Ahmedabad : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ કરવામાં આવશે. જે અંતર્ગત પીએમ મોદી દ્વારા 26 ફેબ્રુઆરીના રોજ શિલાન્યાસ કરવામાં આવશે. અહીં આ 554 રેલવે સ્ટેશન સહિત 1500 જેટલા ઓવરબ્રિજ અને અંડરપાસનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહૂર્ત કરવામાં આવશે
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશન અમદાવાદ(Ahmedabad) ના કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે. આ અંતર્ગત 26 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્યારે આ કાલુપુર રેલવે સ્ટેશન મોઢેરાના સૂર્યમંદિરની થીમ પર બનાવવામાં આવશે.
સર્વે તેમજ રિલોકેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી
આ કાલુપુરથી લઈને સારંગપુર સુધીના માર્ગને જોડવામાં મદદ કરશે. જે અંતર્ગત કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલોપમેન્ટ કામગીરી અંદાજે 36 મહિનામાં પૂર્ણ થઈ શકે છે. આનો પ્લાન નક્કી કરવામાં આવ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટને લઈને લગભગ 2 મહિનાથી સર્વે તેમજ રિલોકેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
કાલુપુર બ્રિજ અને સારંગપુર બ્રિજને જોડતો બનાવાશે
અમદાવાદ રેલવે સ્ટેશનનું ડિમોલિશન કરીને તેને નવું બનાવવામાં આવશે. જેમાં જમીનથી 10 મીટર ઉપર એક રલીવેતર રોડ નેટવર્ક કાલુપુર બ્રિજ અને સારંગપુર બ્રિજને જોડતો બનાવવામાં આવશે. જે અંગે 2024થી 2060ને ધ્યાનમાં રાખીને આ ખાસ પ્લાન બનાવવામાં આવ્યો છે.
રીડેવલોપમેન્ટની કામગીરી 36 મહિનામાં પૂર્ણ થઈ જશે
અહીં આ કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલોપમેન્ટની કામગીરી 36 મહિનામાં પૂર્ણ થઈ જશે. જેનો પ્લાન પણ નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટને લઈને 2 મહિનાથી સર્વે અને રિલોકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ (Ahmedabad) સ્ટેશન ડિમોલિશન કરીને નવું બનાવવામાં આવશે.
આ પણ વાંચો – Surat : લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે મહાનગરપાલિકાની તવાઇ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ