+

Gujarat Weather : રાજ્યમાં કમોસમી વરસાદ, ગાંધીનગરમાં ચોમાસા જેવો માહોલ

Gujarat Weather : રાજ્યમાં ઉનાળાની શરૂઆત પહેલા જ વરસાદી માહોલ (Rainy Season) જોવા મળી રહ્યો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ (unseasonal rains) પડ્યો હોવાનું સામે આવી રહ્યું છે. તાજેતરમાં…

Gujarat Weather : રાજ્યમાં ઉનાળાની શરૂઆત પહેલા જ વરસાદી માહોલ (Rainy Season) જોવા મળી રહ્યો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ (unseasonal rains) પડ્યો હોવાનું સામે આવી રહ્યું છે. તાજેતરમાં રાજ્યના ઘણા જિલ્લાઓ એવા છે જ્યા ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે. 30 થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજકોટ, જામનગર, કચ્છ, ગાંધીધામ, બનાસકાંઠા, ડીસા પંથકમાં કમોસમી વરસાદ (unseasonal rains) પડ્યો છે. વળી અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ધમધોકાર વરસાદ (Rain) પડી રહ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં વરસાદ

ગાંધીનગરમાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પણ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને વરસાદ શરૂ થઇ ગયો હતો. સૌથી મોટી વાત એ છે કે, ગાંધીનગરમાં ચોમાસાની ઋતુમાં પડતો હોય તેવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. એકાએક વરસાદ પડતા વાતાવરણમાં ઠંડી પ્રસરી હતી.

Gandhinagar Rain Gujarat First

અમદાવાદ જિલ્લામાં વરસાદ

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી માહોલ જોવા મળશે. ત્યારે અમદાવાદમાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. આગાહી પ્રમાણે અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. અત્યારે અમદાવાદના એસ.જી હાઈવે, એસપી રીંગ રોડ, બોપલ, ઘુમા, નારણપુરામાં પર વરસાદ પડ્યો છે.

Ahmedabad Rain Guarat First

પાટણ જિલ્લામાં વરસાદ

પાટણ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારબાદ આફતરૂપી કમોસમી માવઠું વરસવાના પગલે ખેડૂતોની હાલત દયનીય દશામાં મુકાઈ જવા પામી હતી. ખેતરમાં ખેડૂતોએ મોંઘા ભાવની ખેડ, ખાતર, બિયારણ સહિત કાળી મજૂરી કરી પાક વાવેતર કર્યું હતું જેમાં આફતરૂપી કમોસમી માવઠું વરસતા ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ જવા પામ્યો છે. ત્યારે રાધનપુર APMC માર્કેટમાં વેપારીઓ તેમજ ખેડૂતોએ વિવિધ જણશોના ઢગે ઢગ ખડકેલ હોઈ અચાનક કમોસમી માવઠું વરસવાના પગલે જણસ ભરેલ બોરીયો પાણીમાં પલળી જવા પામી હતી, જેને લઇ ખેડૂતો તેમજ વેપારીઓને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. વેપારીઓને જણાવ્યા મુજબ અંદાજિત રૂપિયા 1 કરોડથી વધુનું નુકસાન થવા પામ્યું છે. માર્કેટ યાર્ડમાં નવીન સેડ બનાવવામાં આવ્યો છે, પરંતુ માલની વધુ આવક હોવાના કારણે માલ બહાર રાખવામાં આવ્યો હતો જે પાલડી જવા પામ્યો છે. ચણા, એરંડા, રાયડાનો માલ બોરીયોમાં ભરેલો હોઈ વરસાદમાં પલડી જવા પામ્યો છે. કુદરતી માર વચ્ચે ખેડૂતો અને માર્કેટ યાર્ડના વેપારીઓને મોટી નુકસાની વેઠવી પડી છે.

Patan Rain Gujarat First

મહેસાણા જિલ્લામાં વરસાદ

મહેસાણા જિલ્લામાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો છે. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ જ વરસાદ પડ્યો છે. પણ અચાનક ગરમીની ઋતુમાં વરસાદી માહોલે લોકોને ચોંકાવી દીધા છે. બહુચરાજી, ઊંઝા, જોટાણા, મહેસાણામાં કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદ પડવાથી ભલે લોકોને ગરમીમાં થોડી રાહત થઇ હોય પણ ખેડૂતો માટે આ એક મોટી આફત બરાબર સાબિત થશે. ખેડૂતોને જીરું, અજમો, વરિયાળી, ઘઉં વગેરે પાકોમાં નુકસાનની ભીતિ છે.

Mahesana Rain Gujarat First

બનાસકાંઠા જિલ્લામાં વરસાદ

હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ અનેક પંથકોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોના જીરું રાજગરો, બટાટા, રાયડો જેવા પાકોને મોટું નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જણાવી દઇએ કે, બનાસકાંઠાના પાલનપુર, સુઇગામ, વાવ, થરાદ, કાંકરેજ, ધાનેરા, ડીસા સહિત અનેક પંથકોમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોના ખેતરોમાં રહેો જીરું, રાયડો, રાજગરો, બટાટા જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે. પાલનપુર તાલુકામાં કમોસમી વરસાદ પડતાં ગઢ પંથકના અનેક ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે અમારી ટીમ પાલનપુરના ગઢ ગામે પહોંચી ત્યાં મોટાભાગના ખેડૂતોના ખેતરમાં વાઢેલા રાજગરાનો પાક પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન આવ્યું છે. તો જીરાનો પાક ખરી પડતા ખેડૂતોને ખર્ચ પણ નિકળવો મુશ્કેલ બન્યો છે. ગઢ ગામના ખેડૂત મુકેશભાઈ ખસેટીયા નામના ખેડૂતે પોતાના 5 વિઘા જમીનમાં જીરાનું વાવેતર કર્યું હતું, જોકે તેમને 70-80 હજારનો ખર્ચ કર્યો હતો, અને જીરાનો પાક તૈયાર થતા તેમને ત્રણથી ચાર લાખની ઉપજ થાય તેમ હતું પરંતુ અચાનક પડેલ કમોસમી વરસાદે તેમના જીરાના પાકને નુકસાન પહોંચતા તેમની હાલત કફોડી બની છે.

Banaskantha Rain Gujarat First

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, આજે વિશ્વમાં જેટલી ઝડપથી ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યુ છે તે માટે માનવી જ જવાબદાર છે. અનિયંત્રિત એર કન્ડીશનીંગ સાધનોનો ઉપયોગ, તેલ, ગેસ અને કોલસાનો વધુ પડતો ઉપયોગ આબોહવા પર પ્રતિકૂળ અસર કરે છે.

આ પણ વાંચો – Ambalal Patel : આગામી 18 કલાક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યથાવત! જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી ?

આ પણ વાંચો – Gujarat First Exclusive : અયોધ્યા જતા ગુજરાતના મંત્રીઓ સાથે Gujarat First ની Exclusive વાતચીત, જાણો કોણે શું કહ્યું?

Whatsapp share
facebook twitter