+

Ambaji : ગરીબ પરિવારોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દ્વારા વિના મૂલ્યે અપાયા ગેસ કનેક્શન

દાંતા તાલુકાના અંબાજી (Ambaji) શક્તિપીઠથી 3 કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વત તળેટી પાસે જંગલમાં વર્ષોથી વસવાટ કરતા જોગી ભરથરી સમાજના લોકો અને તેમનાં બાળકો ગબ્બર પર્વત (Gabbar mountain) આસપાસ ભીખ…

દાંતા તાલુકાના અંબાજી (Ambaji) શક્તિપીઠથી 3 કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વત તળેટી પાસે જંગલમાં વર્ષોથી વસવાટ કરતા જોગી ભરથરી સમાજના લોકો અને તેમનાં બાળકો ગબ્બર પર્વત (Gabbar mountain) આસપાસ ભીખ માંગતા હતા. ત્યારે શક્તિ સેવા કેન્દ્ર દ્વારા ગરીબ બાળકોને ભીખ નહીં પણ ભણીએ સુત્ર દ્વારા અભ્યાસ માટે શાળા (School) માં મોકલવામાં આવ્યા અને આ ગરીબ પરિવારો વર્ષોથી ગબ્બર આસપાસ કાચા ઝૂંપડામાં રહેતા હતા અને ચૂલામાં લાકડાના ધુમાડાથી ટેવાયા હતા અને ભોજન બનાવવાની કામગીરી કરતા હતા.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ (Pradhan Mantri Awas Yojana) અને શ્રી શક્તિ સેવા કેન્દ્રના અથાગ પ્રયત્નોથી ગબ્બર તળેટીમાં વસવાટ કરતા 101 જેટલા અલગ-અલગ પરિવારોને માંગલ્ય વન પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ (Pradhan Mantri Awas Yojana) પાકા મકાનો ફાળવવામાં આવ્યા હતા અને તેમને લાઈટની સુવિધા પણ આપવામાં આવી હતી. પરંતુ આ લોકોના ઘરે ગેસ કનેક્શન ન હોવાથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Pradhan Mantri Ujjwala Yojana) દ્વારા 101 પરિવારોને આજે અંબાજી (Ambaji) ની એલ એચ ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ગેસના બોટલ, સગડી અપાયા હતા. આ પ્રસંગે શ્રી શક્તિ સેવા કેન્દ્રના ઉષાબેન અગ્રવાલ પણ હાજર રહ્યા હતા અને તેમને અને તેમની સાથે રહેલા તમામ ગરીબ પરિવારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) આભાર માન્યો હતો અને અમે પણ PM મોદીનો પરિવાર સૂત્રો પોકાર્યા હતા. ગરીબ પરિવાર ગેસના આવવાથી ઘણા ખુશ જોવા મળ્યા હતા.

101 ગરીબ પરિવારોએ કહ્યું કે PM મોદી મારો પરિવાર

આ પ્રસંગે શ્રી શક્તિ સેવા કેન્દ્રના ઉષાબેન અગ્રવાલે જણાવ્યું હતું કે, આ ગરીબ પરિવારોએ વર્ષોથી લાકડા અને ચૂલા ઉપર ભોજન બનાવ્યું છે અને રસોઈ બનાવી છે. અને તેમની આંખો પણ વર્ષોથી આવા ધુમાડાથી ટેવાઈ ગઈ હતી. આજે તેમના ઘરે ગેસ આવતા તેઓ ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. આ તમામ પરિવારો પીએમ મોદીને પોતાના પરિવાર કહ્યો હતો.

અહેવાલ – અંબાજી રાજપુત

આ પણ વાંચો – Odisha : NDA માં વધુ એક પાર્ટીનો થશે સમાવેશ!, બંને પક્ષોએ આપ્યા સકારાત્મક સંકેતો…

આ પણ વાંચો – PM એ કાશ્મીર પહોંચતા જ શંકરાચાર્ય હિલને સલામ કરી, લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા…

આ પણ વાંચો – PM Modi In Srinagar : ‘370 ના નામે કેટલાક રાજકીય પરિવારો લાભ લઈ રહ્યા હતા, કોંગ્રેસે તેમને ગેરમાર્ગે દોર્યા…’

Whatsapp share
facebook twitter