Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AMBAJI : ત્રીજા નોરતે ખાસ જવેરા આરતીમાં ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર

05:11 PM Apr 11, 2024 | Harsh Bhatt

9 એપ્રિલ થી દેશભરમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ( AMBAJI ) ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે.અંબાજી ( AMBAJI ) મંદિરમાં ભક્તો બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે માતાજીની ભક્તિ કરતા જોવા મળ્યા હતા.ચૈત્રી નવરાત્રીના ત્રીજા દિવસે પણ ભકતો વહેલી સવારથી જ માતાજીની મંગળા આરતીમાં જોડાયા હતા. લાંબી લાંબી લાઈનો મંદિરમાં જોવા મળી હતી.અંબાજી મંદિરમા ચૈત્રી નવરાત્રી દરમિયાન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

સાંજના સમયે અંબાજી ( AMBAJI ) મંદિરનો નજારો સુંદર જોવા મળે છે. મંદિરના ચાચર ચોકમાં ભક્તો બેસીને માની ભક્તિ કરતા અને માં ની આરાધના કરતા જોવા મળે છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન અલગ અલગ ગામ અને શહેરોથી ભક્તો શક્તિપીઠના દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે સમગ્ર મંદિર પરિસર મા ની ભક્તિથી ગુંજી ઉઠતુ હોય છે. અંબાજી ( AMBAJI ) મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી પર્વમાં મંદિરના શિખરથી ચાચર ચોક સુધી અલગ અલગ પ્રકારની કલરિંગ લાઇટો લગાવવામાં આવી છે,જેનાથી મંદિરનો નજારો સુંદર જોવા મળી રહ્યો છે.

ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે નવરાત્રી પર્વમાં અંબાજી મંદિર માં વહેલી સવારે બીજથી આઠમ સુધી બે મંગળા આરતી કરવામાં આવે છે. એક આરતી ગર્ભગૃહની અંદર જ્યારે બીજી આરતી ઘટસ્થાપન કર્યું તે જગ્યા ઉપર જવેરાની આરતી ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવે છે.

અહેવાલ : શક્તિસિંહ રાજપુત

આ પણ વાંચો : VADODARA : 10 હજાર વિદ્યાર્થીઓની માનવ સાંકળ મતદાન જાગૃતિનો સંદેશ આપશે