Mahisagar: મહીસાગર (Mahisagar) માં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી આવી છે. જેમાં લુણાવાડામાં સરકારી અનાજની દુકાનના સંચાલક પર કાર્યવાહી કરવામાં આવી હતી. લુણાવાડા સરકારી દુકાનના સંચાલક દ્વારા ગરીબોનું અનાજ સગેવગે કરવામાં આવતું હતું. આ સરકારી અનાજની દુકાનનો સંચાલક ગરીબોના હકનું અનાજ સગેવગે કરતો ઝડપાયો હતો.
કાળાબજારમાં રેકડા ભરીને ગરીબોનું અનાજ વેચવા લઈ જતો
આ સરકારી અનાજની દુકાનનો વેપારી કાળાબજારમાં રેકડા ભરીને ગરીબોનું અનાજ વેચવા માટે લઈ જતો હતો. આ સમગ્ર મામલો ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયો હતો. જેથી ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ પુરવઠા વિભાગ જાગ્યું હતું અને પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પુરવઠા વિભાગ દ્વારા સ્થળ તપાસ કર્યા બાદ ઘઉં ચોખાનો જથ્થો સીજ કરીને કાર્યાવહી હાથ ધરવામાં આવી હતી.
ઘઉં ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો
પુરવઠા વિભાગ દ્વારા લુણાવાડા નગર પંચાયત સહકારી મંડળી લી. શાખા- 2 સંચાલિત વાજબી ભાવની દુકાનનો પરવાનો 60 દીવસ માટે મોકૂફ કરવામાં આવ્યો. 11,756 રૂપિયાનો ઘઉં ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. જેમાં ચોખા 243 કિલો, ઘઉં 211 કિલો મીઠું 14 કિલો મળી કુલ 468 કિલોનું અનાજ સીઝ કરવામાં આવ્યું હતું, સાથે જ નગર પંચાયત સહકારી મંડળી લી, શાખા -૨ સંચાલિત વાજબી ભાવની દુકાનનો પરવાનો 60 દીવસ માટે રદ કરી દેવામાં આવી હતી.
પુરવઠા અધિકારીએ મૌન સેવ્યું
આ સમગ્ર મામલે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા જ્યારે પૂરવઠા અઘિકારીને સવાલો કરવામાં આવય ત્યારે પુરવઠા અધિકારીએ મૌન સેવ્યું હતું. અને અધિકારીએ કેમેરા સમક્સ કઈ પણ બોલવા ઇનકાર કરતાં પોતાની જવાબદારીમાંથી છૂટતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો – Anand General Hospital ની મોટી નિષ્કાળજી, દાખલ દર્દીઓમાં ભયનો માહોલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ