Gujarat: અમદાવાદમાં અત્યારે વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરમાં થોડ જ વરસાદમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે. મળતી વિગતો પ્રમાણે ચાણક્યપુરી સેક્ટર એક પાસે પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે.નોંધનીય છે કે, થોડા જ વરસાદમાં આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે. મહત્વની વાત એ છે કે, શહેરમાં પ્રોપર ડ્રેનેજ સીસ્ટમ ન હોવાના કારણે વરસાદી પાણી ભરાઈ જતા હોય છે. રોડ પર પાણી ભરાવાને લઈ ટ્રાફિક જામ થયો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
બસ ડૂબતા ડ્રાઇવર અને કંડક્ટર બસની ઉપર ચડી ગયા
હિંમતનગરમાં પણ અત્યારે ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે. આ દરમિયાન હમીરગઢ ગરનાળમાં બસ ડુબી હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે હિંમતનગર તાલુકાના હમીરગઢનો બનાવ છે. જ્યાં રેલવે અન્ડર પાસમાંથી બસ પસાર કરવા જતા બસ ડૂબી ગઈ હતી. નોંધનીય છે કે, સરકારી બસ ડૂબતા ડ્રાઇવર અને કંડક્ટર બસની ઉપર ચડી ગયા હતા. આખે આખી બસ પાણીમાં ઘરકાવ થઈ જતા સ્થાનિક લોકો દોડી ગયા અને ડ્રાઇવર અને કંડક્ટરને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
ડ્રાઇવરની એક ભૂલ અને આખી સરકારી બસ પાણીમાં ડૂબી
સાબરકાંઠા હમીરગઢના રેલવે અન્ડર પાસ માંથી બસ પસાર કરવા જતા બસ ડૂબી ગઈ, સરકારી બસ ડૂબતા ડ્રાઇવર કંડકટર બસની ઉપર ચડી ગયા@OfficialGsrtc#Sabarkantha #hamirgadh #STBus #FloodedRoad #Gfcard #Gujaratfirst pic.twitter.com/T9Na8s0bQs
— Gujarat First (@GujaratFirst) July 29, 2024
કોર્પોરેશનની નબળી કામગીરી પ્રદર્શિત થઈ
આ સાથે સાથે અમદાવાદના ભૂલાભાઈ પાર્ક વિસ્તારમાં થોડા જ વરસાદમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, પાણી ભરાવાને કારણે કોર્પોરેશનની નબળી કામગીરી પ્રદર્શિત થઈ રહીં છે. ભુલાભાઈ વિસ્તારના સ્થાનિકો પણ પાણી ભરાવાના કાર લોકોને ભારે હાલાકી પડી રહીં હોવાનું જાણવા મળ્યું છે. પાણી ભરાઈ ગયા હોવાને કારણે લોકોના ટુ-વ્હીલર પણ બગડી રહ્યા છે.
વાસણા બેરેજના બે ગેટ ખોલવામાં આવ્યા
રાજ્યમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, વાસણા બેરેજના બે ગેટ ખોલવામાં આવ્યા છે. વિગતે પ્રમાણે ગેટ નંબર 24 અને ગેડ નંબર 25 ખોલવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સાબરમતી નદીના પાણીની લેવલ ઓછું કરવા ગેટ ખોલાયા છે. ભારે વરસાદને પગલે હાલ લેવલ 131.50 ફુટ છે જેને 129 ફુટ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
વિસ્તાર |
વાહન વ્યવહાર માટે બંધ કરાયેલ રસ્તાઓ
|
ગુજરાત |
9 સ્ટેટ હાઇવે અને 113 પંચાયતના રસ્તાઓ
|
પોરબંદર | 60 રસ્તાઓ |
જૂનાગઢ | 19 રસ્તાઓ |
જામનગર | 8 રસ્તાઓ |
ગીર સોમનાથ | 7 રસ્તાઓ |
કચ્છ જિલ્લા | 7 રસ્તાઓ |
દેવભૂમિ દ્વારકા | 6 રસ્તાઓ |
રાજ્યમાં 127 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા
ગુજરાત (Gujarat)માં અત્યારે ભારે વરસાદને પગલે 127 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આ સાથે 9 સ્ટેટ હાઇવે અને 113 પંચાયતના રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. 5 અન્ય રસ્તાઓ પણ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. વિગતે વાત કરવામાં આવે તો, પોરબંદર જિલ્લામાં 60 રસ્તાઓ, જૂનાગઢ જિલ્લામાં 19 રસ્તાઓ, જામનગર જિલ્લામાં 8 રસ્તાઓ, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં 7-7 રસ્તાઓ જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 6 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.