Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM મોદીનું સંબોધન; કહ્યું, ‘જે થાય છે તે દ્વારકાધીશની ઈચ્છાથી જ થાય છે’

02:54 PM Feb 25, 2024 | Maitri makwana

PM Modi in Dwarka:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જય દ્વારકાધીશના નારા સાથે તેમનું સંબોધન શરૂ કર્યું હતું. ત્યાર પછી તેમણે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિત બધા મહાનુભાવ અને ઉપસ્થિત બધા ભક્તો અને આહીરાણીઓને શ્રદ્ધાપૂર્વક આભાર પ્રગટ કર્યો હતો.

દ્વારકામાં આહીરાણી મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું

PM નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનની શરૂઆતમાં જણાવ્યું કે, થોડા સમય પહેલા જ દ્વારકામાં આહીરાણી મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારે લોકો ખૂબ જ ગૌરવ અનુભવતા હતા. ત્યારે 37 હજાર આહીરાણીઓએ ઇતિહાસ રચ્યો હતો. આ મહારાસને પીએમ મોદીએ તેમના સંબોધનમાં વધાવ્યો હતો અને આહીરાણીઓ સામે શીશ નમાવીને વંદન કર્યું હતું. આ આહીરાણીઓએ 25 હજાર કિલો સોનું પહેરીને મહારાસ કર્યો હતો. જે કોઈ નાની એવી વાત નથી.

મુદ્રમાં સમાયેલ દ્વારકાના દર્શન કરીને ધન્યતા અનુભવી

વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, આજે તેમણે ઊંડા સમુદ્રમાં જઇને દ્વારકા દર્શન કર્યા હતા. સમુદ્રમાં સમાયેલ દ્વારકાના દર્શન કરીને તેમણે ખૂબ ધન્યતા અનુભવી હતી. ભગવાન વિશ્વકર્માએ દ્વારકા નગરી બનાવી હતી. આજે તે જ્યારે ઊંડા સમુદ્રમાં દર્શન કરતા હતા ત્યારે તે મનમાં દ્વારકા નગરીની ભવ્યતાની કલ્પના કરતાં હતા. તેઓ તેમની સાથે મોર પીંછ સાથે લઈને ગયા હતા. જે તેમણે દ્વારકાધીશને અર્પણ કર્યા હતા. આજે તેમની આ વર્ષોની ઈચ્છા પૂરી થઈ ગઈ છે.

21મી સદીમાં સમુદ્રની અંદર ભારતના વૈભવની તસવીરને જોઈ

PM મોદીએ 21મી સદીમાં સમુદ્રની અંદર ભારતના વૈભવની તસવીરને જોઈ હતી. વિકસિત ભારતના સંકલ્પને તેઓ દરિયાની અંદર જઈને મજબૂત કરીને આવ્યા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે સુદર્શન સેતુ અહીં આ નગરીની દિવ્યતામાં ચાર છંદ લગાવી દેશે. ઉલ્લેખનિય છે કે, PM નરેન્દ્ર મોદીએ આજે દેવભૂમિ દ્વારકામાં પુજા અર્ચના કરી હતી. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે, દ્વારકા નગરીમાં જે કઈ પણ થાય છે તે દ્વારકાધીશની મરજી અનુસાર જ થાય છે.

આ પણ વાંચો – PM Modi: પીએમ મોદીએ શારદામઠમાં પાદુકાની કરી પૂજા, સ્વામીએ આપ્યા આશીર્વાદ