ્દે તેમની પૂછપરછ થઇ શકે છે.

અમિત શાહની મુલાકાત બાદ કડક કાર્યવાહીના સંકેત

બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવતીકાલે રાજકોટ આવશે અને રાજકોટ અગ્નિકાંડને લઈ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. કોની બેદરકારીથી આ કાંડ સર્જાયો અને ઘટના માટે કોણ કોણ જવાબદાર છે તેની પણ તેઓ માહિતી મેળવશે, ઉપરાંત તેઓ
મૃતકોના પરિવાર સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીની આ મુલાકાત બાદ અધિકારીઓ સામે મોટી કાર્યવાહીના સંકેત મળી રહ્યા છે.

આ પણ વાંચો— Rajkot GameZone Tragedy : આ 13 અધિકારીઓ સામે ફરિયાદ નોંધવા અરજી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું મોટું નિવેદન

આ પણ વાંચો– Rajkot Tragedy : રૂ. 75 હજારના પગારદાર પાસે છે એટલી સંપત્તિ કે જાણી આંખો ફાટી જશે!