Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગોંડલમાં ધો.8 માં અભ્યાસ કરતી સગીરા પર દુષ્કર્મ ઘટના

08:54 PM Feb 11, 2024 | Harsh Bhatt

ગોંડલમાં ધો. 8 માં અભ્યાસ કરતી સગીરા પર યુવકે દુષ્કર્મ કર્યું હતું. યુવક સગીરાને ફોસલાવીને ઘરની બાજૂમાં આવેલા વાડામાં લઇ ગયો હતો. વાડામાં સગીરાની એકલતાનો લાભ લઇને તેણે બદકામ કર્યુ હતું. ગભરાયેલી સગીરાએ ઘરે આવીને પરિજનોને આપવીતી જણાવતા સમગ્ર કેસ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

સગીરા પર દુષ્કર્મની ઘટના

ગોંડલ તાલુકાના આંબરડી ગામમાં રહેતી 15 વર્ષિય સગીરા પર દુષ્કર્મ કર્યું હતું. નરાધમે શનિવારે રાતે સગીરાના ઘરની બાજૂમાં આવેલા વાડામાં જઇને બદ્કામ કર્યુ હતું. ધો. 8 માં અભ્યાસ કરતી સગીરા ઘરની બહાર રમતી હતી. સગીરાનો પરિવાર જમવા બેઠો હતો. જમીને ઉભા થયા બાદ સગીરા ઘરેથી ગાયબ હતી. પરિજનોએ ઘરની આસપાસ સગીરાની તપાસ હાથ ધરી હતી.

મોડી રાતે સગીરાની ભાળ મળી હતી. તે ખુબજ ગભરાયેલી હતી. તેની પુછપરછ કરતા સગીરાએ માતાને જણાવ્યુ કે તે ઘરની બાજુમાં આવેલા વાડામાં બોલાવી બળાત્કાર કર્યો હતો. સગીરાની માતાએ પરિજનોને બોલાવીને 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં સગીરાની માતાએ આરોપી વિરૂદ્વ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ – વિશ્વાસ ભોજાણી 

આ પણ વાંચો — Gujarat: ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની અધ્યક્ષતામાં હલ્દી કુમકુમ કાર્યક્રમ યોજાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ