+

Gujarat First Conclave 2024: Parshottam Rupala ને લઈને Ram Mokariya એ કર્યો સૌથી મોટો ખુલાસો

Gujarat First Conclave 2024: રાજકોટમાં અત્યારે ગુજરાતી મીડિયા ઇતિહાસનો સૌથી મોટો Conclave યોજવામાં આવ્યો છે. જેમાં રાજકીય નેતા સાથે સીધો સંવાદ કરવા માટે રામ મોકરિયા આવ્યા છે. તેમની સાથે ગુજરાતની…

Gujarat First Conclave 2024: રાજકોટમાં અત્યારે ગુજરાતી મીડિયા ઇતિહાસનો સૌથી મોટો Conclave યોજવામાં આવ્યો છે. જેમાં રાજકીય નેતા સાથે સીધો સંવાદ કરવા માટે રામ મોકરિયા આવ્યા છે. તેમની સાથે ગુજરાતની વિકાસથી લઈને તેમની કામગીરીની ખાસ વાતકિત કરવામાં આવી છે. નોંધની છે કે, ભારતભરમા અત્યારે લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ગુજરાતના રાજકારણામાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે ગુજરાતમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા ગુજરાતી મીડિયા ઇતિહાસના સૌ પ્રથમવાર સૌથી મોટો Conclave યોજવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના મીડિયા ઇતિહાસનો સૌથી મોટો કોન્ક્લેવ છે. જેમાં ગુજરાતના રાજકીય દિગ્ગજો સાથે સૌથી નિખાલસ સંવાદ કરવામાં આવ્યો છે.

રાજકોટ બેઠક જીતવાની અને 5 લાખની લીડ સુધી પહોંચવાની કેવી રણનીતિ રહેશે?

આનો જવાબ આપતા રામ મોકરિયાએ કહ્યું કે, અમારી લીડ તો 7 લાખ ઉપર જશે, રણનીતિએ ખાનગી હોય છે તેના વિશે જાહેરમાં વાત કરવી ના જોઈએ. બધા લોકો અત્યારે કમળને અને રુપાલા સાહેબને ઇચ્છે છે જેનું પરિણામ તમને જવા મળશે જ. તમારી જ ચેનલ ફર્સ્ટ છે એટલે તમે અમને ફર્સ્ટ સમાચાર આપશો કે, સૌથી વધારે મત અમને મળ્યા છે.

રાજકોટમાં રામ મોકરિયા હનુમાનની ભૂમિકામાં દેખાણાઃ ગુજરાત ફર્સ્ટ

રામ મોકરિયાએ કહ્યું આપની વાત સાચી છે, હું મોટે ભાગે રૂપાલા સાહેસ સાથે જ ફરૂ છું. બધા જ અમારા આગેવાનો અને કાર્યકર્તાઓ સોપેલી કામગીરી કરી રહ્યાં છે. અમે પણ એવી રીતે જ કાર્ય કરી રહ્યા છે. અત્યારે તો જે પાર્ટીમાં નથી તે પણ ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે કે, અમે 100 ટકા મતદાન કરશું અને વધારે લીડથી જીત અપાવીશું. મોદી સાહેબને 400 પારની લીડ આપવાની છે પણ એ લીડ વાયા રુપાલા સાહેબ દ્વારા આપવાની છે.

કયા મુદ્દાઓને તેમે પ્રજા વચ્ચે જાઓ છો? ગુજરાત ફર્સ્ટ

અમે ગ્રામ અને શહેરમાં માત્ર વિકાસના મુદ્દા પર પ્રચાર કરી રહ્યાં છીએ. વિપક્ષ બાબતે કહ્યું કે, અમે જે પણ વાયદા આપ્યા છે તે દરેક વાયદા અમે પૂરા કર્યા છે. મોદીની ગેરન્ટી છે. મોદી સાહેબે હમણાં નવો વાયદો આપ્યો છે કે, કોઈ જાતિ, જ્ઞાતિ કે સમુદાયના ભેદભાવ વિના 70 વર્ષથી વધારે વયના લોકોની સેવા કરવાના જવાબદારી મોદી સાહેબની ગેરન્ટી વાળી ગાડીને રહેવાની છે. અમે જે પણ વાયદા આપીએ છીએ તે દરેક અમે પૂરા કર્યા છે. મોદી સાહેબે તો જે વાયદા નથી આપ્યા તેવા જનધન યોજના, શૌચલય પણ બનાવી આપ્યા છે. 1 લાખથી વધારે સ્ટાર્ટઅપ મોદી સાહેબના કાર્યકાળમાં થયા છે. કાશ્મીરમાં જે લોકો પહેલા 50 રૂપિયા લઈને પથ્થરમારો કરતા હતા તે અત્યારે કમળનું ફૂલ લઈને પ્રચાર કરી રહ્યા છે આનાથી મોટી સિદ્ધિ બીજી શું જોઈએ. તેની સાથે સાથે અત્યારે ડ્રોન દીદીમાં સરકાર 7 લાખના ડ્રો મફ્તમાં આપવાની છે. કોરોના કાળમાં 80 કરોડ લોકોને મફ્તમાં અનાજ આપ્યું છે, વિશ્વમાં પહેલી એવી યોજના હશે. જેમાં આવી રીતે લોકોની સેવા કરવામાં આવી હોય.

રાજકોટને આયાતી ઉમેદવારની કેમ જરૂર પડી? ગુજરાત ફર્સ્ટ

રાજકોટ અમારી પરંપરાગત બેઠક છે, તેમાં વર્ષોથી ભાજપ જીતતું આવ્યું છે અને આ વખતે પણ અમે જ જીતશું. આતો તમે કહો છો કે, આયાતી ઉમેદવાર છે. પરંતુ એ તો સૌરાષ્ટ્રના છે અને દેશના નેતા છે. મોદી સાહેબ પણ ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી લડે છે અને જીતી બતાવે છે કારણ કે, તે દેશના નેતા છે. જેથી જુઓ ઉત્તર પ્રદેશમાં અનેક રીતે વિકાસ થયો છે. મોદી સાહેબ દેશના હિતમાં કામ કરે છે ના કે પોતાના હિતમાં. મને દયા આવે છે કે, કોંગ્રેસ પાસે વિરોધ કરવા માટે કોઈ પ્રશ્ન નથી એટલે આ પ્રકારની વાતો કરે છે. મોદી સરકારે રામ મંદિરનો પ્રશ્ન જે સદીઓથી ઉકેલાયો નહોતો. તે રામ મંદિર બની ગયું છે, જેની ભારત અને વિશ્વભરના લોકોએ નોંધ લીધી છે.

કોંગ્રેસ કહે છે રાજકોટમાં પરિવર્તન થવાનું છે? ગુજરાત ફર્સ્ટ

કોણ કહે છે રાજકોટમાં પરિવર્તન થવાનું છે? અમારો ઉમેદવારે જોરદાર છે અને વર્ષોનો અનુભવી છે, આ સાથે રાજકોટ અમારો ગઢ છે. કોંગ્રેસ રાજકોટમા પોતાની ડિપોઝિટ બચાવે તો પણ સારી વાત છે. પરેશ ધાનાણી મારા મિત્ર છે. તેઓ લડવા માટે આવ્યા, મારી તેમને શુભેચ્છાઓ છે. પણ વ્યક્તિવાદ ના થવો જોઈએ. તમારી પાર્ટીના મેનિફેસ્ટો પર જાઓ પણ વ્યક્તિવાદ પર ના જવું જોઈએ. પરેશ ધાનાણી બાબતે કહ્યું કે તે લીલા તોરણે પાછા જવાના છે. લોકશાહીમાં બધાને બોલવાનો અધિકાર છે અને ચૂંટણી લડવાનો પણ અધિકાર છે. રામ મંદિર બાબતે રામ મોકરિયાએ કહ્યું કે, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કોંગ્રેસને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો તમે આવો. પરંતુ તે લોકોની હિંમત નહોતી ચાલી અને આવ્યા નહીં. આખા વિશ્વમાં કોઈ એવો હિંદુ નહીં હોય કે, જેને રામ મંદિરનું આમંત્રણ મળ્યું હોય અને તે આવ્યો ના હોય. અમે હિંદુ મંદિરમાં જઈએ છીએ અને તે લોકો હમણાંથી મસ્જિદમાં જઈ રહ્યાં છે.

રાજકોટમાં સારી યુનિવર્સિટી આવવી જોઈએ? ગુજરાત ફર્સ્ટ

અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક સરકારી યુનિવર્સિટી છે અને અન્ય પાંચ ખાનગી યુનિવર્સિટીઓ પણ છે. રાજકોટ અત્યારે રાજ્યમાં સૌથી મોટું શિક્ષણનું હબ છે. આખા રાજકોટમાં સ્વનિર્ભર શાળા કોલજો અમદાવાદ કરતા પણ વધારે છે. અહીં રાજકોટમાં લાખો વિદ્યાર્થીઓ ભણવા માટે આવી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ અમારા પ્રદેશ અધ્યક્ષે મળવા જાય છે અને પદ માંગે છે પરંતુ પદ ના મળે એટલે વિરોધ કરતા હોય છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ જીતવાની વાત કરી રહ્યા છે પરંતુ પરિણામ આવશે તો બધાને જાણ થઈ કોણ જીત્યું છે. કોંગ્રેસ અત્યારે સ્વબચાવ માટે EVM હેક થયાની વાતો કરે છે. અને જો EVM હેક થતા હોય તો અત્યારે જ્યા કોંગ્રેસની સરકાર છે તે કેવી રીતે આવી? બાકી EVM હેકની વાતો બધી ખોટી છે.

રોજગારીને લઈને રાજ્યસભામાં તમારો અનુભવ કેવો રહ્યો?

રામ મોકરિયાએ કહ્યું કે, જ્યારથી હું રાજ્યસભામાં ગયો ત્યારથી તમામ બિઝનેસમાંથી મે રાજીનામા આપી દીધા છે. અત્યારે માત્રને મારું જે અગાઉનું રોકાણ છે તે અને સરકારી પગાર આવે તે જ મારી આવક છે. હું તો એવું માનું છું કે, રાજકારણ અને બિઝનેસને સાથે ના હોવું જોઈએ. રાજ્યસભામાં મારા કાર્યકાળ પછી હુ માત્ર સમાજ સેવા જ કરવાનો છું અને પાર્ટી મને જે જવાબદારી આપશે તે નિભાવવાની છે. રામ મોકરિયાએ કહ્યું કે, રોજગારી માટે મે રાજ્યસભામાં સવાલો કર્યા છે. રામ મોકરિયાએ વધુમાં કહ્યું કે, પોરબંધરના વિકાસ માટે અને માછિમારોના વિકાસ માટે મે અમિત શાહ સાહેબને રજુઆત પણ કરી છે. અહીં અનેક બારમાસી બંદરો અને નવા ઉદ્યોગો માટે કામ થવાનું છે. મનસુખભાઈ અને પરશોત્તમભાઈએ સાથે મળીને પોરબંદર સહિત સૌરાષ્ટ્રના વિકાસ માટે કાર્યો કરવાના છે.

રાજકોટમાં રૂપાલા સાહેબનું વિઝન શું રહેશે?

આ બાબતે જવાબ આપતા કહ્યું કે, મોદી સાહેબ અને રૂપાલા સાહેબનું વિઝન એક જ છે. મોદી સાહેબ જે વિઝન સાથે આગળ વધશે તેમાં બધા તેમનો સાથ આપવાના છે. રાજકોટ આખા દેશમાં સૌથી આગળ હોય તેના માટે કાર્યો થવાના છે. સ્વચ્છતા, વ્યવસ્થા અને સુખ-શાંતિ, આરોગ્ય અને ઉદ્યોગોની દ્રષ્ટીએ રાજકોટમાં વિકાસ થઈ રહ્યો છે. રાજકોટમાં અત્યારે મોંધામાં મોંધી ગાડીઓના પાર્ટ જાય છે.

રાજ્યસભાની સાંસદ તરીકે સૌરાષ્ટ્રની લોકોને સંદેશ

હું એક રાજ્યસભાનો સભ્ય અને ભાજપનો એક કાર્યકર્તા તરીકે રામ મોકરિયા એક માધ્યમ છું અને કાર્યકર્તા તરીકે કાર્ય કરી રહ્યો છું. બધાને હું વિનંતી કરૂ છું કે, બધા મતદાન કરો અને ગુજરાતની 25 બેઠકો પર ભાજપ માટે મતદાન કરજો જેથી.મોદી સાહેબ ત્રીજી વખત હેટ્રીક કરીને વડાપ્રધાન બનેશે એટલે રેકોર્ડ બનશે. વધુમાં કહ્યું કે, કોંગ્રેસને કોઈ ઉમેદવાર નથી મળ્યા એટલે જે મળ્યા તેમને ટિકિટ આપીને બેસાડી દીધા છે. અમારા રૂપાલા સાહેબ 7 લાખની લીડ સાથે જીતવાના છે. મારા નામમાં પણ રામ છે અને કામમાં પણ રામ છે.

આ પણ વાંચો: Gujarat First Conclave 2024: ચૂંટણીમાં અને રાજનીતિમાં પૈસાથી સત્તા સુધી જઈ શકાય નહી! ભરત બોઘરા સાથે ખાસ વાતચીત, જુઓ Video

આ પણ વાંચો: Gujarat First Conclave 2024 : કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ અને નિદિત બારોટે કરી કોંગ્રેસના મનની વાત

આ પણ વાંચો: Gujarat First Conclave 2024: અણવર બનવા વિશે ધનસુખ ભંડેરીએ શું કહ્યું

Whatsapp share
facebook twitter