+

Lok Sabha Election: ખેડામાં લોકસભા સાંસદ તરીકે દેવુસિંહ ચૌહાણને કરાયા રિપીટ, જાણો કોણ છે દેવુસિંહ ચૌહાણ?

Lok Sabha Election:  ખેડા જિલ્લાના નાનકડા ગામ નવાગામના મુળ વતની દેવુસિંહ જેસીંગભાઈ ચૌહાણ છેલ્લા બે ટર્મથી ખેડા લોકસભાના સાસંદ તરીકે ચૂંટાતા આવે છે. અત્યારે આ તેમની બીજી ટર્મ ચાલુ છે.…

Lok Sabha Election:  ખેડા જિલ્લાના નાનકડા ગામ નવાગામના મુળ વતની દેવુસિંહ જેસીંગભાઈ ચૌહાણ છેલ્લા બે ટર્મથી ખેડા લોકસભાના સાસંદ તરીકે ચૂંટાતા આવે છે. અત્યારે આ તેમની બીજી ટર્મ ચાલુ છે. અત્યારે કેન્દ્રમાં રાજ્ય કક્ષાના મંત્રી છે.

જોકે, 1951 અને 1957ની લોકસભા ચૂંટણી ( LOK SABHA ELECTION ) માં ખેડા બેઠકનો મુંબઇ સ્ટેટમાં સમાવેશ થતો હતો. 1960માં ગુજરાતની સ્થાપના બાદ 1962માં યોજવામામાં આવેલી લોકસભા ચૂંટણી ( LOK SABHA ELECTION ) માં ખેડા લોકસભા બેઠક પર સ્વતંત્ર પક્ષના ઉમેદવાર ચૂંટાયા હતાં. દેવુસિંહ ચૌહાણના પિતા જેસીંગભાઈ ચૌહાણ પણ તેમના સમાજના આગળ પડતાં આગેવાન હતા. જે ગુણો તેમના પિતામાં હતા તે તમામ ગુણો દેવુસિંહ (Devusinh Chauhan) ને વારસામાં મળ્યા છે. અને તેમના કારણે જ તેમની આ પ્રગતિ થઈ રહી હોવાનું તેમના સમર્થકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

યુવા દેવુસિંહ ચૌહાણે આંદોલન છેડ્યું હતું

દેવુસિંહ ચૌહાણે (Devusinh Chauhan) યુવાનીમાં જ રાજકારણમાં ઝંપલાવ્યું હતું. વર્ષો પહેલાં ખેડા તાલુકાના કલમબંધી ગામો જેમાં 11થી વધુ ગામોનો સમાવેશ થાય છે. અહીંયા અમદાવાદની વટવા જીઆઈડીસી દ્વારા કેનાલમાં દૂષિત પાણી છોડાતાં ખેડૂતોના હિતમાં તેમના પ્રશ્ન અંગે યુવા દેવુસિંહ ચૌહાણે આંદોલન છેડ્યું હતું. અને ત્યાર બાદ ધીમે ધીમે રાજકારણમાં આગળ ડગ માંડ્યા હતા.

2002માં જાહેર જીવનમાં પ્રવેશ કર્યો

દેવુસિંહ ચૌહાણ (Devusinh Chauhan) ની કારકિર્દી પર ટૂંકી નજર કરીએ તો વર્ષ 1989થી 2002 વર્ષ સુધી આકાશવાણી કેન્દ્રમાં એન્જીનીયર તરીકે સેવાઓ આપ્યા બાદ 2002માં રાજીનામું આપી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. વર્ષ 2007માં ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચુંટાયા. વર્ષ 2009માં ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે માત્ર 746 મતોથી હાર થઈ.

લોકસભા સાંસદ સભ્ય તરીકે પ્રથમ વાર ચુંટાયા

વર્ષ 2012માં પુનઃ ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચુંટાયા. વર્ષ 2014માં 16મી લોકસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ખેડા લોકસભા સાંસદ સભ્ય તરીકે પ્રથમ વાર ચુંટાયા હતા. વર્ષ 2016થી 2021 સુધી ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષપદે રહી સાંસદ ઉપરાંત સંગઠનની જવાબદારી સંભાળી.

વિધાનસભા ચૂંટણીઓમાં સફળ જવાબદારી નિભાવી

વર્ષ 2016ના અંતમાં બ્રિટીશ હાઈ કમિશનર દ્વારા કિંગ્સ કોલેજ, લંડન ખાતે ટુંકા અભ્યાસ માટે પસંદગી થઈ. વર્ષ 2019માં પુનઃ ખેડા લોકસભા વિસ્તારના સાંસદ સભ્ય તરીકે ચુંટાયા. આ ઉપરાંત વર્ષ 2015થી વોટર રીસોર્સ કમિટી, આઈ.ટી. કમિટીના સભ્યપદે રહ્યા અને હાલમાં સ્ટેન્ડીંગ કમિટી ઓન ડીફેન્સ, કન્સ્લટેટીવ કમિટી–મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રીઝ જેવી વિવિધ કમિટીઓમાં સભ્યપદે કાર્યરત છે અનેક જીલ્લા અને અન્ય રાજયોમાં કાર્યકર્તા તરીકે સ્થાનિક સ્વરાજ તેમજ વિધાનસભા ચૂંટણીઓમાં સફળ જવાબદારી નિભાવી.

આ પણ વાંચો – LOKSABHA ELECTION : કચ્છથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદ ચાવડા વિશે જાણો

Whatsapp share
facebook twitter