Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

એશિયાટિક સિંહોના અકાળે મોત મામલે ગુજરાત હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી

11:55 AM Mar 21, 2024 | Hardik Shah

તમે સમયાંતરે સિંહો (Lions) ના અકાળે મોત થતા હોવાના સમાચાર વાંચ્યા જ હશે. હવે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) દ્વારા એશિયાટિક સિંહો (Asiatic Lions) ના અકાળે મોત મામલે સુઓમોટો પિટિશન (suo moto petition) હાથ ધરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે સિંહોના અકાળે મોત (untimely death of lions) થવાના મામલે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે ટ્રેન નીચે આવી જવાના કારણે સિંહોના મોત મામલે રેલ વિભાગ (Rail Department) સામે પણ લાલ આંખ કરી છે.

રેલ વિભાગ વિરુદ્ધ લાલ આંખ

જણાવી દઇએ કે, છેલ્લા બે વર્ષમાં 184 સિંહોના મોત થયા છે જેમા 32 સિંહોના આકસ્મિક મોત થયા હતા. કહેવાય છે કે, એશિયામાં માત્ર ગુજરાતમાં જ સિંહો જોવા મળે છે. આ સિવાય જો દુનિયાની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકામાં પણ સિંહો છે. જણાવી દઇએ કે, કોર્ટે સિંહોના મોત મામલે રેલ વિભાગ વિરુદ્ધ લાલ આંખ કરી છે. કોર્ટે રેલ વિભાગ પાસે જવાબ માંગ્યો છે કે, સ્પીડ નિયંત્રણ અને ફેન્સિંગ મામલે તમે શું વિચાર કરી રહ્યા છો, તે વિશે સોગંદનામું દાખલ કરો. ઉલ્લેખનીય છે કે, ગીરનો જે વિસ્તાર છે તેમા અંદાજે 650 થી વધુ સિંહો છે. ગીરમાંથી જ રેલ્વે લાઈન પસાર થઇ રહી છે જે અમરેલીથી અલગ-અલગ જગ્યાએ જાય છે. જ્યા રેલ્વે બ્રોડગેજ લાઈન નાખવાની નથી. સિંહોના અકાળે મોત મામલે આગામી સમયમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

  • એશિયાટિક સિંહોના અકાળે મોત મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો
  • મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે સિંહોના મોત મામલે વ્યક્ત કરી ચિંતા
  • ટ્રેન નીચે આવી જવાથી સિંહોના મોત મામલે રેલ વિભાગ સામે કરી લાલ આંખ
  • સ્પીડ નિયંત્રણ અને ફેન્સિંગ મામલે શું વિચાર કરી રહ્યા છો, સોગંદનામુ દાખલ કરો : હાઈકોર્ટ
  • એશિયામાં માત્ર ગુજરાતમાં જ સિંહો જોવા મળે છે, હાલની પ્રવૃત્તિ જેમના જીવ માટે જોખમી હોવાની કોર્ટ મિત્રની રજૂઆત
  • છેલ્લા 2 વર્ષમાં 184 સિંહના મોત જેમાં 32 સિંહનાં આકસ્મિક મોત થયા હોવાનો અહેવાલ
  • આગામી માસમાં વધુ સુનાવણી હાથ ધરાશે
વિધાનસભામાં પણ ગુજ્યો હતો સિંહોના મોતનો મામલો

ઉલ્લેખનીય છે કે, ગત મહિને ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન સિંહના મોત વિશે પૂછાયેલા પ્રશ્ન અંગે વન મંત્રીએ જવાબ આપ્યો હતો. જેમા તેમણે કહ્યું હતું કે, 31 ડિસેમ્બર 2023ની સ્થિતિ સંદર્ભે બે વર્ષમાં 113 સિંહ, 126 બાળ સિંહ, 294 દીપડા, 110 દીપડાના બચ્ચાના મોત થયા છે. આ અંગે વધુ વિગત લેખિતમાં આપતા વન મંત્રીએ જણાવ્યું હતું કે, તે પૈકી 21 સિંહ, 8 બાળ સિંહ, 101 દીપડા અને 31 દીપડાના બચ્ચાના અકુદરતી મોત થયા છે. 92 સિંહ, 118 બાળ સિંહ, 193 દીપડા, 79 દીપડાના બચ્ચાના કુદરતી મોત થયા છે. દીપડા અને સિંહના કુદરતી મોત અટકાવવા સરકારે અનેક પગલાં લીધા હોવાનું વન મંત્રીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો – Tharad : વાવની સપ્રેડા કેનાલ અબોલ પશુઓ માટે બની ઘાતક

આ પણ વાંચો – Trademark Case: ગુજરાત હાઈકોર્ટે વિવિદિત ઈંટના ટ્રેડમાર્ક કેસમાં કોમર્શિયલ કોર્ટ વિરુદ્ધ નિર્ણય સંભળાવ્યો

આ પણ વાંચો – Amreli : વધુ એક સિંહનું મોત, સિંહણે પાઠડા દિપડા પાછળ દોટ મુકી, બંને કુવામાં ખાબકતા થયું મોત