Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GUJARAT FIRST CONCLAVE 2024 : પરશોત્તમ રૂપાલા બાબતે મોહન કુંડારિયાએ કરી આ વાત..

02:40 PM Apr 25, 2024 | Harsh Bhatt

Gujarat First Conclave 2024 : લોકસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે ત્યારે હવે ભારતભરમા અત્યારે લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામેલો છે. ગુજરાતના રાજકારણામાં પણ ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 7 મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે અત્યારે ગુજરાતમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા ગુજરાતી મીડિયા ઇતિહાસના સૌ પ્રથમવાર સૌથી મોટો Conclave યોજવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના મીડિયા ઇતિહાસનો સૌથી મોટો કોન્ક્લેવ છે. જેમાં ગુજરાતના રાજકીય દિગ્ગજો સાથે સૌથી નિખાલસ સંવાદ કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અને રાજકોટની લોકસભા બેઠકથી સાંસદ મોહન કુંડારિયા પણ ગુજરાત ફર્સ્ટની આ CONCLAVE માં જોડાયા હતા અને તેમણે પોતાના વિચારો જનતા સમક્ષ રજૂ કર્યા હતા.

રાજકોટ પાસે પહેલા મોહન હતા હવે રાજકોટની પરસોત્તમ મળ્યા છે…

રાજકોટની લોકસભા બેઠકથી સાંસદ મોહન કુંડારિયાએ ભાજપના રાજકોટના લોકસભાના વર્ષ 2024 માટેની ચૂંટણીના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા વિશે વાત કરતાં કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા એવા પરસોતમ રૂપાલાને જ્યારે રાજકોટની બેઠક ઉપરથી ચૂંટણીના મેદાને ઉતારવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે, કાર્યકરોમાં જોમ અને જુસ્સો વધુ ઉત્પન્ન થતો હોય છે. પરસોત્તમ રૂપાલા જ્યારે રાજકોટમાં પ્રવેશ્યા ત્યારે તેમનું રાજકોટમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, હું વર્ષોથી જોતો આવું છું કે રાજકોટ શહેરનો મૂડ જ અલગ છે. રાજકોટ એ ભારતીય જનતા પાર્ટીનું ગઢ છે. દેશને કઈ દિશા તરફ લઈ જવો તેને ધ્યાનમાં લઈને હંમેશા રાજકોટની જનતા ચાલી છે.

કોંગ્રેસ કહે છે કે, 2009માં એક અઘરું પરિણામ ભાજપ માટે હતું અને 2024 ના તેનું પુનરાવર્તન થશે! આ અંગે મોહન કુંડારિયાએ કહ્યું કે..

જવાબ : એ શક્ય જ નથી, 2009 નો સમય અલગ હતો. 2014 થી વડાપ્રધાન બન્યા પછી માનનીય નરેન્દ્ર મોદી દેશને વિકાસની દિશા આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં લોકોની સંસ્કાર અને શિક્ષણ સાથે સંસ્કૃતિ પણ પ્રાપ્ત થઈ રહી છે. 2014 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારે ભારત સરકારનું બજેટ 16 લાખ કરોડ હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ જુલાઈ 2024 માં ભારત સરકારનું કુલ બજેટ 40 લાખ કરોડનું થવાનું છે.

મોરબીના સિરામિક ઉદ્યોગ વિશે મોહન કુંડારિયાએ વાત કરતા કહ્યું કે…

જવાબ : હું પણ સિરામિક ધંધા સાથે જોડાયેલો છું. 2003 માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે પ્રથમ વખત મોરબીમાં સભા કરી ત્યારે તેમને નિર્ણય કર્યો હતો કે મોરબી સિરામિક ઉદ્યોગની તેઓ ચાઇનાની સાથે હરીફાઈમાં ઉતારશે.

પહેલા ગેસ અને એલપીજી જે સિરામિક ઉદ્યોગમાં ઉપયોગી છે તે અમને 48 રૂપિયા કિલોના ભાવે મળતો હતો પરંતુ ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતથી ગેસની સીધી પાઇપલાઇન મોરબી સુધી શરૂ કરાવી અને ત્યારબાદ મોરબીને 12 રૂપિયા કિલોના ભાવે ગેસ મળતો થયો.પહેલા મોરબીમાં ફક્ત ત્રણ જ ફેક્ટરી હતી આજે 1000 જેટલી સિરામિક ફેક્ટરી મોરબીમાં ધમધમે છે.પહેલા વિશ્વભરમાં ચાઇનાની સિરામિક વેચાતી હતી પરંતુ હવે મોરબીમાં તૈયાર થયેલ સિરામિક આજે વિશ્વના 100 દેશોમાં વહેંચાય છે.

રાજકોટની બેઠક ઉપર રિપીટ ન થવા વિષે જાણો શું કહ્યું મોહન કુંડારિયાએ

જવાબ :મને ભારતીય જનતા પાર્ટીએ નવ વખત ચૂંટણી લડાવી છે અને બધી જ વખત હું જીત્યો છું. રાજ્ય અને કેન્દ્રમાં પણ મને મંત્રીમંડળમાં કામ કરવાની તક મળી. સી આર પાટીલનો ફોન આવ્યો અને તેમણે જણાવ્યું હતું કે, તમારા સ્થાને આ સમયે પરષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવી છે તે સમયે હું ઇન્ટરવ્યૂ આપી રહ્યો હતો. પરંતુ કોઈને જાણ પણ નથી થઈ, તે બાબત ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો કે મારા જીવનમાં શું પરિવર્તન આવ્યું છે. મારા કાર્યકાળની અંદર સૌરાષ્ટ્રની સૌથી મોટું આરોગ્યનું ધામ એટલે કે AIIMS રાજકોટને મળ્યું છે તેનું મને ગર્વ છે. પરંતુ જેવો જુસ્સો હું રાજકોટની જનતા અને ભાજપના કાર્યકર્તામાં જોઈ રહ્યો છું તે ઉપરથી હું કહી શકું છું કે પરષોત્તમ રૂપાલા ખૂબ જ મોટી લીડ સાથે જીતશે.

દરેક રાજનીતિક પક્ષ આજે પણ જ્ઞાતિના આધારે જ ટિકિટની વહેંચણી કરવા ઉપરન મોહનભાઈના વિચાર

જવાબ :પક્ષ એક ગુલદસ્તો છે, જેમાંઅલગ અલગ ફૂલો હોય છે. એ જ રીતે જ્યારે ટિકિટની વેચાણ કરવાની હોય ત્યારે દરેક જ્ઞાતિની સંપૂર્ણ ન્યાય મળે એને ધ્યાનમાં રાખીને કોઈપણ પક્ષ ટિકિટની વહેંચણી કરતું હોય છે. અન્ય તેમને તે પણ કહ્યું હતું કે, જો કોઈ કાર્યકર્તા કોઈ પણ રીતે ચૂંટણી લડવા સક્ષમ ન હોય તો તેને પણ પાર્ટી કોઈપણ પદ ઉપર હોદ્દેદાર બનાવી કે પછી રાજ્યસભામાં પદ આપીને તેની સાથે ન્યાય કરે છે.

રાજકોટની જનતાએ તમને બે વખત સાંસદ બનાવ્યા, તો રાજકોટની જનતાને મોહન કુંડારીયાએ શું આપ્યું ?

જવાબ : સત્તામાં આવ્યા બાદ દસ વર્ષથી અધૂરું પડેલું રેલનું અંડર બ્રિજ કામ સૌપ્રથમ અમે પૂરું કર્યું હતું. સૌરાષ્ટ્ર સાથે ટ્રેનની બાબતમાં પણ ઘણો અન્યાય થતો હતો મારા સાંસદ બન્યા બાદ મેં રેલવેના ડબલ ટ્રેક મંજૂર કરાવવાની કવાયત હાથ ધરી હતી. આગળ જતા ઈલેક્ટ્રીક અને અન્ય કામ પણ પૂરા થયા જેના કારણે સૌરાષ્ટ્ર અને રાજકોટને ટ્રેનની બાબતમાં ઘણી રાહત મળી. વધુમાં રાજકોટ સુધી નર્મદાનું નીર પહોંચાડીને પાણીની સમસ્યા પણ દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2012માં સૌરાષ્ટ્રના સૌ ધારાસભ્યને ભેગા કરીને નર્મદાના નીરનું પાણી યોજનાના અંતર્ગત સૌરાષ્ટ્ર સુધી પહોંચશે.

કલમ 370 જ્યારે હટાવી ત્યારે સંસદમાં કેવો માહોલ હતો..

જવાબ : કલમ 370 અને કલમ 35 વિશે જ્યારે સંસદની અંદર ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે બધા પોત પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા તે સમય દરમિયાન કોંગ્રેસના પણ ઘણા ઉમેદવાર પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા.ઘણી વખત ઘોંઘાટ જેવી પરિસ્થિતિ પણ સર્જાતી હતી, પરંતુ પરંતુ જેને પણ ચર્ચાઓમાં રસ હતો તે લોકો પોતાના કાનમાં હેડફોન નાખીને સંપૂર્ણ બાબત સાંભળી શકતા હતા.

કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા હતા કે આ કલમ હટાવવાનો કોઈને અધિકાર નથી અને અન્ય નકારાત્મક વાતો વિશે તે ઉલ્લેખ કરી રહ્યા હતા. ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહે દરેકને પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને જણાવ્યું હતું કે કેવી રીતે તેમને આ કલમ હટાવી.

સૌરાષ્ટ્રને પોતાના અલગ હાઇકોર્ટ અને સચિવાલય મુદ્દે મોહન કુંડારીયાએ શું કહ્યું?

જવાબ :સૌરાષ્ટ્રના આ મુદ્દાઓ અંગે મુખ્યત્વે મેં હાઈકોર્ટ માટે ઘણો પ્રયાસ કર્યો છે અને તેના અંગે ઘણી વખત રજૂઆત પણ કરેલી છે અને તે ટૂંક સમયમાં થઈ પણ જશે એ અંગેનો વિશ્વાસ મને એટલા માટે છે કે પહેલા મુદ્દો એ રીતનો હતો કે એક રાજ્યમાં એક જ હાઇકોર્ટ હોય, પરંતુ યુપી ને બે હાઇકોર્ટ હમણાં મળી છે તો ગુજરાતને પણ મળશે તેવો મને પૂરો વિશ્વાસ છે.

વાત રહી સચિવાલયની તો અત્યારે બધી કામગીરી ઓનલાઈન થઈ ગઈ હોવાથી બધી કામગીરીમાં ઝડપી નિકાલ આવે છે. ખરા અર્થમાં ગુજરાતની સરકાર ઝડપથી કામ કરી રહી છે. મુખ્ય એ છે કે સ્થાનિક પ્રશ્નોનો પણ સમયસર નિકાલ આવી રહ્યો છે.

આ પણ વાંચો : VADODARA : વેસ્ટર્ન રેલવે SOG દ્વારા ગાંજા ભરેલી બિનવારસી બેગ જપ્ત