+

AHMEDABAD : ગુજરાતની કેસર કેરીનો સ્વાદ અમેરિકા પહોંચ્યો

AHMEDABAD : અમદાવાદ (AHMEDABAD) જિલ્લામાં સ્થિત પ્લાન્ટમાં ઈ-રેડિએશન (E RADIATION) અને ક્વોલિટી કંટ્રોલ પ્રોસેસ (QUALITY CONTROL PROCESS) થી ગુજરાતના ખેડુતો (GUJARAT FARMER) કેસર કેરી (KESAR MANGO) નું અમેરિકામાં વેચાણ કરી…

AHMEDABAD : અમદાવાદ (AHMEDABAD) જિલ્લામાં સ્થિત પ્લાન્ટમાં ઈ-રેડિએશન (E RADIATION) અને ક્વોલિટી કંટ્રોલ પ્રોસેસ (QUALITY CONTROL PROCESS) થી ગુજરાતના ખેડુતો (GUJARAT FARMER) કેસર કેરી (KESAR MANGO) નું અમેરિકામાં વેચાણ કરી રહ્યાં છે. અમદાવાદના બાવળામાં આવેલો ઈ-રેડિએશન પ્રોસેસિંગ પ્લાન્ટ, કે જ્યાં ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી (GARPF)માં કેસર કેરીનું ઈ-રેડિએશન પ્રક્રિયા કરવામાં આવે છે. તાલાલા અને ગુજરાતના ખેડુતો અહીં પોતાની કેસર કેરીને ઈ-રેડિએશન માટે મોકલાવે છે, અને ઈ-રેડિએશન પ્રોસેસિંગ થયેલી કેસરનું અમેરિકામાં વેચાણ કરીને ડોલરમાં કમાણી કરે છે. મહત્વનું છે કે, ચાલું વર્ષે અત્યાર સુધીમાં અહીંથી 215 ટનથી વધુ કેસર કેરી અમેરિકા ખાતે નિકાસ કરવામાં આવી છે. ઈ-રેડિએશન થયેલી કેસરને જાળીના આવરણ વાળા બોક્સમાં 3 કિલોના જથ્થામાં પેકિંગ કરવામાં આવે છે, જે અમેરિકામાં 30 થી 38 ડોલરમાં વેચાય છે.

15થી વધુ સ્ટેટમાં એક્સ્પોર્ટ

નિકાસકાર ખેડૂત ચેતન પટેલ જણાવે છે કે હવે યુનાઈટેક સ્ટેટના રિટલ સ્ટોલમાં પાંચથી છ દિવસમાં અમે ફાર્મ ફ્રેશ મેન્ગો પહોંચાડી શકીએ છીએ વર્ગીકરણથી લઈને ઝીણવટ ભર્યુ, સોર્ટિંગથી લઈને પેકિંગ રેડિએશન ટ્રિટમેન્ટ કરીને લગભગ 30 થી 40 કલાકની ફ્લાઈટ દ્વારા ચારથી પાંચ દિવસમાં અમેરિકાના રિટલ સ્ટોરમાં પહોંચાડી શકીએ છીએ. ફાર્મ ફ્રેશ મેન્ગો અમેરિકાના 15થી વધુ સ્ટેટમાં અમે એક્સ્પોર્ટ કરીએ છીએ. ભારતમાં આ એકમાત્ર સુવિધા છે જે કે, જ્યાં ડુંગળી, બટેટા, અનાજ, કઠોળ, ઈસબગોલ, મસાલા, સૂકી ડુંગળી/સૂકા શાકભાજીને જરૂરિયાત અનુસાર ઈરેડિએટ કરવામાં આવે છે. તાજેતરમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલએ પણ આ યુનિટની મુલાકાત લીધી હતી.

વિશ્વાસનિયતામાં વધારો

“ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીસ કોર્પોરેશન દ્વારા RKUY યોજના મારફત 2014માં 20 કરોડ રૂપિયાના ખર્ચે આ ઈ-રેડિએશન સેન્ટ્રરની શરૂઆત કરવામાં આવી હતી. આ ઈ-રેડિએશન સેન્ટરના કારણે ગુજરાતના ફળો, શાકભાજીએ વિદેશોમાં નિકાસ થાય છે.આયુષ્ય અને રોગપ્રતિકારક શક્તિ એનામાં વધે છે. આ સેન્ટરમાંથી સર્ટિફાઈડ થઈને પછી જવાથી એની વિશ્વાસનિયતામાં પણ વધારો થાય છે. ગત વર્ષે લગભગ 2 લાખ 3 હજાર કિલો કેરીની ઈ-રેડિએશન થઈને નિકાસ થયેલ છે, જેમાં ઉતરોત્તર વધારો થતો જાય છે. વર્ષ 2014માં 1500 મેટ્રિક ટન ઈ-રેડિએશન ફળો અને શાકભાજીની નિકાસ કરવામાં આવી હતી, જે અત્યારે 6 હજાર મેટ્રિક ટન જેટલું વધ્યું છે. જેના પરિણામે વિદેશમાં નિકાસ પણ વધી છે.“

ફાયદો રાજ્યના ખેડુતોને

આ પ્લાન્ટ કેરી અને દાડમની નિકાસ માટે અમેરિકાના કૃષિ વિભાગ અને પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસની મંજૂરી મેળવનારો આ ગુજરાતનો પહેલો પ્લાન્ટ બન્યો છે. જેનો સીધો ફાયદો રાજ્યના ખેડુતોને થઈ રહ્યો છે.

અહેવાલ — સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો — GONDAL : શ્રી અક્ષર મંદિરે ઠાકોરજીને કેરીનો ભવ્ય અન્નકૂટ અર્પણ

Whatsapp share
facebook twitter