+

રાજકોટ અગ્નિકાંડનો મુખ્ય આરોપી પ્રકાશ ભેદી રીતે ગાયબ કે ખુદ જ ભોગ બન્યો ?

Rajkot fire incident : રાજકોટ અગ્નિકાંડ ( Rajkot fire incident) નો એક ફરાર આરોપી પ્રકાશ જૈન ઉર્ફે પ્રકાશ હિરણ જ ગેમઝોન પાછળનો માસ્ટરમાઇન્ડ હોવાનો ઘટસ્ફોટ થયો છે. પ્રકાશ જૈન રાજકોટના…

Rajkot fire incident : રાજકોટ અગ્નિકાંડ ( Rajkot fire incident) નો એક ફરાર આરોપી પ્રકાશ જૈન ઉર્ફે પ્રકાશ હિરણ જ ગેમઝોન પાછળનો માસ્ટરમાઇન્ડ હોવાનો ઘટસ્ફોટ થયો છે. પ્રકાશ જૈન રાજકોટના કાલાવડ રોડ પર પ્રદ્ય્યુમ્ન રોયલ હાઇટ્સમાં રહે છે. કરોડો રુપિયાના ફ્લેટમાં રહેતા પ્રકાશ જૈન અને ધવલ ઠક્કરે આ ગેમઝોન શરુ કર્યું હતું. જો કે ઘટના બાદ પ્રકાશ જૈન ઉર્ફે પ્રકાશ હિરણ શંકાસ્પદ રીતે ગાયબ છે.

તેના સ્વજનો પોલીસ પાસે પહોંચ્યા

પ્રકાશ હિરણ ઘટના બાદ ગાયબ છે. તેના ભાઇ જીતેન્દ્રએ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો છે. ઘટના બાદ 48 કલાક પછી પણ પ્રકાશનો કોઇ સંપર્ક ના થતાં તેના સ્વજનો પોલીસ પાસે પહોંચ્યા છે . પ્રકાશના સ્વજનોને આશંકા છે કે પ્રકાશ પણ આ દુર્ઘટનામાં ભોગ બન્યો છે. જો કે પ્રકાશના સ્વજનોએ ડીએનએ સેમ્પલ આપ્યા નથી.

ભાઇ જીતેન્દ્ર હિરણે તાલુકા પોલીસને અરજી કરી

પ્રકાશના વડોદરામાં રહેતા ભાઇ જીતેન્દ્ર હિરણે તાલુકા પોલીસને જે અરજી કરી છે તેમાં જણાવાયું છે કે મારો ભાઇ પ્રકાશ ટીઆરપી ગેમ ઝોન સાથે સંકળાયેલો છે અને અકસ્માત થયો ત્યારે તે અંદર જ હતો. અકસ્માત બાદ તેનો મારી કે તેની પત્ની સહિતના સગાઓ સાથે કોઇ પણ જાતનો સંપર્ક થયો નથી. તેની ગાડી પણ ગેમઝોન પાસે જ પડી છે. ઘટના પછી તેના બધા જ કોન્ટેક્ટ બંધ આવે છે જેથી તેની શોધખોળ કરવા કાર્યવાહી કરશો

ગેમઝોનમાં પ્રકાશ હિરણ અને ધવલ ઠક્કર માસ્ટર માઇન્ડ

પ્રકાશ મુળ રાજસ્થાનનો છે અને 4 વર્ષથી તે રાજકોટમાં રહેતો હતો. ભલે ગેમઝોનનું સંચાલન ધવલ કોર્પોરેશન દ્વારા થતું હોય પણ ગેમઝોનમાં પ્રકાશ હિરણ અને ધવલ ઠક્કર માસ્ટર માઇન્ડ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 5થી 6 કરોડના ખર્ચે આ ગેમ ઝોન ઉભુ કરાયું હતું. ગેમઝોનમાં ધવલ ઠક્કર, અશોકસિંહ જાડેજા સહિતના લોકોની 15 ટકા પાર્ટનરશીપ હતી પણ પ્રકાશ હિરણની સૌથી વધુ ભાગીદારી હતી.

અધિકારીઓની વાયરલ તસવીરમાં પ્રકાશ પણ

જે અધિકારીઓએ ગેમ ઝોનની મજા માણી હતી તેની તસવીર વાયરલ થઇ છે જેમાં પણ તત્કાલીન કલ્કેટર અરુણ મહેશ બાબુ અને તત્કાલીન ડીસીપી ઝોન-1 પ્રવીણ મીણા, તત્કાલીન એસપી બલરામ મીણા અને તત્કાલીન મનપા કમિશનર અમિત અરોરા સાથે પ્રકાશ હિરણ દેખાય છે.

આ પણ વાંચો- Rajkot Game Zone Tragedy : વધુ એક આરોપી ઝડપાયો, ઘટના સમયથી હતો ફરાર

આ પણ વાંચો— Bharuch : Gujarat First નું મોટું ઓપરેશન…વોટર પાર્કમાં ચાલતું ધુપ્પલ જાણશો તો ચોંકી જશો!

Whatsapp share
facebook twitter