Ambalal Patel Prediction : આ વર્ષે માર્ચ મહિનાથી જ ગરમીનો પ્રકોપ (heat wave) શરૂ થઇ ગયો છે. ગુજરાત સહિત દેશભરમાં આ વર્ષે આકરી ગરમી પડવાની સંભાવનાઓની પહેલા જ આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વચ્ચે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે (Meteorologist Ambalal Patel) એક મહત્વની આગાહી કરી છે. તેમણે કમોસમી વરસાદ (Unseasonal Rains) ની આગાહી કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં કેટલીક જગ્યાએ વાદળછાયુ વાતાવરણ (Cloudy Weather) રહેવાની તો કેટલીક જગ્યાએ માવઠું થવાની આગાહી કરી છે. વધુમાં તેમણે કહ્યું છે કે, આગામી 7 મી તારીખ સુધી ભારે પવન (heavy winds) ની શક્યતાઓ છે.
એપ્રિલ મહિનામાં હવામાનમાં મોટો પલટો થવાની શક્યતા
છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધ્યું છે. ત્યારે અંબાલાલ પટેલે (Ambalal Patel) એક આગાહી કરી સૌ કોઇને ચોંકાવી દીધા છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે, ચાલુ મહિનામાં રાજ્યમાં ભારે પવનની શક્યતાઓ છે. આ સાથે તેમણે આગામી સમયમાં કમોસમી હળવા વરસાદની પણ આગાહી કરી છે. એપ્રિલ મહિનાની 12 તારીખથી 18 સુધી પંચમહાલ, સાબરકાંઠા અને અમદાવાદમાં માવઠાની આગાહી છે. અંબાલાલ પટેલે (Ambalal Patel) જણાવ્યું કે, સુરત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની (Ambalal Patel predicts) શક્યતા છે. રાજ્યના ઘણા ભાગોમાં ક્યાંક વરસાદ તો ક્યાંક પવન તો ક્યાંક છાંટા થવાની શક્યતા દેખાઈ રહી છે. જ્યારે 20મી એપ્રિલથી ગરમીની શરૂઆત થશે. સાથે જ અંબાલાલ પટેલે (Ambalal Patel) કહ્યું કે, એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણ પણ વધારો થશે. 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. તેમણે આગળ કહ્યું કે, ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરમીનો પારો 40 ને પાર પહોંચી શકે છે.
ભારતના ઘણા ભાગોમાં આકરી ગરમી પડશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એપ્રિલ અને જૂન મહિના દરમિયાન પશ્ચિમ હિમાલય પ્રદેશ, પૂર્વોત્તર રાજ્યો અને ઉત્તર ઓડિશાના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે. એપ્રિલમાં દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે, મધ્ય દક્ષિણ ભારતમાં આની વધુ સંભાવના છે.
આ પણ વાંચો – Gujarat: સાવધાન! અંગ દઝાવતી ગરમી માટે થઇ જાઓ તૈયાર, હવામના વિભાગે કરી મોટી આગાહી…
આ પણ વાંચો – દિવસે અંગ દઝાડતી ગરમી, રાત્રે પણ વધ્યો ગરમીનો કહેર
આ પણ વાંચો – રાજ્યમાં આગામી દિવસોમાં વધશે ગરમી, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી