Aravalli : આજે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day) છે ત્યારે ગુજરાત રાજ્યમાં એકમાત્ર અરવલ્લી (Aravalli) જિલ્લો એવો છે કે જેના તમામ સર્વોચ્ચ સ્થાને મહિલાઓ બિરાજે છે….કલેકટર,જિલ્લા પોલીસ વડા,જિલ્લા ન્યાયાધીશ,જિલ્લા પંચાયત પ્રમુખ જેવા મોટા હોદ્દાઓ પર મહિલાઓ સત્તા પર છે. સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનો મોટું ઉદાહરણ અરવલ્લી જિલ્લો બન્યો છે.
એ એન અંજારિયા-પ્રિન્સિપાલ જજ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દેશ અને દુનિયામાં મહિલાઓ પુરુષ સમોવડી બની મજબૂત સ્થિતિમાં છે તેનું ઉત્તમ ઉદાહરણ રાજ્યના ઉત્તર ગુજરાતના મહત્વના જિલ્લા અરવલ્લીમાં જોવા મળે છે. આ ગુજરાતનો એક એવો જિલ્લો કે જ્યાં તમામ સર્વોચ્ચ હોદ્દાઓ પાર મહિલાઓ સત્તા પર છે અને જિલ્લાનું શાસન કરે છે. ઘરમાં તો મહિલાઓનું રાજ હોય છે તેમ કહેવાય છે પણ હવે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી છે અને અરવલ્લી જિલ્લામાં મહિલા રાજ જોવા મળે છે અને ત્યારે જ સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઇ રહી છે તે પ્રતીતી થાય છે
પ્રશસ્તિ પારિક – જિલ્લા કલેકટર અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં શાસન,સુરક્ષા, ન્યાય અને ગ્રામીણ વિકાસની દિશા બતાવનાર તમામ મહિલાઓ છે, જે સમગ્ર રાજ્યમાં સ્ત્રી સશક્તિકરણનું સૌથી મોટું ઉદાહરણ બન્યું છે. અરવલ્લી જિલ્લાનું શાસન સંભાળતા જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિક,સુરક્ષાના સુકાની જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ, જિલ્લાના પ્રિન્સિપાલ જજ એ એન અંજારિયા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર આખા જિલ્લાની જવાબદારી સંભાળે છે.
શૈફાલી બરવાલ – એસ પી અરવલ્લી
આ તમામ ચહેરાઓ જિલ્લાનું સુકાન કરે છે. આ જિલ્લો રાજ્યનો આંતરરાજ્ય બોર્ડરનો જિલ્લો છે. જિલ્લાના વિકાસના પ્રશ્નો સાથે જિલ્લામાં ન્યાયના પ્રશ્નો તમામ બાબતો મહિલાઓના શિરે જોવા મળી રહી છે. મહિલાઓ કોઇપણ ખચકાટ વગર પોતાની જવાબદારી સુપેરે નિભાવી રહી છે.
પ્રિયંકા બેન ડામોર – પ્રમુખ, અરવલ્લી જિલ્લા પંચાયત
વિશ્વ મહિલા આતરરાષ્ટ્રીય દિવસ ઉજવી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લો મહિલાના શાસનમાં અવ્વલ જોવા મળી રહયો છે..એસપી શૈફાલી બરવાલએ મહિલાઓને તમામ ક્ષેત્રે નીડર થઇ ખુદથી સક્ષમ થવા આગળ વધવાની અપીલ કરી હતી..સાથે જ મહિલાઓ કોઈ પણ બાબતમાં પાછળ નથી તેવું પણ જણાવ્યું હતું…જિલ્લા કલેકટરે આજના દિવસે સામાજિક અપીલ કરતા જણાવ્યું કે જેમ વડીલો આશીર્વાદ આપે છે કે પુત્રવાન ભવઃ પણ હવે એવું નહિ પુત્રવતી ભવઃ એવો આશીર્વાદ આપવો જોઈએ.પુત્રીઓને શિક્ષણમાં આગળ લાવવાની જરૂર છે કારણ કે જવાબદારી,શાસનમાં સ્ત્રીઓની ભાગીદારી વધી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાને રાજ્યમાં વિકાસની ગતિમાં આગળ રાખવા આ ટીમ અરવલ્લી મજબૂતાઈથી આગળ વધી રહી છે…
ઇનપુટ—વિપુલ રાણા, અરવલ્લી
આ પણ વાંચો— Women’s Day Special : સુરતના આ ST બસ મહિલા કંડક્ટરના સંઘર્ષ વિશે જાણી તમારા પણ રૂંવાડા ઊભા થઈ જશે!
આ પણ વાંચો——Women’s Day Special Story : આત્મનિર્ભર બની આ મહિલાએ સાબિત કર્યું તે અબળા નથી પરંતુ સબળા છે
આ પણ વાંચો—- World Women’s Day: આ મહિલા માટે પશુપાલનનો વ્યવસાય બન્યો ધિકતી કમાણીનું સાધન