+

6 વર્ષના આર્યન ભગતને જોતાં જ તમે અભિભૂત થઇ જશો…..!

6 વર્ષનો બાળક બન્યો સ્વામિનારાયણનો ભગત 6 વર્ષની ઉમંરે આર્યન કડકડાટ બોલે છે સંસ્કૃતના શ્લોક બોલવામાં કોઈ ના પહોંચે આર્યન ભગતને આર્યન ભગતની એક જ વાત, કોઈ ભેદભાવ નહિ આર્યન…

  • 6 વર્ષનો બાળક બન્યો સ્વામિનારાયણનો ભગત
  • 6 વર્ષની ઉમંરે આર્યન કડકડાટ બોલે છે સંસ્કૃતના શ્લોક
  • બોલવામાં કોઈ ના પહોંચે આર્યન ભગતને
  • આર્યન ભગતની એક જ વાત, કોઈ ભેદભાવ નહિ
આર્યન ભગત…. આ નામ અત્યારે સૌ કોઈના મુખે છે.  આ બાળકની વાત કરતા દરેકની આંખો ચાર થઇ જાય છે. આ બાળકની ખુબી,  તેની બોલવાની છટાથી સૌ પ્રભાવિત થઈ જાય છે અને બસ આર્યન ભગતને જ સાંભળ્યા કરીએ તેવું સતત લાગ્યા કરે છે.
આર્યન ભગત સંસ્કૃતના શબ્દો કડકડાટ બોલે છે
આર્યન બે વર્ષનો હતો ત્યારે સાળંગપુરમાં એક સભામાં સ્વામીજીની સાથે વાત કરી અને તે પછી તેના જીવનમા બે વર્ષની ઉંમરે જ પરીવર્તન આવ્યું અને ત્યારથી લોકો તેને જય સ્વામિનારાયણ આર્યન ભગત.. જય સ્વામિનારાયણ કહી આર્યનને આર્યનમાંથી આર્યન ભગત બનાવ્યો અને  આર્યન ભગત સંસ્કૃતના શબ્દો કડકડાટ બોલે છે.  કથાઓમાં આર્યન ભગત જ્યારે જ્ઞાન પીરસે છે ત્યારે દરેક વ્યક્તિ એક ચિત્ત થઇને સાંભળે છે.
મસ્તક પર શીખા અને સાધુ પહેરવેશ આર્યન ભગતની ઓળખ
આર્યન ભગત બોટાદનો રહેવાસી છે અને મસ્તક પર શીખા અને સાધુ પહેરવેશ આર્યન ભગતની ઓળખ છે. આર્યન ભગત પગમાં પહેરેલી ચાખડીથી સૌથી અલગ તરી આવે છે.
ગુરુના આશિર્વાદથી મને આ બધું જ્ઞાન મળ્યું છે
આર્યન ભગત કહે છે કે મને ભગવાન આવીને બધુ શીખવે છે અને એટલું હું બોલું છું. મારા ગુરુના આશિર્વાદથી મને આ બધું જ્ઞાન મળ્યું છે અને તે થકી હું બોલું છું.
– શું આપનું બાળક જાણે છે ધમાલ ડાન્સ?
– શું આપના સંતાનનું દિમાગ છે સુપર કમ્પ્યુટર?
– શું આપનું બાળક મેદાન પર કરે છે કમાલ?
– શું આપનું બાળક ધરાવે છે વિશેષ ક્ષમતા?
– શું આપના સંતાન પાસે છે કોઈ ખાસ કળા?
જો ઉપરના તમામ પ્રશ્નોમાંથી કોઈ એકનો પણ જવાબ હા હોય તો હવે આપના બાળકને મળશે ગુજરાતના સૌથી  મોટા ન્યૂઝ નેટવર્ક ગુજરાત ફર્સ્ટનું પ્લેટફૉર્મ
દેશનું ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ મીડિયા નેટવર્ક ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયા એક નવા અભિગમ ગુજરાતના જીનિયસ સાથે આવી રહ્યું છે. જ્યાં આપના સંતાનને અથવા આપની શાળાના ટેલેન્ટેડ સ્ટુડન્ટને અમે બિરદાવીશું અને એમની કળાને પહોંચાડીશું દેશ-વિદેશ સુધી
કોણ કોણ કરાવી શકે છે રજિસ્ટ્રેશન?
4 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકોનું વિવિધ કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાશે
કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન?
પર આપના બાળકનું નામ આપનો સંપર્ક નંબર અને બાળકની વિશેષ કળા-આવડતની માહિતી જણાવતું ભરો ફૉર્મ અને ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયાની ટીમ આપના ઘરે અથવા  આપની સ્કૂલમાં આપે જે સમયે આપ્યો હોય તે સમયે પહોંચશે. આપના સંતાનની કળાને ટીવી અને ડિજિટલ નેટવર્ક પર કરીશું પ્રસારિત
હવે દુનિયા ઓળખશે ગુજરાતના જીનિયસને
Whatsapp share
facebook twitter