Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Impact: છોટાઉદેપુરમાં ગુજરાત ફર્સ્ટે તંત્રને જવાબદારીનું કરાવ્યું ભાન

09:03 PM Jan 11, 2024 | Aviraj Bagda

Impact: આખરે છોટા ઉદેપુર જીલ્લામાં કામ કરતા શિક્ષકોનું મહેનતાણું ચુકવવામાં આવ્યું છે. ગુજરાત ફર્સ્ટ દ્રારા ન્યાયના પડઘા પડતા તંત્ર સક્રિય બન્યું. ત્યાર બાદ 48 થી 72 ક્લાકમાં જ પગાર જમાં જ્ઞાન સહાયકોને આપવામાં આવ્યો હતો.

 આશરે 200 શિક્ષકોને વેતન ચૂકવાયું ન હતું

Impact

છોટા ઉદેપુરમાં છેલ્લા કેટલાંક મહિનાઓથી શિક્ષકોને વેતન ચૂકવવામાં આવી રહ્યું ન હતું. આ શિક્ષકોની સંખ્યા આશરે 200 જેટલી છે. જિલ્લા તંત્ર દ્વારા તેમને વેતન નહીં ચૂકવવાના કારણે તમામ શિક્ષકોને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે 4 જાન્યુ. ના રોજ ગુજરાત ફર્સ્ટ દ્વારા આ અંગે સમચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

સમગ્ર મામલા અંગે માહિતી

ત્યારે જિલ્લા કચેરી  તરફથી તાબડતોડ સત્વરે પગાર થાય તે દિશામાં કામગીરી ઉપાડી લેવામાં આવી હતી. 6 જાન્યુઆરીઓના રોજ શિક્ષકોને પગાર જમા કરાવવા માટેની કામગીરીને અંજામ આપવામાં આવ્યો હતો. જો કે, તેમાં 8 થી 9 શિક્ષકોને કચેરીએ બોલાવીને તેમની સમસ્યાનું સમાધાન મેળવવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવા માટે  શિક્ષકોની નવેમ્બર માસમાં ભરતી કરવામાં આવી હતી. જ્યારે હાલ હાજર થયેલા શિક્ષકો દ્વારા બાળકોને જ્ઞાન પીરસવાનું શરૂ પણ કરાયું હતું. પરંતુ દોઢ માસ સુધી હાજર થયેલા શિક્ષકોને તેઓનું મહેનતાણું ચુકવાયું નથી તેવી માહિતી સામે આવી હતી. ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા શિક્ષકોને ન્યાય આપવા માટે સમાચારના માધ્યમથી તંત્ર જવાબદારીનું ભાન કરાવવામાં આવ્યું હતું.

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો: Astha Train: ગુજરાતમાં રામલલાના ભક્તો માટે રેલ્વે તરફથી ખાસ ભેટ