+

KUTCH : માં આશાપુરાના મઢ ખાતે શીશ ઝુકાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી

KUTCH : કચ્છ (KUTCH) જિલ્લાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT – HARSH BHAI SANGHAVI) એ માતાના મઢ (MATANAMADH) ખાતે દેશદેવી માં આશાપુરાના દર્શન કરીને ધન્યતા…

KUTCH : કચ્છ (KUTCH) જિલ્લાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (HOME MINISTER OF GUJARAT – HARSH BHAI SANGHAVI) એ માતાના મઢ (MATANAMADH) ખાતે દેશદેવી માં આશાપુરાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગૃહ રાજ્યમંત્રીએ કચ્છની કુળદેવીના આશાપુરા માતાજી સમક્ષ શીશ ઝુકાવી રાજ્યમાં જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

KUTCH : HOME MINISTER HARSH SANGHVI VISIT

KUTCH : HOME MINISTER HARSH SANGHVI VISIT

ગૃહ રાજ્યમંત્રીને ઢોલ નગારા સાથે મંદિર પરિસરમાં આવકાર

ગૃહ રાજ્યમંત્રીએ માતાના મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરીને માતા આશાપુરાના મંદિરનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. નવરાત્રીના પર્વ નિમિત્તે પધારેલા ગૃહ રાજ્યમંત્રીને ઢોલ નગારા સાથે મંદિર પરિસરમાં આવકાર આપીને ટ્રસ્ટીઓ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

અહેવાલ – કૌશિક છાંયા, કચ્છ

આ પણ વાંચો — ગુજરાતના 11 સાવજો મા દુર્ગાની આરાધનામાં કરશે આઠમના ઉપવાસ

Whatsapp share
facebook twitter