Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IDAR : માથાસુર ગામના શિક્ષકે દારૂડિયાઓના ત્રાસથી લીધું પોલીસનુ શરણ

10:28 PM Apr 01, 2024 | Harsh Bhatt
IDAR તાલુકાના માથાસુર ગામે રહેતા શિક્ષક દંપતિએ છેલ્લા કેટલાક સમયથી કેટલાક દારૂડિયાઓ દ્વારા વારંવાર હેરાનગતિ કરીને માનસિક ત્રાસને કારણે આ શિક્ષક દંપતિ ભયના ઓથાર નીચે જીવી રહયો છે ત્યારે આ શિક્ષકે દારૂડિયાના ત્રાસથી બચવા માટે તાજેતરમાં IDAR પોલીસ સ્ટેશનમાં તથા જિલ્લા પોલીસવડાને લેખિત રજુઆત કરી દારૂડિયા વિરૂધ્ધ ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ માથાસૂર ગામે રહેતા ડાભી સંજયભાઈ લલ્લુભાઈ અને તેમના પત્ની બન્ને શિક્ષકની નોકરી કરે છે અને તેમને પરીવારમાં એક સંતાન છે આ શિક્ષક દંપતિ જયારે નોકરી કરવા જાય છે ત્યારે તેમના ઘરમાં તેમનો પુત્ર એકલો હોય છે જયાં માથાસુર ગામે રહેતો એક શખ્સ અવાર નવાર દારૂનો નશો કરીને શિક્ષક દપંતિના ઘર આગળ આવી ધાંધલ ધમાલ કરીને દેકારો મચાવે છે જો કોઈ તેને કહેવા જાય તો બિભત્સ ગાળો બોલવાનું શરૂ કરી દે છે.
એટલુ જ નહીં પણ દારૂના નશામાં આ શખ્સ હુમલો કરવાના આશયથી પથ્થર મારો કરતો હોવાનો લેખિત ફરીયાદમાં જણાવાયું છે. દરમ્યાન ધુળેટીના દિવસે રાત્રે આ દારૂડિયાએ ગામમાં ભય ફેલાવવાના આશયથી અમે બહાદુર છીએ તેવુ બોલી ધાક જમાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ લેખિત રજુઆતમાં કરાયો છે.
રજુઆતમાં જણાવાયા મુજબ કચરાભાઈ કાળાભાઈ નામનો શખ્સ અર્ધનગ્ન હાલતમાં હથિયારો સાથે નિકળી પડે છે જેના લીધે થોડાક સમય અગાઉ આ દારૂડિયાએ એક ઘર પર પથ્થરમારો કર્યો હતો અને ગીલોલની મદદથી એક બાળક પર પથ્થર છોડયો હતો. જો તેને કોઈ કહેવા જાય તો કહેનાર પર હુમલો કરે છે આ દારૂડિયાને ગામના જ તેમના કેટલાક સ્નેહિજનોએ ઉપરાણું લઈને આ માથાભારે શખ્સે પ્રોત્સાહિત કરતા હોવાનું ગામમાં ચર્ચાઈ રહયુ છે. જે અંગે શિક્ષક દંપતિએ તાજેતરમાં ઈડર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હોવાનું જણાયા બાદ દારૂડિયાના પરિવારજનોએ ધમકી આપીને પોલીસ કેસ પાછો ખેંચી લેવા દબાણ કર્યુ હતુ.
અહેવાલ  – યશ ઉપાધ્યાય