Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat Politics : કોંગ્રેસના નેતાઓ ભાવુક થયા તો BJP નેતાએ કર્યો કટાક્ષ! કહ્યું- જનતાને આસું..!

06:07 PM Apr 16, 2024 | Vipul Sen

Gujarat Politics : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) નજીક આવી રહી છે ત્યારે રાજકીય નેતાઓનો અલગ અલગ અંદાજ પણ જોવા મળી રહ્યો છે. આજે ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા નામાંકન પત્ર ભરીને ઉમેદવારી નોંધાવવામાં આવી છે. ઉમેદવારી નોંધાવતા દરમિયાન ચૂંટણી ઉમેદવારો દ્વારા જનસભા, રેલી અને ડીજેના તાલે રોડ શૉ યોજીને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. પરંતુ, કોંગ્રેસના કેટલાક નેતાઓ જનસંપર્ક દરમિયાન ભાવુક પણ થયા હતા, જેના પર બીજેપીના નેતા પ્રવીણ માળી (Praveen Mali) દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, જનતાને આંસુ સારે તેવા નહીં પણ આંસુ લૂછે તેવા નેતાઓની જરૂર છે.

કોંગ્રેસના આ નેતાઓ ભાવુક થયા

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં (Gujarat Politics) રોજ કંઈક અવનવું જોવા મળી રહ્યું છે. હાલ, રાજકીય પાર્ટીઓના ઉમેદાવારો દ્વારા ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવવામાં આવી રહી છે. આજે ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા શક્તિ પ્રદર્શન સાથે નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે. જો કે, આ દરમિયાન કોંગ્રેસના કેટલાક નોતાઓ ભાવુક થતા જોવા મળ્યા. ગઈકાલે બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર (Ganiben Thakor) જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન રડ્યા હતા. ત્યારે આજે સુરેન્દ્રનગરથી કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણા (Ritvik Makwana), સાબરકાંઠાથી તુષાર ચૌધરી (Tushar Chaudhary), અમરેલીથી જેનીબેન ઠુમ્મર (Jeniben Thummar) અને તેમના પિતા વીરજી ઠુમ્મર (Veerji Thummar) ભાવુક થયા હતા.

જનતાને આંસુ લૂછે તેવા નેતાઓની જરૂર : પ્રવીણ માળી

જો કે, ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતાઓ ભાવુક થતા હવે ભાજપ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. બીજેપી નેતા પ્રવીણ માળીએ (Praveen Mali) કોંગ્રેસ નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ રડીને માત માગે છે. પરંતુ, જનતાને આંસુ સારે તેવા નહીં આંસુ લૂછે તેવા નેતાઓની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ એક બીજા પર આરોપ પ્રત્યારોપ અને કટાક્ષ કરવાની એક પણ તક ચૂંકી રહ્યા નથી. બંને પાર્ટીના નેતાઓ દ્વારા જંગી મતો સાથે જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ, ગુજરાતની જનતા કોના શિરે જીતનો તાજ પહેરાવશે તે તો ચૂંટણી પરિણામ આવ્યા પછી જ ખબર પડશે.

આ પણ વાંચો – Amreli : જેની ઠુમ્મર અને પિતા થયા ભાવુક, વીરજી ઠુમ્મરે કહ્યું – 2009 માં દીકરીને સાસરીએ વળાવી આજે..!

આ પણ વાંચો – Congress : 2 દિવસમાં કોંગ્રેસના 3 ઉમેદવારો થયા ભાવુક

આ પણ વાંચો – Exclusive : રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શું દાવો કર્યો ?