Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat Police Recruitment: રાજ્ય પોલીસ વિભાગ દ્વારા 12 હજાર 472 જગ્યાઓ પર કરાશે ભરતી

09:27 PM Mar 12, 2024 | Aviraj Bagda

Gujarat Police Recruitment: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) પહેલા રાજ્ય સરકાર યુવાઓ માટે અમૂલ્ય તકનું નિર્માણ કરશે. ગુજરાતી (Gujarat) યુવાઓ માટે ફરી એકવાર રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા સૂવર્ણ તક ઉભી કરવામાં આવી છે. તેના હેઠળ ગુજરાત પોલીસ વિભાગ (Gujarat Police) દ્વારા રાજ્ય કક્ષાએ પોલીસ ભરતી (Police Recruitment) ની જાહેરાત કરવામાં આવી છે.

  • યુવાઓ માટે અમૂલ્ય તકનું નિર્માણ
  • નવા 472 PSI ની ભરતી કરવામાં આવશે
  • ફકત Online અરજીઓ મગાવવામાં આવી છે

પોલીસ વિભાગ (Gujarat Police) દ્વારા રાજ્ય કક્ષાએ કુલ 12 હજાર 472 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવશે. તેથી આ વર્ષે પોલીસ વિભાગ (Gujarat Police) દ્વારા સૌથી મોટા પ્રમાણમાં ભરતી (Police Recruitment) કરવામાં આવશે. આ ભરતી ગુજરાત રાજ્યના ઈતિહાસમાં સૌથી મોટી પોલીસ ભરતી તરીકે સાબિત થશે.

નવા 472 PSI ની ભરતી કરવામાં આવશે

નોટીફિકેશન બાદ પોલીસ ભરતી બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે. આગામી 2024 ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election) પહેલા પરીક્ષા બાદની ભરતી પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સરકારની સૂચના મળી છે. આ ભરતી (Police Recruitment) માં નવા 472 PSI ની ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 Constable સહિત SRP ની પણ ભરતી કરાશે.

Gujarat Police Recruitment

ફકત Online અરજીઓ મગાવવામાં આવી છે

પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (Constable) થી લઈ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (Constable) સાથે જ SRPF અને જેલ સિપોઇ વર્ગ-૩ ની કુલ 12472 ખાલી જગ્યાઓની સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત Online અરજીઓ મગાવવામાં આવી છે.

રાજ્ય ગૃહમંત્રીએ અગાઉ ભરતી અંગે જાણ કરી હતી

જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (Constable) ની 3302 પોસ્ટ પર ભરતી કરાશે. તો SRP ની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પોલીસ એકેડેમીમાં એક કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ નવા વર્ષમાં પોલીસ વિભાગમાં અનેક ભરતીઓ થવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: Ahmedabad Police: આધુનિક અમદાવાદમાં મહિલા સુરક્ષા અંગે અતિઆધુનિક સુવિધા કરાઈ તૈયાર

આ પણ વાંચો: સુરત : કોસંબા નજીકથી જિલ્લા SOG તેમજ કોસંબા પોલીસના સંયુક્ત ઓપરેશનથી ૫૦૦ કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપાયો

આ પણ વાંચો: Porbandar ICG: ભારતીય જળસીમા પર ડ્રગ્સ માફિયાઓ બન્યા બેફામ, ICG એ 480 કરોડનો જથ્થો પકડ્યો