+

Harsh Sanghvi : ‘રાજ્યના તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ પર મારી નજર…’

અમદાવાદ (ahmedabad)ના શહેર કોટડા પોલીસ સ્ટેશનના ઉદ્ધાટન પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi )એ પોલીસ અધિકારીઓને તાકિદ કરી હતી કે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં સર્વે ચાલે છે કે…

અમદાવાદ (ahmedabad)ના શહેર કોટડા પોલીસ સ્ટેશનના ઉદ્ધાટન પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi )એ પોલીસ અધિકારીઓને તાકિદ કરી હતી કે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં સર્વે ચાલે છે કે PI ને મળવા લોકોએ કેટલા ધક્કા ખાધા. હર્ષ સંઘવી (Harsh Sanghvi ) એ એમ પણ કહ્યું કે દરેક નાગરિક ને PI ને મળવામાં સરળતા હોવી જોઈએ. તેમણે તમામ પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા જળવાય તે જોવા માટે પણ ઉચ્ચ અધિકારીઓને તાકિદ કરી હતી.

પોલીસ સ્ટેશન સુધી કોઇને આવવું જ ના પડે તે માટે મારી પ્રાર્થના

અમદાવાદ શહેરના નાગરિકોની સુરક્ષા માટે પોલીસ સ્ટેશનોમાં એક વધારો કરાયો છે અને આજે શહેર કોટડા પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi ) તથા અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે ઉદ્ધાટન કર્યું હતું. હર્ષ સંઘવીએ આ પ્રસંગે પોતાના ઉદ્બોધનમાં કહ્યું કે પોલીસ સ્ટેશન સુધી કોઇને આવવું જ ના પડે તે માટે મારી પ્રાર્થના છે. અને જો કોઈ ને આવવાનું થાય તો તમામ સુવિધા અને લોકોની સાથે પોલીસ સારો વહેવાર સાથે સગવડતા અહીં મળી રહેશે. તેમણે કહ્યું કે મને 100 ટકા વિશ્વાસ છે ગુજરાત પોલીસ જે કામગીરી કરી રહી છે ત્યારે લોકોનો વિશ્વાસ પોલીસ તરફ વધી જશે.

આવનારા દિવસોમાં પોલીસ સ્ટેશનોમા સ્વચ્છતા અભિયાન પર કામગિરી

તેમણે કહ્યું કે અમદાવાદની ભગવાનની જગન્નાથની રથયાત્રા દેશ અને દુનિયામાં પ્રચલિત છે. આ વિસ્તારમાં રથયાત્રા પસાર થાય છે એટલે આ વિસ્તારમાં પોલીસ સ્ટેશન ખૂબ જરુરી છે. તેમણે કહ્યું કે અમદાવાદ શહેર પોલીસ કમિશનરને વિનંતી કે સ્વચ્છતા માટે આગ્રહ રાખવો. સામાન્ય માણસ આવે એટલે પોલીસ સ્ટેશનના બાથરુમ પણ સ્વચ્છ હોવા જોઇએ. આવનારા દિવસોમાં પોલીસ સ્ટેશનોમા સ્વચ્છતા અભિયાન પર કામગિરી શરુ કરાશે. તેમણે કહ્યું કે પોલીસ સ્ટેશનમાં ગંદકી ક્યારેય ન ચલાવી શકાય.

દરેક નાગરિકને પી આઈ ને મળવામાં સરળતા હોવી જોઈએ

તેમણે તમામ અધિકારીઓને આ પ્રસંગે તાકિદ પણ કરી કે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં સર્વે ચાલે છે કે લોકોએ પી આઈને મળવા કેટલા ધક્કા ખાધા છે. દરેક નાગરિકને પી આઈ ને મળવામાં સરળતા હોવી જોઈએ. જવાબદારી નહીં નિભાવો તે ચલાવી લેવામાં નહિ આવે. તેમણે કહ્યું કે અઠવાડિયામાં 3 કલાક પબ્લિકને મળી શકો તે માટે આયોજન હોવા જોઈએ. રાજ્યના નાગરિકોને તેમના હક મળવા જોઈએ.

ફંડ અમારા માટે જરૂરી નથી

હર્ષ સંઘવીએ અમદાવાદ શહેર પોલીસને અભિનંદન આપ્યા છે. ડ્રગ્સ હોય કે કોઈ પણ કેસ હોય તેને સોલ્વ કરવામાં સારી કામગીરી કરી છે.
આખા વર્ષમાં હેલ્મેટ અને લાયસન્સની જેટલી દંડની રકમ આવે છે તે અમારો ધ્યેય નથી. વડીલોને વિશ્વાસ આપવા કે તમારા પરિવારને બચાવવા માટે અમે હેલ્મેટ અને લાયસન્સ માટે જવાબદારીનું કામ કરીએ છે. ફંડ અમારા માટે જરૂરી નથી.

આ પણ વાંચો—-UNA : રેઇડ બાદ પી.આઈ અને 6 પોલીસ કર્મચારીઓને ACBનું તેડું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter