+

ગુજરાત ફર્સ્ટ પાસે છે કોંગ્રેસની ઉમેદવારની યાદીને લઈને મોટા સમાચાર

લોકસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. દરેક રાજનૈતિક પાર્ટી હાલ પોતાના પક્ષને મજબૂત બનાવવા અને જનતાનો વિશ્વાસ જીતવામાં લાગી છે. ત્યારે  ગુજરાત કોંગ્રેસની પહેલી યાદી અંગે મોટા સમાચાર હાલ સામે…

લોકસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. દરેક રાજનૈતિક પાર્ટી હાલ પોતાના પક્ષને મજબૂત બનાવવા અને જનતાનો વિશ્વાસ જીતવામાં લાગી છે. ત્યારે  ગુજરાત કોંગ્રેસની પહેલી યાદી અંગે મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ પાસે કોંગ્રેસની પહેલી યાદીના નામ આવ્યા છે. હાઈકમાન્ડ તરફથી કોંગ્રેસ નેતાઓના ફોન હવે રણક્યાં છે. ચાલો જોઈએ ગુજરાત કોંગ્રેસ ભાજપના ઉમેદવારોને ટક્કર આપવા માટે કયા ઉમેદવારોને ચૂંટણીના રણમેદાને ઉતારી શકે છે.

પાટણથી ચંદનજી ઠાકોરને મેદાને ઉતારવા તૈયારી

પાટણ બેઠકની વાત કરીએ તો કોંગ્રેસ પાટણથી ચંદનજી ઠાકોરને મેદાને ઉતારવા તૈયારીમાં લાગ્યું છે. હવે પાટણથી જગદીશ ઠાકોરે નામ પરત ખેંચતા ચંદનજીને લોટરી લાગી છે. જગદીશ ઠાકોર બાદ હવે ચંદનજી ઠાકોર પાટણથી કોંગ્રેસની કમાન સંભાળે તેવું લાગી રહ્યું છે. હવે વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાથી ગુજરાત કોંગ્રેસના સશક્ત મહિલા નેતા ગેનીબેન ઠાકોરની ટિકિટ પાક્કી હોય તેવા અણસાર વર્તાઇ રહ્યા છે. ગેનીબેન ઠાકોરે હાલ કોંગ્રેસને મજબૂત બનાવવા માટે પોતાની ચૂંટણીનો પ્રચાર શૂરું કરી દીધો છે.

મહેસાણાથી બળદેવજી ઠાકોરને ઉતારવાનું લગભગ નક્કી

મહેસાણા બેઠકથી પણ ગુજરાત કોંગ્રેસ ઠાકોરને જ મેદાને ઉતારશે તેવું લાગી રહ્યું છે. મહેસાણા બેઠકથી બળદેવજી ઠાકોરને ઉતારવાનું લગભગ નક્કી છે તેવી વાતો હાલ ચાલી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર બેઠકથી ઋત્વિજ મકવાણાની ટિકિટ પણ લગભગ પાક્કી હોય તેવી વાતો સામે આવી રહી છે. જો જાતીય સમીકરણોને આધારે કદાચ દલિત નેતાને ટિકિટ અપાય તો નૌશાદ સોલંકીનું નામ નક્કી હોય તેવી વિગત સામે આવી રહી છે.

અમરેલીથી જેની ઠુમ્મરને ટિકિટ અંગે મળી લીલીઝંડી

અમરેલીથી પણ ગુજરાત કોંગ્રેસ મહિલા ઉમેદવારને મેદાને ઉતારી શકે છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર અમરેલીની બેઠકમાંથી જેની ઠુમ્મરને લીલીઝંડી મળી શકે છે. અહી નોંધનીય છે કે,  જેની ઠુમ્મર કોંગ્રેસના  પ્રદેશ મહિલા અધ્યક્ષ પણ છે. રાજકોટમાં પણ ગુજરાત કોંગ્રેસ પહેલીવાર કડવાને બદલે લેઉઆ પાટીદારને ટિકિટ આપી શકે છે. ભાજપના નામી નેતા પરશોત્તમ રૂપાલા સામે કોંગ્રેસ લલિત વસોયાને ઉતારી શકે છે.

આણંદથી વધુ એકવાર ભરતસિંહ સોલંકીનું જ નામ

હવે આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો, આણંદમાં લોકસભાની ચૂંટણીની ઉમેદવારીમાં ફરી એક વખત કોંગ્રેસના કદાવર નેતા ભરતસિંહ સોલંકીનું જ નામ સામે આવી રહ્યું છે. આણંદ લોકસભા બેઠકથી ભરતસિંહ સોલંકીની ટિકિટ કન્ફર્મ જ હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

જીગ્નેશ મેવાણીને ઉતારાઇ શકે છે અમદાવાદ પશ્ચિમથી

અમદાવાદ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મજબૂત છે. ત્યારે કોંગ્રેસે આ બેઠકોમાં ભાજપને ટક્કર આપવા માટે મજબૂત રણનીતિ તૈયાર કરવી પડશે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસ તરફથી બે નામ માટે જોરદાર ચર્ચામાં ચાલી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ અમદાવાદ પશ્ચિમથી જીગ્નેશ મેવાણીને ઉતારાઇ શકે છે, ત્યારે આ બેઠક ઉપરથી બીજું નામ હિતેન્દ્ર પીઠડિયાનું પણ સામે આવી રહ્યું છે. અમદાવાદ પૂર્વ બેઠકથી પણ કોંગ્રેસની ટિકિટ નક્કી હોય તેવું લાગી રહ્યું છે, આ બેઠક ઉપરથી રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાને કોંગ્રેસ મેદાને ઉતારી શકે છે.

જામનગર અને જૂનાગઢ બેઠક પર કોંગ્રેસનો નવો દાવ

જામનગર અને જુનાગઢ પર ગુજરાત કોંગ્રેસ નવો દાવ રમી શકે છે. આ બંને બેઠકો પર જાતિગત સમીકરણોમાં ઉલટફેર કરાય તેવી શક્યતાઓ છે. જૂનાગઢ બેઠકથી હીરાભાઈ જોટવા અને પ્રગતિ આહીરના નામ સામે આવી રહ્યા છે. જામનગરમાં પણ આહીરને કોંગ્રેસ હવે પાટીદાર નેતાને ઉતારવા તૈયાર છે. જામનગરથી જે.પી.મારવિયા, પાલ આંબલિયા અને મનોજ કથીરિયાનું નામ પણ ચર્ચામાં છે.

આ પણ વાંચો : BHARUCH : પરીક્ષાના પ્રથમ દિવસે જીલ્લાના વિવિધ કેન્દ્રો પર વિદ્યાર્થીઓને ગુલાબ આપી આવકારવામાં આવ્યા

Whatsapp share
facebook twitter