+

સદગમય મિત્રો દ્વારા SABARMATI CALLING અભિયાન અંતર્ગત સ્વચ્છતા મેગા ડ્રાઈવ 14.O યોજાઈ

SABARMATI CALLING : આજરોજ સદગમય મિત્રો દ્વારા “SABARMATI CALLING” અભિયાન અંતર્ગત સ્વચ્છતા મેગાડ્રાઇવ- 14નું આયોજન સાબરમતી નદીના કિનારે, ધોળેશ્વર બ્રિજ ખાતે કરવામાં આવ્યું. આ કાર્યમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ગીર ફાઉન્ડેશન…

SABARMATI CALLING : આજરોજ સદગમય મિત્રો દ્વારા “SABARMATI CALLING” અભિયાન અંતર્ગત સ્વચ્છતા મેગાડ્રાઇવ- 14નું આયોજન સાબરમતી નદીના કિનારે, ધોળેશ્વર બ્રિજ ખાતે કરવામાં આવ્યું. આ કાર્યમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ગીર ફાઉન્ડેશન અને નેચર ફર્સ્ટના લોકો સહયોગી બન્યા હતા. આ મેગા ડ્રાઈવમાં ૧૧૦ જેટલા લોકો જોડાયા હતા. જેમાં 7 વર્ષમાં બાળકથી માંડીને 75 વર્ષના વડીલ જોડાયા હતા. આ અભિયાનમાં ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રી હસમુખભાઈ પટેલ (આઈ.પી.એસ) જોડાઈને સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ ડ્રાઇવ દરમ્યાન બે ટ્રેક્ટર ભરીને પ્લાસ્ટિક સહિતનો વેસ્ટ કલેક્ટ કરવામાં આવ્યો. જેને ગાંધીનગર મહાનગર પાલિકાના સેનેટરી વિભાગના વડા સંદીપસિંહ ગોહેલ દ્વારા યોગ્ય સ્થાને વ્યવસ્થાપિત કર્યો. ગીર ફાઉન્ડેશન વતી શ્રી આલાપભાઈ દ્વારા બાયોડાયવર્સિટી દિવસ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમમાં સદગમયના કાર્યકર્તાઓ દ્વારા સ્વચ્છતાના શપથ લઇ પ્લાસ્ટિકના શક્ય એટલા ઓછા ઉપયોગ માટે કટિબદ્ધ થયા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સદગમય મિત્રો દ્વારા છેલ્લા 2 વર્ષથી સાબરમતી નદીના કિનારે પ્લાસ્ટિક કચરો એકત્ર કરીને ગાંધીનગર મહાનગરપાલિકામાં યોગ્ય સ્થાને જમા કરાવે છે. આ ઉપરાંત ચોમાસાના સમય દરમિયાન વૃક્ષારોપણ પણ કરવામાં આવે છે અને નેચર વોક કરીને બાળકો સહિત યુવાનોને પ્રકૃતિ વિશે માહિતગાર કરવામાં આવે છે.

આ પણ વાંચો : Dahod: લગ્ન પૂર્ણ કરી પરત ફરત જાનમાંથી દુલ્હનનું અપહરણ..!

આ પણ વાંચો : BJP : રજૂઆત કરો પણ લેટર વાયરલ……!

આ પણ વાંચો : Gir Somnath : સ્વામિનારાયણ ગુરુકુળમાં બ્રેઇનવોશ મામલે વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ, વાલીનું પણ લેવાશે નિવેદન

Whatsapp share
facebook twitter