Gujarat First અપીલ : પા પા પગલી ભરતું, કાલુંકાલું બોલતું, આંખોમાં અમી વહાવતું બાળકએ સમગ્ર સૃષ્ટિ પર સૌથી અનેરું, રૂડું રૂપાળુંને વ્હાલું હોય છે. પરંતુ આજે આપણી સામે એક એવો કિસ્સો છે જેમાં ભરૂચની એક પાંચ મહિનાની માસૂમ બાળકી જેનું નામ ઉમૈમાહ છે. તે માસૂમ બાળકી ખૂબજ ગંભીર બીમારીમાં સપડાઈ ગઈ છે. અને આ બિમારીમાંથી તેને ઉગારવા માટે હાલ તેના માતા પિતા તમામ પ્રયત્નો કરી રહ્યાં છે.
બાળકીને બચાવવા માટે 17.5 કરોડના ઈન્જેક્શનની જરૂર
ઉમૈમાહને બચાવવા માટે 17.5 કરોડના ઈન્જેક્શનની જરૂર છે. ત્યારે Gujarat First આ માસૂમ બાળકી ઉમૈમાહની વ્હારે આવ્યું છે. ગુજરાત ફર્સ્ટ તરફથી આપ સૌને ઉમૈમાહ આ રંગબેરંગી દુનિયામાં શ્વાસમાં લે અને તેના પરિવારનું જીવન ખુશીઓથી ભરી દે તેના માટે આપ સહુને બને તેટલી મદદ કરવા માટે અપીલ કરવામાં આવે છે.
એકાઉન્ટ નંબર પર મદદ કરી શકો છો
ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પરિવાર તરફથી તમે આ બાળકીને તમારાથી બનતી મદદ કરો તેવી અપીલ કરવામાં આવી રહી છે. જો સારવાર માટે આર્થિક મદદ મળે તો ઉમૈમાહ બચી શકે છે. તમે પણ આ માસૂમ બાળકીની 2223330052710111 એકાઉન્ટ નંબર પર મદદ કરી શકો છો.
કઈ રીતે કરી શકો ઉમૈમાહને મદદ?
બાળકીના બેંક ખાતામાં આર્થિક મદદ કરી શકો છો
બેંકનું નામઃ RBL બેંક
એકાઉન્ટનું નામ: ઉમૈમાહ
બેંક ખાતા નંબર: 2223330052710111
IFSC કોડ: RATN0VAAPIS (પાંચમો ક્રમાંક ઝીરો)
UPI ટ્રાન્સઝેકશન માટે: assist.umaimah10@icici
શું છે SMA?
સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી બાળકોમાં જોવા મળતી એક અસાધ્ય બીમારી છે. આ બિમારીને કારણે બાળકોના સ્નાયુઓને નબળા પડે છે અને કરોડરજ્જુઓના સ્નાયુઓના હલનચલનમાં મુશ્કેલી ઉભી કરે છે.SMA ને લીધે બાળકોના મગજમાં રહેલા કોષો અને તેમની કરોડરજ્જુની નસો નબળી પડવા લાગે છે. બાળકોનું મગજ સ્નાયુઓની ગતિને નિયંત્રિત કરતા સંકેતો મોકલવાનું બંધ કરે છે. સમય-ઉંમરની સાથે આ બિમારી વધતી જાય છે. જોકે આજના આધુનિક જમાનામાં આ બિમારીની કેટલીક મર્યાદિત સારવાર ઉપલબ્ધ છે, જે બિમારીની વૃદ્ધિને અટકાવે છે. આ જીનેટિક ડિઝીઝ છે જેમાં માસપેશીઓ કમજોર થઇ જાય છે અને પીડિત વિકલાંગ થઇ જાય છે અથવા મૃત્યુ પણ થઇ શકે છે. દુર્ભાગ્યવશ આ રોગનો ભારતમાં કોઇ ઇલાજ નથી. તેની સારવાર માટે અમેરિકામાં એક ઇન્જેક્શન મળે છે. અને આની કિંમત 17 કરોડ રૂપિયા છે.
SMAના લક્ષણો
હાથ અને પગની નબળાઇ આવી જવી
બેસવામાં, ચાલવામાં અને અન્ય કોઈપણ હલનચલનમાં મુશ્કેલી થવી
સ્નાયુઓના હલનચલનમાં મુશ્કેલી થવી
હાડકાં અને સાંધામાં તકલીફો, ખાસ કરીને કરોડરજ્જુમાં દુખાવો થવો
શ્વાસ લેવામાં તકલીફ પડવી
જે બાળકોમાં કરોડરજ્જુના સ્નાયુબદ્ધ એટ્રોફીના લક્ષણો હોય છે, તેઓ ધીમે-ધીમે એટલા અસમર્થ બને છે કે, તેમને શ્વાસ લેવા માટે વેન્ટિલેટરની જરૂર પડે છે. જોકે, બાળકોને લાંબા સમય સુધી વેન્ટિલેટર પર મૂકી શકાતા નથી, કારણ કે ટ્યૂબમાં ચેપનું જોખમ રહેલું છે.
SMAના પ્રકારો
SMA 1
છ માસના બાળકોમાં જોવા મળતો આ પ્રથમ પ્રકારનો સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી છે. જોકે આ પ્રકારમાં બાળકોમાં બિમારીની ઘાતક અસરો જોવા મળે છે.
SMA 2
આ 7થી 18 મહિનાના બાળકોમાં સામાન્ય છે. આ ટાઇપ 1 કરતા થોડું ઓછું જોખમી છે.
SMA 3
18 મહિનાથી વધુ ઉંમરના બાળકો આ પ્રકારના SMAથી પીડાય છે. જોકે તેમનામાં ઓછા લક્ષણો જોવા મળે છે.
SMA 4
પુખ્ત લોકો આ પ્રકારના રોગથી પીડાય છે અને લક્ષણો નજીવા જ હોય છે
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પ્રથમ પ્રકારના SMA 1 થી પીડાતા બાળકો એક વર્ષથી વધુ જીવી શકે, તેની શક્યતાઓ નહિવત જોવા મળે છે. બીજા પ્રકારનો SMA પણ ઘાતક છે. પરંતુ ત્રીજો અને ચોથા પ્રકારનો SMA બાળકોના જીવ માટે જોખમકારક નથી.
આ પણ વાંચો – ગોંડલમાં વહેલી સવારે Hill Station જેવા દ્રશ્યો સર્જાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ