Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Harsh Sanghvi : રાજ્ય સરકારના સ્પેશ્યલ એક્શન ફોર્સની રચના કરાશે

05:07 PM Feb 21, 2024 | Vipul Pandya

Harshbhai Sanghvi : ગુજરાત વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ મહત્વની જાહેરાત કરી હતી. Harsh Sanghvi એ કહ્યું કે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનને PSI કક્ષા થી PI કક્ષાના કરવામાં આવશે. ચાલુ વર્ષે જ 200 જેટલા પોલીસ સ્ટેશનને PSI થી PI કક્ષાએ અપગ્રેડ કરાશે તેમ તેમણે જણાવ્યું હતું.

તમામ પોલીસ સ્ટેશનને PSI કક્ષા થી PI કક્ષાના કરવામાં આવશે

રાજ્યમાં હાલ તાલુકા કક્ષાએ જે પોલીસ સ્ટેશન હોય છે ત્યાં સિનીયર પીએસઆઇ કક્ષાના અધિકારી મુકવામાં આવતા હતા અને ત્યાર બાદ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની જવાબદારી આવતી હતી. આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ તંત્રમાં મહત્વના ફેરફારની જાહેરાત કરતાં કહ્યું કે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનને PSI કક્ષા થી PI કક્ષાના કરવામાં આવશે. ચાલુ વર્ષે જ 200 જેટલા પોલીસ સ્ટેશનને PSI થી PI કક્ષાએ અપગ્રેડ કરાશે તેમ તેમણે જણાવ્યું હતું.

200 આઉટ પોસ્ટ જે હેડ કોસ્ટબલથી ચાલતી હતી ત્યાં PSI ની નિમણૂક

તેમણે કહ્યું કે દરેક પોલીસ સ્ટેશનમાં એક આઈટી એક્સપર્ટની નિમણૂક કરાશે. આઇટી એક્સપર્ટની નિમણૂક માટે 650 જેટલા એક્સપર્ટની ભરતી થશે. ઉપરાંત રાજ્યની 200 આઉટ પોસ્ટ જે હેડ કોસ્ટબલથી ચાલતી હતી ત્યાં PSI ની નિમણૂક કરાશે. પોલીસ ફોર્સની જિલ્લાઓમાં ફાળવણી હવે PPR ના આધારે ફાળવવા આવશે.

ન્યૂડ કોલ બાદ તરત જ પોલીસ ફરિયાદ કરો

ઉપરાંત ન્યૂડ કોલ ને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કોઈના ઉપર ન્યૂડ કોલ આવે તો ગભરાવવાની જરૂર નથી.
ન્યૂડ કોલ જેવી ટ્રેપના કારણે આત્મહત્યા કરવા માટેના પગલાંઓ ભરાય છે. પરંતુ હવે આવી ઘટનાઓમાં જરાપણ ગભરાવવાની જરૂર નથી. ન્યૂડ કોલ બાદ તરત જ પોલીસ ફરિયાદ કરો. અમે આવું કૃત્ય કરનારને પકડવા માટે કટિબંધ છીએ.

પોલીસનો ગુના સ્થળે પહોંચવાના રિસ્પોન્સ ટાઈમ ઘટાડવામાં આવશે

તેમણે એમ પણ કહ્યું કે પોલીસનો ગુના સ્થળે પહોંચવાના રિસ્પોન્સ ટાઈમ ઘટાડવામાં આવશે. ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે પોલીસ 20 મિનિટમા પહોંચી જશે અને શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં ગુના વાળા સ્થળે પોલીસ પહોંચી જશે. જે માટે પોલીસ વિભાગ નવા વાહનો ની ખરીદી કરશે . તેમ પણ તેમણે કહ્યું હતું.

નવા સાયબર ક્રાઈમ યુનિટ રચના

તેમણે કહ્યું કે અમે નવા સાયબર ક્રાઈમ યુનિટ રચના કરીએ છીએ અને તમામ સાયબર પોલીસ મથકો એક છત્ર નીચે આવશે. સાયબર ક્રાઈમ એડીજી કક્ષાના અધિકારી હસ્તક આવશે. રાજ્ય સરકારની સ્પેશ્યલ એક્શન ફોર્સ SAFની રચના કરાશે

ક્રાઈમ રેટમાં ગુજરાતનો રેટ  189.8 છે

ગૃહ વિભાગની બજેટ માંગણીઓ પર જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં કહ્યું કે NCRB ના ક્રાઈમના આંકડાઓમાં ગુજરાત ઘણું જ પાછળ છે. દેશના અન્ય રાજ્યોમાં ગુજરાત કરતા ઘણા વધારે ગુનાઓ બને છે. દેશમાં સરેરાશ ક્રાઈમ રેટ 258.8 છે. ક્રાઈમ રેટમાં ગુજરાતનો રેટ 189.8 છે. ભૂતકાળમાં ગુજરાતના શહેરો ભાઈલોગો ના નામે ઓળખાતા હતા. તેમણે કહ્યું કે રાજ્યમા એક વર્ષમા નાસતા ફરતા 2789 આરોપી પકડાયા છે જ્યારે 20 વર્ષ કરતા વધુ સમયથી નાસતા ફરતા 78 લોકો પકડાયા છે અને 15 વર્ષથી ભાગતા 87 આરોપી જ્યારે
10 વર્ષથી ભાગતા 159 આરોપી અને 5 વર્ષથી ભાગતા 286 આરોપી પકડાયા છે. 1-2 વર્ષથી નાસતા ફરતા 800 થી વધુ આરોપી પકડાયા છે.

આ પણ વાંચો—-PM મોદીએ આજે રાજકારણની શકલ બદલી નાખી : CR PATIL

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ