Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat Monsoon Update: ચોમાસામાં આબુ ફરવા જવાનો પ્લાન બનાવતા પહેલા આ દ્રશ્યો જોઈ લેજો

12:20 PM Jul 07, 2023 | Hiren Dave

બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રથી અનેક પંથકોમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડ્યો છે. પાલનપુરમાં મોડી રાત્રિથી  પડેલા વરસાદને લઈને પાલનપુરના અમદાવાદ -આબુ હાઇવે ઉપર ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. તો પંજાબના અમૃતસરથી નાસપતિના ફળ ભરીને અમદાવાદ જતા ટ્રકે નેશનલ હાઇવે ઉપર પડેલ ખાડામાં પલટી મારી હતી જોકે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો ,ટ્રક પલટી મારતા ટ્રકમાં ભરેલ નાસપતિ ફળની પેટીઓ પાણીમાં પલળી જતા ટ્રક માલિકને મોટું નુકસાન પહોંચ્યું છે

હાઇવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા 

જોકે હાઇવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મહામુસીબતે પાણી માંથી પસાર થઈ રહ્યા છે. નાના વાહનો અને બાઇક ચાલકો હાઇવે ઉપરથી ચાલવાનું ટાળી રહ્યા છે અમદાવાદ થી દિલ્હી જતા મુખ્ય હાઇવે ઉપર પાણી ભરાઈ જતા વાહનો ધીરેધીરે ચાલતા હોવાથી વાહનોની લાંબી કતારો પણ લાગી છે ,અવારનવાર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે હાઇવે ઉપરથી જલ્દીથી પાણીનો નિકાલ કરવામાં આવે.જોકે તંત્ર દ્વારા યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થા ન કરતાં વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ -આબુ હાઇવે ઉપર પાણી ભરાયા

પાલનપુરમાં પડેલા વરસાદને લઈને પાલનપુરના અમદાવાદ -આબુ હાઇવે ઉપર પાણી ભરાયા છે. જેમં એક ટ્રકે પલટી મારી છે. અમદાવાદ-આબુ હાઇવે ઉપર પાણી વારંવાર વરસાદી પાણી ભરાઈ ભરાતા વાહન ચાલકો સહિત સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.જોકે હાઇવે ઉપર અવારનવાર પાણી ભરાઈ જતા સ્કૂલે જતા બાળકોના વાહનો અને અન્ય લોકો વારંવાર અટવાતા લોકોમાં અને વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે જેથી લોકો તાત્કાલિક પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે.

એક સ્થાનિકે કહ્યું કે, અહીં વારંવાર પાણી ભરાઈ જાય છે મોટા ખાડા પડી જવાથી વર્ષમાં 50 જેટલા વાહનો પલટી મારે છે. સ્કૂલે જતા બાળકો અટવાઈ જાય છે. હાઇવે ઉપર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા ભારે ટ્રાફિકજામ થાય છે લોકો કલાકો સુધી ફસાઈ જાય છે અહીં વારંવાર પાણી ભરાઈ જાય છે અમે બાળકોને સ્કૂલે મોકલી શકતા નથી હાઇવે ઓથોરિટીની ઓફિસ સામે જ છે પણ કઈ થતું નથી લોકો પરેશાન થઈ રહ્યા છે.

આપણ  વાંચો -આગામી 3 કલાક રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી…!