AMBAJI ANU MALIK DARSHAN : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ( AMBAJI ) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી ( AMBAJI ) દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય ઓળખાય છે. અંબાજી ( AMBAJI ) મંદિરમાં નવરાત્રી પર્વમાં માઇ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે ભક્તોની સાથે સાથે વીઆઈપી પણ માતાજીના દર્શન કરવા આવતા હોય છે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી, ત્યારે ઘટ સ્થાપના કર્યા બાદ દૂર દૂરથી ભક્તો માતાજીના આશીર્વાદ લેવા માટે મંદિર પરિસરમાં આવ્યા હતા.
અંબાજી ( AMBAJI ) મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં ગુજરાત રાજસ્થાન સરહદ પાસે પહાડોમાં આવેલું શક્તિપીઠ છે. અંબાજી ( AMBAJI ) પાસે મા અંબાનું મૂળ સ્થાનક ગબ્બર પહાડ પણ આવેલો છે, જ્યાં અખંડ જ્યોતના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવતા હોય છે. અંબાજી મંદિરના સામે જ ત્રણ કિલોમીટર દૂર મા અંબાનું મૂળ સ્થાનક આવેલું છે. અહીં રોપવેની પણ વ્યવસ્થા છે સાથે સાથે ભક્તો ચાલતા પણ દર્શન કરવા જઈ શકે છે ,ત્યારે અંબાજી આવતા ભક્તો ગબ્બર ખાતે અચુક દર્શન કરવા જાય છે.
નવરાત્રિના પ્રથમ દિવસે અંબાજી મંદિર ખાતે બોલીવુડના જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર અન્નુ મલિક માતાજીના મંદિરમાં દર્શન કર્યા હતા. અંબાજી મંદિરમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરના પણ તેમને દર્શન કર્યા હતા અને માતાજીની ગાદીના પણ દર્શન કર્યા બાદ તેઓ ગબ્બર ખાતે અખંડ જ્યોતના દર્શન કરવા પહોંચ્યા હતા. બાજીગર, અકેલે હમ અકેલે તુમ ,ઓઝાર , મર્ડર સહિત ઘણી ફિલ્મોમા સંગીત આપ્યું છે અને ગીત પણ ગાયું છે.
અહેવાલ : શક્તિસિંહ રાજપુત
આ પણ વાંચો : Bomb Blast Email: દેશમાં વિવિધ 52 સ્થળો પર બોમ્બ બ્લાસ્ટ કરવાનો ઈમેઈલ, સુરત શહેર આતંકી સંકજામાં