+

અમદાવાદનો 3 વર્ષનો રિયાન બન્યો નેશનલ ક્યુબ ગેમ્સનો ચેમ્પિયન

અહેવાલ—સંજય જોશી, અમદાવાદ ક્યુબ માસ્ટર રિયાન, સૌથી નાની ઉંમરે નેશનલ ક્યૂબ ગેમ્સમાં ચેમ્પિયન બન્યો છે. અમદાવાદના ત્રણ વર્ષના ટાબરિયાએ રૂબીક કયુબમાં નેશનલ રેકોર્ડ સર્જ્યો છે.. તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલી દસમી…
અહેવાલ—સંજય જોશી, અમદાવાદ
ક્યુબ માસ્ટર રિયાન, સૌથી નાની ઉંમરે નેશનલ ક્યૂબ ગેમ્સમાં ચેમ્પિયન બન્યો છે. અમદાવાદના ત્રણ વર્ષના ટાબરિયાએ રૂબીક કયુબમાં નેશનલ રેકોર્ડ સર્જ્યો છે.. તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલી દસમી નેશનલ ક્યૂબ ચેમ્પિયનશિપમાં વિજેતા થઈ નેશનલ રેકોર્ડ સર્જ્યો છે. રિયાને માત્ર ત્રણ વર્ષની ઉંમરમાં અમદાવાદનું નામ નેશનલ લેવલે રોશન કર્યું છે.
રિયાન અલગ અલગ ક્યુબ સોલ્વ કરી બન્યો વિજેતા
ત્રણ વર્ષની ઉંમરમાં બાળક સરખું બોલતા પણ શીખી નથી શકતું ત્યારે આ ટાબરિયાએ રેકોર્ડોની હારમાળા સર્જી દીધી. દસમી નેશનલ ક્યુબ ચેમ્પિયનશિપમાં 1200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સૌથી નાની વયે ત્રણ વર્ષ એક મહિનો અને 29 દિવસના રિયાને અલગ અલગ ક્યુબ સોલ્વ કરી અને વિજેતા થયો છે. તેના મેન્ટર એવા પૂનમ વાધવાન સતત તેને મહેનત કરાવતા રહ્યા અને પરિણામે તેણે આ ખિતાબ મેળવી અને ગુજરાતનું અમદાવાદનું નામ નેશનલ લેવલે રોશન કર્યું છે.
ઇન્ડિયન ક્યુબિક એસોસિયેશન દ્વારા તેને દરેક સ્પર્ધામાં આમંત્રિત કરવામાં આવે છે
રિયાનના માતા પિતાએ પણ તેને ક્યુબ શીખવાડવામાં મદદ કરી હતી અને તેઓ તેના ક્લાસ પણ ચલાવે છે. રિયાને ત્રણ વર્ષની ઉંમરમાં ત્રણ પ્રકારના જેમાં ત્રણ સ્તરીય ક્યુબ, ટુ વે અને પિરામિન્ક્સ ટાઈપના ક્યુબ હતા જે સોલ્વ કર્યા હતા. ઇન્ડિયન ક્યુબિક એસોસિયેશન દ્વારા પણ તેને દરેક સ્પર્ધામાં આમંત્રિત કરવામાં આવે છે અને તેને સન્માનિત પણ કરવામાં આવ્યો છે.. અગાઉનો રેકોર્ડ ત્રણ વર્ષ, બે મહિના અને 29 દિવસનો હતો. જે માસ્ટર રિયા ને ત્રણ વર્ષ એક મહિના અને 29 દિવસમાં નોંધાવ્યો છે. ત્યારે એવું માનવામાં આવે છે કે અન્ય નાના બાળકો માટે તેનો રેકોર્ડ તોડવો પહેલાથી જ મુશ્કેલ લાગે છે. કારણ કે તેણે પહેલાથી જ અન્ય યુવા સ્પર્ધકો માટે બાર ઉંચો કરી દીધો છે.
– શું આપનું બાળક જાણે છે ધમાલ ડાન્સ?
– શું આપના સંતાનનું દિમાગ છે સુપર કમ્પ્યુટર?
– શું આપનું બાળક મેદાન પર કરે છે કમાલ?
– શું આપનું બાળક ધરાવે છે વિશેષ ક્ષમતા?
– શું આપના સંતાન પાસે છે કોઈ ખાસ કળા?
જો ઉપરના તમામ પ્રશ્નોમાંથી કોઈ એકનો પણ જવાબ હા હોય તો હવે આપના બાળકને મળશે ગુજરાતના સૌથી  મોટા ન્યૂઝ નેટવર્ક ગુજરાત ફર્સ્ટનું પ્લેટફૉર્મ
દેશનું ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ મીડિયા નેટવર્ક ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયા એક નવા અભિગમ ગુજરાતના જીનિયસ સાથે આવી રહ્યું છે. જ્યાં આપના સંતાનને અથવા આપની શાળાના ટેલેન્ટેડ સ્ટુડન્ટને અમે બિરદાવીશું અને એમની કળાને પહોંચાડીશું દેશ-વિદેશ સુધી..
કોણ કોણ કરાવી શકે છે રજિસ્ટ્રેશન?
4 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકોનું વિવિધ કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાશે
કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન?
પર આપના બાળકનું નામ આપનો સંપર્ક નંબર અને બાળકની વિશેષ કળા-આવડતની માહિતી જણાવતું ભરો ફૉર્મ અને ગુજરાત ફર્સ્ટ અને OTT ઈન્ડિયાની ટીમ આપના ઘરે અથવા  આપની સ્કૂલમાં આપે જે સમયે આપ્યો હોય તે સમયે પહોંચશે
આપના સંતાનની કળાને ટીવી અને ડિજિટલ નેટવર્ક પર કરીશું પ્રસારિત
હવે દુનિયા ઓળખશે ગુજરાતના જીનિયસને
Whatsapp share
facebook twitter