Yagna Shala : તરભ વાળીનાથ મંદિર (Valinath Temple) રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. રબારી સમાજમાં કુરિવાજ, વ્યસન સમાજમાંથી દૂર કરવા સાથે સમાજમાં શિક્ષણનું પ્રમાણ દૂર કરવા બ્રહ્મલીન બળદેવગિરી બાપુ એ અથાગ પ્રયાસ કર્યા હતા. તરભ વાળીનાથ મંદિર ખાતે 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન યોજાનાર અતિ રુદ્ર મહાયજ્ઞ માટે વિશાળ યજ્ઞશાળા (Yagna Shala) તૈયાર કરવામાં આવી છે
યજ્ઞશાળા શાસ્ત્ર મુજબ પિરામિડ આકારની બનાવવામાં આવી
તરભ વાળીનાથ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન યોજાનાર અતિ રુદ્ર મહાયજ્ઞ માટે વિશાળ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન આ યજ્ઞશાળામાં અતિ રુદ્ર મહાયજ્ઞ કરવામાં આવશે. યોગ્ય શાળા વિશે વાત કરીએ તો યોગ્ય શાળાની સન્મુખ અઢી લાખ રુદ્રાક્ષ થી શિવલિંગ નિર્માણ કરવામાં આવ્યું છે. યોગ્ય શાળા બનાવવામાં 14000 વાંસ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. યજ્ઞશાળા શાસ્ત્ર મુજબ પિરામિડ આકારની બનાવવામાં આવી છે. યજ્ઞશાળા બનાવવામાં સાડા ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે. યોગ્ય શાળા બનાવવા માટે યુપીના કાનપુરના 40 જેટલા કારીગરોએ અથાગ મહેનત કરી છે.
યુપીના કાનપુરના 40 કારીગરો યજ્ઞ શાળા બનાવવા ખડેપગે
તરભ વાળીનાથ મંદિર ખાતે યોજાશે અતિ રુદ્ર મહાયજ્ઞનું આયોજન કરાયું છે જેમાં પિરામિડ આકારની યજ્ઞ શાળા બનાવવા 14000 વાંસના બામ્બુનો કરાયો ઉપયોગ કરાયો છે. યુપીના કાનપુરના 40 કારીગરો યજ્ઞ શાળા બનાવવા ખડેપગે છે. છેલ્લા 3 માસથી આ યજ્ઞ શાળા આ યજ્ઞ શાળા બની રહી છે.
16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
તરભ વાળીનાથ મંદિર રબારી સમાજની ગુરૂગાદી છે. રબારી સમાજ સાથે તમામ સમાજના લોકો માટે તરભ વાળીનાથ મંદિર અસ્થાનું કેન્દ્ર છે. આગામી 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ગુજરાત સહિત ભારતભરમાંથી લોકો આ પ્રસંગે પધારશે.
આ પણ વાંચો—-TARABH : વાળીનાથ મંદિર ખાતે 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ