Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

તંત્રની કામગીરીમાં વિક્ષેપ કરતા તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાનો ગુજરાત હાઇકોર્ટનો આદેશ

05:17 AM Apr 17, 2023 | Vipul Pandya

રાજ્યમાં માથાનો દુખાવો બનેલી રખડતા ઢોરની સમસ્યા મુદ્દે હાઈકોર્ટે આજે કડક વલણ અપનાવ્યું છે.  આજે આ મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે અમદાવાદ મ્યુનિસપલ કોર્પેશન અને અમદાવાદ પોલીસે રજૂ કરેલા સોગંદનામાને ધ્યાને લીધા બાદ રાજ્ય સરકાર, DGP, સહિત તમામ મનપા અને નગરપાલિકાઓને કડક હાથે કામ કરવાના આદેશ આપ્યા છે. રખડતા ઢોર મામલે કામ કરતા કોર્પોરેશનની ટીમ અને પોલીસ પર હુમલો કરનારાની તત્ત્વો સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવા આજે  હાઈકોર્ટે આદેશ આપ્યો છે.
 
આ કાર્યવાહી કરવાં હાઈકોર્ટનો આદેશ
– એક ચોક્કસ એક્શન પ્લાન કરી રાજ્યની સ્થિતિ માટે કાર્યવાહી કરવા પોલીસ વડાને સૂચના
– તમામ SP અને સંબધિત અધિકારીઓ સાથે તાત્કાલિક મીટીંગ યોજવા સૂચના
-AMC ને લોન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ એક્શન પ્લાન રજૂ કરવા આદેશ
-તમામ 8 મહાનગર પાલિકા અને તમામ નગરપાલિકાઓને પણ એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ
-રાજ્ય સરકારને પણ લોગ ટર્મ અને શોર્ટ ટર્મ એક્શન રિપોર્ટ તૈયાર કરવા હાઇકોર્ટની સૂચના
– રખડતાં ઢોરને કારણે થતા માર્ગ અકસ્માત મામલે સોગંદનામુ રજૂ કરવા કોર્ટનો આદેશ
– ઈલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત થતાં અહેવાલોને પણ સોગંદનામાંમાં રજૂ કરવા કોર્ટનો આદેશ
 -રાજ્યનાં ગૃહ મંત્રાલયને આ મામલે ધ્યાન આપવા હાઇકોર્ટની સૂચના 
-યોગ્ય ધ્યાન આપો અને જરૂર જણાય તો એક વોર રૂમ શરૂ કરવા પણ કોર્ટનો આદેશ

પોલીસ પર હુમલો કરનારાની તત્ત્વો સામે પણ પાસા હેઠળ કાર્યવાહી
બીજી તરફ સરકાર તરફથી રજૂઆત કરતા વકીલે કોર્ટને જાણાવ્યું હતું  કે જે ટીમ હાલ કામગીરી કરી રહી છે તેમના પર સતત હુમલા થઇ રહ્યા છે. કોર્ટે આવા લોકો સામે કડકમાં કડક પગલા લેવા  આદેશ આપ્યો છે. ઢોર પકડવાની કામગીરી કરી રહેલા કોર્પોરેશનના અધિકારીઓ પોલીસ પર હુમલો કરનારા વ્યક્તિને જોખમી વ્યક્તિ ગણી તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 332, 338, 188 હેઠળ ગુનો નોંધવા જોઈએ. રખડતા ઢોર મામલે કામ કરતા કોર્પોરેશનની ટીમ અને પોલીસ પર હુમલો કરનારાની તત્ત્વો સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવા આજે  હાઈકોર્ટે આદેશ આપ્યો છે.

હાઇકોર્ટે કીધું કે હવે હદ થઈ ગઈ છે
રાજ્યમાં સૌથી વધુ વિકરાળ બનેલી રખડતા ઢોર (Stray Cattle)ની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ જેમાં હાઈકોર્ટે (Highcourt) રખડતા ઢોરની સમસ્યા પર અંકુશ લાવવા રાજ્ય સરકારને તેમજ તમામ નગરપાલિકાઓને કડક હાથે પગલા લેવા આદેશ આપ્યા છે.  કારણકે રાજ્યભરમાં અનેક લોકો રખડાતાં ઢોરના કારણે  અકસ્માતનો ભોગ બન્યા, જેમાં અમુક કિસ્સાઓમાં મોત થયાની પણ ઘટનાઓ પણ બની છે.  આ મામલે થયેલી જાહેરહિતની અરજી પર અગાઉ સુનાવણી કરતા હાઈકોર્ટે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને (AMC) સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. હાઇકોર્ટે કીધું કે હવે હદ થઈ ગઈ છે. સરકાર તમામ લોકો સામે પગલાં ભરે કે જેમને કોર્ટનાં આદેશનો અનાદર કર્યો છે અથવા કરે છે અને સમાજમાં અશાંતિ ફેલાવી કાયદો હાથમાં લે છે. તેમની સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઇએ. 

લાંબા અને ટૂંકા ગાળાનો એક્શન પ્લાન રજૂ કરવા હુકમ
આ સાથે જ કોર્ટે એ પણ નોંધ્યુ કે AMC અને સરકારે પુરતા પગલા નથી લીધા તો આ જ મામલે હવે અમદાવાદ પોલીસ કમિશનર, રાજ્ય પોલીસ વડા અને રાજ્ય સરકારના રખડતા ઢોરને ડામવા માટેના લાંબા અને ટૂંકા ગાળાનો એક્શન પ્લાન રજૂ કરવા હુકમ કર્યો છે. આ સાથે જ રાજ્યના ગૃહ વિભાગને યોગ્ય સંકલન માટે એક વોરરૂમ તૈયાર કરવા પણ આદેશ આપ્યા છે. આ મામલે આગામી સુનાવણી 15 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.
રાજ્ય સરકારે આપી બાંહેધરી
– વોર રૂમ શરૂ કરવા મામલે રાજ્ય સરકારનાં વકીલે કોર્ટને ખાતરી આપી
– ચોક્કસ પગલાં લેવાશે: રાજ્ય સરકાર
– 24 કલાક કામગીરી કરવા સંબધિત અધિકારીઓને સૂચના