Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

7 માર્ચથી ગુજરાતમાં શરૂ થશે ભારત જોડો ન્યાય યાત્રા

01:32 PM Feb 26, 2024 | Maitri makwana

Gujarat: 2024ની લોકસભાની ચૂંટણી હવે ખૂબ નજીક છે. આમાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા શરુ કરવામાં આવી હતી. સૂત્રોના દ્વારા જાણવા મળી રહ્યું છે કે, હવે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા સાથે 7 માર્ચના રોજ ગુજરાત(Gujarat) માં આવશે.

વિવિધ રાજ્યોમાં ફરીને 20 માર્ચ 2024ના રોજ મુંબઈમાં સમાપ્ત થશે

રાહુલ ગાંધી દ્વારા કેન્દ્રની ભાજપ સરકાર સામે ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. હવે રાહુલ ગાંધી દ્વારા વધુ એક ચળવળ ભારત જોડો ન્યાય યાત્રા શરુ કરવામાં આવી છે. આ ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરી 2024ના રોજ મણિપુરથી શરૂ કરવામાં આવી હતી. આ યાત્રા દેશના વિવિધ રાજ્યોમાં ફરીને 20 માર્ચ 2024ના રોજ મુંબઈમાં સમાપ્ત થશે.

ભારત જોડો ન્યાય યાત્રા આગામી 7 માર્ચથી ગુજરાતમાં શરૂ

ભારત જોડો ન્યાય યાત્રા આગામી 7 માર્ચથી ગુજરાત(Gujarat) માં શરૂ થશે. ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચથી દાહોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે અને 10 માર્ચના રોજ પૂર્ણ થશે. ભારત જોડો ન્યાય યાત્રા ના આયોજન માટે ગોધરા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમિત ચાવડાની અધ્યક્ષતામાં જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠક મળી હતી. ત્યારે હાલ રાહુલ ગાંધીની ન્યાય યાત્રાના ગુજરાતના રૂટને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ માટે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક આવતીકાલથી ગુજરાત પ્રવાસે છે.

રાહુલની યાત્રા ગુજરાતના 7 જિલ્લામાંથી પસાર થશે

રાહુલ ગાંધી ગુજરાત (Gujarat) માં 445 કિલોમીટરની યાત્રા કરશે. ગુજરાતમાં 5 દિવસની ન્યાય યાત્રા રહેશે. આ યાત્રા ગુજરાતના 7 જિલ્લામાંથી પસાર થશે. રાહુલ ગાંધી દેશમાં કુલ 6713 કિમીનો પ્રવાસ કરશે. આ યાત્રામાં કુલ 100 લોકસભા બેઠકો આવરી લેવામાં આવશે. ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં આ ભારત જોડો ન્યાય યાત્રા ફરશે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ આ યાત્રાનું મુખ્ય ટાર્ગેટ હશે.

આ પણ વાંચો – Gujarat BJP : 27 ફેબ્રુઆરીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક